HomeToday Gujarati NewsThreat To Kill: વાપીના ટ્રાન્સપોટરને ઘરે હુમલો, ટ્રાન્સપોટરને જાનથી મારી નાખવાની ધમકી...

Threat To Kill: વાપીના ટ્રાન્સપોટરને ઘરે હુમલો, ટ્રાન્સપોટરને જાનથી મારી નાખવાની ધમકી અપાય – INDIA NEWS GUJARAT

Date:

Threat To Kill: દમણના એક ઇસમે ટ્રાન્સપોર્ટરને ફોન કરી 10 લાખ રૂપિયાની અથવા તો, ધંધા માટે વાહન આપવાની માંગ કરી હતી. જે અંગે ટ્રાન્સપોર્ટરે મનાઈ કરતા રાત્રીના સમયે ટ્રાન્સપોર્ટરને માર મારવા પોતાના સાગરીતો સાથે ધસી આવ્યો હતો. સમગ્ર ઘટના સોસાયટીના CCTV માં કેદ થઈ હોય તે આધારે ટ્રાન્સપોર્ટરની ફરિયાદ બાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.

CCTV માં સમગ્ર ઘટના કેદ થતાં પોલીસ તપાસ શરૂ

ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ દિપક લાલજી સિંગ માધવ રેસીડન્સીમાં રહે છે. અને બલિઠામાં જ હાઇવે પર ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવે છે. જેમની પાસે દમણમાં ખારીવાડમાં રહેતા રનીત મહેન્દ્ર પટેલે વેંચેલા ફ્લેટ પેટે 10 લાખ રૂપિયા અથવા ધંધા માટે વાહનની માંગણી કરી હતી. જે માંગણી સામે ટ્રાન્સપોર્ટર દિપક સિંગ ઝુક્યો નહિ એટલે 24મી ફેબ્રુઆરીએ રાત્રે રનીત પોતાના અન્ય 4 સાગરીતો સાથે તેના ફ્લેટ પર ધસી આવ્યો હતો. તમામ ઈસમો લાકડા, પાઇપ, છરા જેવા હથિયારો સાથે મોંઘીદાટ કારમાં આવ્યાં હતાં. સોસાયટીમાં CCTV લાગેલા હોય તમામે મોઢે રૂમાલ બાંધી ટ્રાન્સપોર્ટરના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો.

Threat To Kill: દમણના પાંચ જેટલા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

જો કે, ટ્રાન્સપોર્ટરે CCTV આધારે તેઓને ઓળખી જતા અને તેઓ તેને મારવાના ઇરાદે આવ્યા હોવાનું જાણી દરવાજો ખોલ્યો નહિ એટલે તમામ ઈસમો પરત જતા રહ્યા હતાં. આ ઘટના ફરી બને તો ટ્રાન્સપોર્ટર દિપક સિંગની જાન ને ખતરો હોવાનું ધારી તેમણે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રનીત મહેન્દ્ર પટેલ ઉપરાંત ભદ્રેશ રમેશભાઈ પટેલ, અભીમન્યુ તથા બીજા બે ઇસમો મળી કુલ 5 ઈસમો ઉલ્લેખ કર્યો છે. જે આધારે ટાઉન પોલીસ મથકના PI રાઠોડ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

આ ઘટનામાં વધુ મળતી વિગતો મુજબ ફરિયાદી દિપક સિંગ શ્રી કિષ્ના ટ્રાન્સપોર્ટ નામથી ટ્રાન્સપોર્ટ ચલાવે છે. રનીત પટેલ ટ્રાન્સપોર્ટની ગાડીઓ તેના ધંધાના કામ અર્થે તેની પાસેથી લઇ જતો હતો. તેમજ દીપકે તેની પાસેથી દમણ ખાતે ફ્લેટ ખરીદ્યો હતો. દીપકના જણાવ્યા મુજબ ફ્લેટના તમામ પૈસા પણ તેણે ચૂકવી દીધા છે. જે અરસામાં 23મી ફેબ્રુઆરીએ તેમના મોબાઈલ પર રનીત પટેલે વોટ્સએપ કોલ કરી દસ લાખ રૂપિયા અથવા તો ટ્રાન્સપોર્ટની ગાડી ધંધા માટે માણસના નામ ઉપર લખાણ કરી દે તેવી ધમકી આપી હતી. જેને નહિ ગણકારતા 24મી ફેબ્રુઆરીએ રાત્રે રનીત પોતાના સાગરીતો સાથે દીપકના ફલેટ ઉપર આવ્યો હતો. ફ્લેટના દરવાજા બહાર નિકળ તને આજે જાનથી મારી નાખવો છે તેમ કહી ગાળો આપી હતી. જોર જોરથી બુમો પાડતા આ ઈસમો પૈકીના ભદ્દેશ પટેલના હાથમાં લાકડાનો બેઝ બોલ રમવાની બેટ હતી અને અભીમન્યુ ના હાથમાં લાબુ લાકડુ હતુ અને બીજા બે માણસોના હાથમાં પણ હથીયાર હતાં.

તમે આ પણ વાંચી સકો છો :

GUJARAT: ભરૂચ લોકસભા સીટ AAP પાસે ગઈ ત્યારે મુમતાઝ પટેલે વ્યક્ત કર્યું પોતાનું દર્દ, કહ્યું- હું ખૂબ જ દુઃખી છું…

તમે આ પણ વાંચી સકો છો :

Bharat Jodo Nyaya Yatra માં જોડાયા Akhilesh Yadav, થોડા દિવસ પહેલા જ થઈ હતી બેઠકની વહેંચણી

SHARE

Related stories

Latest stories