Toilet Walls Collapse: તાપીનાં સોનગઢ તાલુકામાં આવેલ ઉખલદા ગામની પ્રાથમિક શાળાની શૌચાલયની દિવાલ ધરાશાઈ થતા શાળાના ત્રણ બાળકોને ઇજા પહોંચી છે. બાળકીને સારવાર વ્યારા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં હાલ બાળકોને હાલત સ્થિર છે.
Toilet Walls Collapse: આવી સ્થિતિ અન્ય શાળામાં જોવા મળતા શિક્ષણ વિભાગ નિંદ્રામાં
તાપીનાં સોનગઢ તાલુકાના ઉખલદા ગામની પ્રાથિમક શાળામાં આવેલ શૌચાલયની દિવાલ ધરાશાઈ થતા શાળાના ત્રણ બાળકોને બીજા થવા પામી હતી શાળાના સંચાલકો દ્વારા બાળકોને સોનગઢ હોસ્પિટલ ખાતે સારવાર લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્રણ બાળકો હાથ પગમાં નાની મોટી ઇજા થઇ હતી. ત્યારે જર્જરિત થયેલી શાળાના શૌચાલય ને રીપેર કરાવીને આ અકસ્માતની ઘટના તળાઈ શકતી હતી પરંતુ બેપરવાહી ના કારણે આ અકસ્માત સર્જાયો હતો અને એની સજા શાળાના વિદ્યાર્થીને ભોગવવી પડી છે.
તાપી જિલ્લાનાં શિક્ષણ વિભાગે આ ઘટનાંને ગંભીરતાથી લઇ જિલ્લામાં આવેલ તમામ શાળાઓમાં જર્જરિત શૌચાલય અને જેટલા જૂના બાંધકામ જર્જરીત હોય તેને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવી જોઇએ જેથી આવનાર દિવસોમાં આવી કોઈ ઘટના ના બને અને કોને નુકસાની ના થાય ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હવે જાગીને કઈ રીતે ની કાર્યવાહી હાથ ધરે છે તે જોવાનું રહ્યું.
તમે આ પણ વાંચી શકો છો:
Monkey Harasses Fruit Vendors: રોષે ભરાયેલા કપિરાજ કરેછે લોકો પર હુમલો – INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો:
Benefits of Kinnow: કિન્નો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, જાણો તેને ખાવાના 5 મોટા ફાયદા