HomePoliticsરાજદ્રોહનો કાયદો દુર થશે.....

રાજદ્રોહનો કાયદો દુર થશે…..

Date:

કેન્દ્ર સરકારે ભારતીય દંડ સંહિતા, ફોજદારી પ્રક્રિયા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમમાં સુધારા માટે શુક્રવારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા છે. આ ત્રણ કાયદા દેશમાં અંગ્રેજોના સમયથી લાગુ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય ન્યાય સુનિશ્ચિત કરવાનો છે, સજા આપવાનો નથી. તેમણે કહ્યું કે, જે કાયદાઓ રદ કરવામાં આવશે તેનું ધ્યાન બ્રિટિશ વહીવટીતંત્રને સુરક્ષિત અને મજબૂત બનાવવા પર હતું. એ કાયદાઓનો વિચાર ન્યાય આપવાનો નહીં, સજા કરવાનો હતો. હવે ત્રણેય નવા કાયદા ભારતીય નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે.

ભારતીય ન્યાય સંહિતા, 2023 ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023 અને ભારતીય પુરાવા બિલ, 2023ને વધુ તપાસ માટે સંસદીય પેનલને મોકલવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, નવા કાયદામાં અમારું લક્ષ્ય સજા આપવાનું નથી, પરંતુ ન્યાય આપવાનું છે. શાહે કહ્યું કે, 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાને લાલ કિલ્લાની કિલ્લા પરથી દેશની સામે 5 શપથ લીધા હતા. તેમાંથી એક પ્રતિજ્ઞા હતી કે અમે ગુલામીના તમામ ચિહ્નોને સમાપ્ત કરીશું. આજે હું જે ત્રણ બિલ લાવ્યો છું, તે ત્રણેય બિલ મોદીજીએ લીધેલા શપથમાંથી એકને પૂર્ણ કરી રહ્યા છે.

SHARE

Related stories

Latest stories