HomeGujaratThe son made a deal to kill the father and called mercenary...

The son made a deal to kill the father and called mercenary shooters to attack/પુત્રએ પિતાની હત્યા માટે સોદો કર્યો ભાડૂતી શૂટરો બોલાવી હુમલો કરાવ્યો/India News gujarat

Date:

  • શહેરની ક્લાસિક હોટલમાં વતનના આરોપી 3 મિત્રોને સોપારી આપી હત્યાનું કાવતરું ઘડાયું
  • પુત્રએ પિતાની હત્યા માટે સોદો કર્યો ભાડૂતી શૂટરો બોલાવી હુમલો કરાવ્યો
  • પોલિસે 3 શાર્પ શૂટરને ઝડપી પાડી કાવતરાનો કર્યો પર્દાફાશ
  • બે દેશી તમંચા સાથે હત્યા કરવા આવેલા શૂટરોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું
  • પુત્ર પિતાનું ઢીમઢાળી દેવા માટે ઉતાવળો બન્યો હતો
  • પૈસા માટે પુત્ર બન્યો પિતાનો દુશ્મન
  • સંબંધોને કલંકિત કરતો કિસ્સો આવ્યો સામે
  • “પૈસો મારો પરમેશ્વર હું પૈસાનો દાસ” કહેવત સાચી પડી
  • પિતાનો નર્સરીનો ધંધો કબજે કરવાનો મનસૂબો પાર ના પડ્યો

નર્સરીના માલિક ઉપર 4 રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં ફરિયાદી સગો પુત્ર લલન જ પિતાની હત્યાની સોપારી આપનાર મુખ્ય આરોપી નીકળ્યો છે. ભરૂચ LCB એ બિહારના 3 શૂટર સહિત પુત્રની ધરપકડ કરી છે.
વી/ઑ- ભરૂચના મકતમપુર ખાતે ગત 11 એપ્રિલે શિવશંકર નર્સરી તથા માટલાનો વેપાર કરતા વેપારી ઉપર 4 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. અજાણ્યા શાર્પ શૂટરોએ હથીયારો વડે અંધાધૂંધ ફાયરીંગ કરી નાશી જતા પુત્રે જ બિહારમાં જમીનની 4 વર્ષ જુની અદાવતમાં ફાયરિંગની શંકા ફરિયાદમાં સેવી હતી. સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની કોશીશ, ગુનાહીત કાવતરૂ તથા આર્મ્સ એકટની સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં LCB પી.આઈ. ઉત્સવ બારોટ અને સી ડિવિઝન PI એચ.બી. ગોહિલ તેઓની ટીમ સાથે તપાસમાં લાગી ગયા હતા. અલગ અલગ ટીમો બનાવી રૂટ ઉપરના CCTV ફુટેજ , ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સથી આરોપીઓનું પગેરૂ શોધી વર્ક આઉટ હાથ ધરાયુ હતું.
હત્યાને અંજામ આપવા આરોપીઓ બિહારથી આવ્યા હોવાની કડી મળી હતી. શંકાસ્પદ આરોપીઓ બિહારના શિવહર શહેરમાં છે જે મુજબની હકિકત આધારે ઉપરી અધિકારીની સુચના અને મંજુરી આધારે પોલીસ ટીમો રવાના થયા હતા. ગુન્હાને અંજામ આપનાર શાર્પ શુટર ત્રણેય આરોપીઓને ઝડપી પાડી, ગુન્હા બાબતે પુછપરછ કરતા આરોપીઓએ સનસની ખેજ કેફીયત આપેલ કે, ભોગ બનનાર માટલાના વેપારીનો પુત્ર લલન શાહ મિત્ર હોય તેને જણાવેલ કે પોતાના પિતા સાથે બે ત્રણ મહીનાથી તકરાર ચાલે છે . જેથી ત્રણેયને પિતાનું કાસળ કાઢવા ભરૂચ બોલાવતા તેઓ ત્રણેય ટ્રેન મારફતે ભરૂચ આવ્યા હતા..
પિતાની હત્યાની સોપારી આપનાર પુત્ર લલન શાહે હોટલ ક્લાસિક ખાતે રોકાણની વ્યવસ્થા કરી હતી. શાર્પ શુટરો પકડાયા બાદ ફરીયાદ આપનાર પુત્ર લલન શાહ ઉપર પ્રબળ શંકા ઉપજેલ અને તેને ઝડપી પાડી ઊંડાણપુર્વકની પુછપરછ હાથ ધરતા ફરીયાદી લલન શાહે ગુન્હાની કબુલાત કરી હતી. પોતાના પિતા સાથે નાણાંકીય લેવડ-દેવડ બાબતે તકરાર ચાલતી હતી. વર્ષ 2019 માં વતન બિહારમાં પિતા રામ ઈશ્વર શાહ પર હુમલા બાદ લલને લાખો રૂપિયા વ્યાજે લઈ પિતાની સારવાર કરાવી હતી. સારવારના દેવાના રૂપિયા અને માટલા તેમજ નર્સરીના વેપારના નાણાં પિતા આપતા ન હોય લલને પિતાની ગેમ બજાવી દેવા સમગ્ર પ્લાન ઘડી નાખ્યો હતો. આ ફાયરિંગ અને હત્યાના પ્રયાસમાં નન્દકિશોર ઉર્ફે રાકેશ ટુનટુન શાહ, હરિઓમ કુમાર કમલકાન્તપ્રસાદ શાહ, રામાશંકર ઉર્ફે અભયકુમાર શ્રીગણેશ શાહ અને પિતાની જ સોપારી આપનાર પુત્ર લલનકુમાર રામઇશ્વર જંગબહાદુર શાહની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી દેશી બનાવટનો તમંચો અને 4 મોબાઈલ મળી કુલ 20,500 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

SHARE

Related stories

Latest stories