Surat ના વેપારીએ 7 વેપારીઓને ચૂનો ચોપડી 3.92 કરોડમાં ઉઠામણું કર્યું – India News Gujarat
Surat શહેરના સારોલીગામ રાજ ટેક્ષટાઇલ માર્કેટના લેભાગુ વેપારી પંકજ સચદેવાએ 3.92 કરોડમાં ઉઠામણું કરી ફરાર થઈ ગયો હતો. ગ્રે-કાપડનો માલ લઈ બારોબાર લુધીયાણામાં વેચી નાંખી સુરતના 7 વેપારીઓને ચૂનો ચોપડ્યો હોવાનું ફરિયાદ બાદ પંકજને ગોવાના કસિનોમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.-Latest Gujarati News
ફ્લાઈટ મારફતે Goa જઈ કસિનોમાં જુગાર રમતો વેપારીઓ
પૂછપરછમાં જણાયું હતું કે, તે જુગાર રમવાની ટેવ ધરાવતો હતો અને ફ્લાઈટ મારફતે Goa જઈ કસિનોમાં જુગાર રમતો હતો.પરવત પાટિયા સારોલી ગામ રાજ ટેક્ષટાઇલ માર્કેટના લેભાગુ વેપારી પંકજ સચદેવાએ 3.92 કરોડથી વધુનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લઈ બારોબાર લુધીયાણામાં વેચી નાખી સુરતના 7 વેપારીઓને કરોડોનો ચૂનો ચોપડી કાપડ દલાલ સાથે ફરાર થયો હતો. આ અંગે વેપારી કૌશલ રાઠીએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે કાપડ વેપારી પંકજ રમેશચંદ્ર સચદેવા અને કાપડ દલાલ સરીન અરવિંદલાલ ચેવલી સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.
આ કેસની તપાસ ઈકોસેલને સોંપવામાં આવી હતી.કાપડ દલાલ સરીન ચેવલી મારફતે લેભાગુ વેપારી પંકજ સચદેવાએ 3-11-20 થી 31-8-21 સુધીમાં વેપારી કૌશલ રાઠી પાસેથી કરોડોના ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લીધો હતો. ઉપરાંત કેતન સનરાઈ પાસેથી 1.13 કરોડ, ગૌતમ શેઠ પાસેથી 1 કરોડ, મિતુલ મહેતા પાસેથી 15.11 લાખ, નીતીન નવાબ પાસેથી 6.29 લાખ, આકાશ શાહ પાસેથી 8.46 લાખ અને રંજનીકાંત લાલવાળા પાસેથી 9.94 લાખનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લીધો હતો. ટોટલ સાત વેપારીઓની પાસેથી ગ્રે-કાપડનો રૂપિયા 3.92 કરોડનો માલ લઈ નાણા ન આપી ફરાર થયો હતો.-Latest Gujarati News
છેતરપીંડી કરનાર ગોવાના ડેલટીન કસિનોમાં વીઆઈપી મેમ્બર – India News Gujarat
પંકજની પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે જુગાર રમવાની ટેવ ધરાવે છે. અને Goaના ડેલટીન કસિનોમાં વીઆઈપી મેમ્બર છે. જુગાર રમવા માટે દિલ્હી ફરીદાબાદથી ફ્લાઈટમાં ગોવા દર પંદર દિવસે જતો હતો. ગોવામાં ચાર-પાંચ દિવસ રોકાઈની જુગાર રમતો હતો. છેતરપિંડીના રૂપિયા જુગારમાં હારી ગયો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.-Latest Gujarati News
તમે આ વાંચી શકો છો: worst roads annoying people : ચાર કોર્પોરેટરોના ફોટો સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી વિરોધ
તમે આ વાંચી શકો છો: Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વળતરના નામે ઠેગો દેખાડી રહ્યું છે