The world’s youngest programmer Java Girl : વિશ્વની યંગેસ્ટ પ્રોગ્રામર જાવા ગર્લ
“પાંખો હતી મારી સાવ નાની
આશાઓ હતી ખુદમાં બુલંદ મારી
બાળપણના આંસુ ક્યાં રોયા હતા?
બસ જાગતી રાતના સપના જોયા હતા…”
પથ્થરો સમા ધ્યેય સાથે મિત્રતા કરી, દરેક પથ્થરો જેવી મુસીબતોનો સામનો કરવો અને રાબેતા મુજબ ભણતર સાથે સિદ્ધિના સોપાનો સર કરવા બદલ ગુજરાત અને ગુજરાતીઓ માટે ગર્વની વાત છે કે બિયંકા દલવાડી રોયલ ટેકનો સોફ્ટની બ્રાન્ડ એમ્બેસેડર બની છે અને સંસ્કારધામ શાળા,સુરતમાં ૬૦૦૦ વિદ્યાર્થીઓને સંબોધીને એક વકતા તરીકે પ્રેરણારૂપ પણ બની છે. ટેક્નોલોજીના ફિલ્ડમાં બિયંકા,બાળકો માટે પ્રેરણારૂપી પગથિયું બની છે ….-Gujarat News Live
બાળકો માટે “પ્રેરણાનો સ્ત્રોત”- બિયંકા દલવાડી
કહેવાય છે ને..કે….
“બાળકોની આંખમાં સપના હજાર”..ને
“બાળ જીદ સામે સૌ કોઈ લાચાર”
બસ આવા જ સપનાઓ લઇ ૪ નવેમ્બર ૨૦૦૯માં જન્મેલી, કુમળી વયે અગણિત સપના જોનારી અને હકીકતમાં પુરા કરનારી, ગુજરાતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદની દીકરી એટલે બિયંકા દલવાડી.
પિતા ચેતનભાઈ અને માતા ચેલ્સીબેનના વહાલથી ઉછરેલી બિયંકા આપણા ગુજરાત માટે અને અમદાવાદ માટે ગૌરવ સમાન છે. માતાપિતાના સંસ્કાર એવા કે બાળપણથી જ ધીરજ પુજારા જોડે પૂજા ને હવનમાં સાથ આપતી પોતાની જ સકારાત્મક ઉર્જા વધારતી હતી. મેડિટેશન ,સ્વિમિંગ અને બેડમિન્ટન રમતા રમતા, મોબાઈલ ને ટેબ્લેટ પર કાર્ટૂન જોતા જોતા ક્યારે ટેક્નોલોજી ક્ષેત્રે એવું મન વળી ગયું કે પછી પાછી પાની ના કરી.-Gujarat News Live
૭ વર્ષની ઉંમરે java SE6 ની પરીક્ષા આપવાનું નક્કી કર્યું
બિયંકાનાં ટ્રેનર મી.ધીરજ પુજારાના કહેવા મુજબ “સી પ્લસ, જાવા જેવા સબજેક્ટ આટલી નાની ઉંમરમાં રસ પડે તે અચરજની વાત છે. નાનકી બિયંકાની રુચિ જોતાં તેને મી.ધીરજ પુજારાએ શીખવાડવાનું શરૂ કર્યું. ત્યારબાદ મક્કમ ડગલે આગળ વધતા તેને ૭ વર્ષની ઉંમરે java SE6 ની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. જોતજોતામાં ૩ કલાકનુ પેપર એણે ૧૫ મીનીટમાં જ પુરૂ કરી, ૮૫% સાથે સૌથી નાની ઉંમરમાં આ પરીક્ષા પાસ કરી. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી, સિદ્ધિ મેળવી છે”. આ સાથે “સુપર ટેલેન્ટેડ કિડ”નો એવોર્ડ જીતી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખુદને બુલંદ સાબિત કરી છે. આનંદ નિકેતન શીલજમાં ભણતી બિયાંકાએ આ રેકોર્ડ દ્વારા ખુદની જિજ્ઞાસાને એક ઊંચી ઉડાન આપી છે.તેની ઉંમરના બાળકો માટે પ્રેરકબળ સાબિત થઇ છે.આ રેકોર્ડ બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એનું અભિવાદન કર્યું છે.-Gujarat News Live
દિમાગની સાથે સાથે દિલ પણ ખુબ જ કોમળ
બિયંકા દલવાડીએ કોરોના દરમ્યાન ૧૧૭ લોકોને ઑન્ લાઈન ડુડલિંગ શીખવાડી એક રેકોર્ડ કર્યો છે. ક્લાસમાં ડુડલિંગ શીખવાડી જે રકમ મળી તેનાથી આવેલ કિંમતથી પ્રાણીઓને અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડી બિયંકા માનવતાનું ઉદાહરણરૂપ બની છે. પિતાની છત્રછાયા ખોવા છતાંય બિયંકા માતાનાં સપોર્ટથી આગળ વધતી જ ગઈ, ને આજે “ગુજરાતનું ગૌરવ” બની ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે …
આગળ જતા માસ્ટર કરી લોકોને ટેક્નોલોજીમાં જ્ઞાન વહેંચી શકે એવી ઈચ્છા ધરાવતી અમદાવાદની “જાવા ગર્લ” બિયંકા દલવાડીને આવો આજે હૃદયે હરખ ભરી બિરદાવીએ એને ખુબ પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપીએ.-Gujarat News Live
તમે આ પણ વાંચી શકો છો – Tonga Volcano Erruption: ટોંગામાં અંડરસી જ્વાળામુખી ફાટી નીકળવો, મહાપ્રલય – India News Gujarat