HomeGujaratchar dham yatra 2022-બે વર્ષ બાદ કેદારનાથ ધામના દ્વાર ભક્તો માટે ખુલ્યા-India...

char dham yatra 2022-બે વર્ષ બાદ કેદારનાથ ધામના દ્વાર ભક્તો માટે ખુલ્યા-India News Gujarat

Date:

char dham yatra ને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ

કોરોના કાળને કારણે બે વર્ષ બાદ યોજાઈ રહેલી (char dham yatra) ચાર ધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે હાલ ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. અને ઉત્તરાખંડમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ (Kedarnath) ધામના દરવાજા ખોલવામાં આવ્યા છે. ચાર ધામ યાત્રાના (Char Dham Yatra) અવસર પર કેદારનાથ મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે.-India News Gujarat

  • 3જી મે મંગળવારના રોજ અક્ષય તૃતીયાના દિવસથી ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર ખોલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો.
  •  કેદારનાથ ધામના દરવાજા 6 મેના રોજ ખોલાયા
  • બદ્રીનાથ ધામના દરવાજા 8 મેના રોજ ખુલશે
  • હેમકુંટ સાહિબના દરવાજા 22 મેના રોજ સવારે 10.30 કલાકે ખોલવામાં આવશે
  • ઉત્તરાખંડના પાંચમા ધામ ગણાતા શીખોના મુખ્ય તીર્થસ્થળ હેમકુંટ સાહિબના દરવાજા 22 મેના રોજ સવારે 10.30 કલાકે ખોલવામાં આવશે.

6 મહિના સુધી કેદારનાથ બાબાના ભક્તો કેદાર ધામમાં દર્શન અને પૂજા કરી શકશે

કેદારનાથ ધામ દ્વાર શુક્રવારે સવારે 6.26 કલાકે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવ્યા હતા. હવે 6 મહિના સુધી કેદારનાથ બાબાના ભક્તો કેદાર ધામમાં તેમના દર્શન અને પૂજા કરી શકશે. આ પહેલા ગુરુવારે ભગવાન કેદારની પંચમુખી ડોળી ભક્તોના જયઘોષ સાથે કેદારધામમાં પહોંચી હતી.

અહીં મંદિર પાસે બાબાની ડોળી મૂકવામાં આવી હતી. દરવાજા ખોલ્યા બાદ બાબાની પંચમુખી મૂર્તિ કેદાર મંદિરમાં બિરાજમાન થઈ. બાબા કેદારનાથના ચાદર વિધિ અને ધાર્મિક પરંપરાઓ સાથે ખોલવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરવામાં આવી હતી. તો બીજી બાજુ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પણ ભગવાનની પ્રાર્થના કરી અને બાબા કેદારના આશીર્વાદ લીધા.-India News Gujarat

પૂજા, મંત્રોચ્ચારથી દરવાજા ખોલવામાં આવ્યા

મુખ્ય પૂજારી કેદાર લિંગ દ્વારા બાબા કેદારના ઉત્સવ ડોળીની સેવા અને પૂજા કરવામાં આવી હતી. આ પછી ડોળીને શણગારવામાં આવી હતી. કેદારનાથ રાવલ ભીમાશંકર લિંગ, વેદપાઠીઓ, પૂજારીઓ, હકુકધારીઓની હાજરીમાં વૈદિક પરંપરાઓ અનુસાર મંત્રોચ્ચાર કર્યા અને શુભ સમયે દરવાજા ખોલવામાં આવ્યા અને ડોળીને મંદિરમાં દાખલ કરવામાં આવી.

PMOથી થશે કેદારનાથ યાત્રાનું મોનિટરિંગ

માહિતી અનુસાર કેદારનાથથી રુદ્રપ્રયાગ અને દેહરાદૂન સુધીના PMOને એક સંકલિત નેટવર્કથી જોડવામાં આવી રહ્યું છે અને આવું પહેલીવાર થઈ રહ્યું છે કે કેદારનાથ યાત્રાને વડાપ્રધાન કાર્યાલયથી લાઈવ જોઈ શકાશે. પીએમ નરેન્દ્ર મોદી તેમની ઓફિસથી બાબા કેદારની મુલાકાત લઈ શકશે અને યાત્રાને પણ જોઈ શકશે. NICએ યાત્રાના જીવંત પ્રસારણ અને દેખરેખ માટે કેદારનાથથી સોનપ્રયાગ વચ્ચે 10 હાઈ ફ્રિકવન્સી કેમેરા લગાવ્યા છે અને આ કેમેરા દ્વારા 17 કિમી પગપાળા માર્ગના દરેક ભાગ પર નજર રાખી શકાય છે.

ચારધામ યાત્રાની ઓનલાઈન નોંધણીની સાથે ચારધામ યાત્રા માટે ગઢવાલ મંડળ વિકાસ નિગમનું ટૂર પેકેજ અને તેની કિંમત અને સંપૂર્ણ પ્રક્રિયાની પદ્ધતિ બહાર પાડવામાં આવી છે. આ વખતે ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે.-India News Gujarat

તમે આ વાંચી શકો છો : chardham yatra-2022-અક્ષય તૃતીયાના દિવસથી ચારધામ યાત્રાનો પ્રારંભ

SHARE

Related stories

Latest stories