કપરાડા તાલુકાના કોલવેરા ગામ આસપાસ દેખાતા દીપડાને કારણે લોકોમાં ભયનો માહોલ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોલવેરા ગામ નજીક એક ખૂંખાર દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા કેટલાય દિવસોથી ગામની આસપાસ દેખાતા દીપડાને કારણે લોકોમાં ભયનો માહોલ હતો. આથી ગામ લોકોએ વન વિભાગને રજૂઆત કરી હતી.. ગામ લોકોની માંગ ઉઠતા વન વિભાગ પણ દીપડાને ઝડપવા પાંજરા ગોઠવાયા હતા.
જોકે થોડા દિવસો સુધી દીપડો વન વિભાg ને હાથતાળી આપી રહ્યો હતો.આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને આ દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો બનાવ બાદ લોકોએ વન વિભાગ ને જાણ કરી હતી.આથી દિપડા નો કબજો લઈ અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી .મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં રહેણાક વિસ્તારો નજીકથી દિપડા જેવા હિંસક પશુઓ ઝડપવાના બનાવ બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પશુઓ જંગલ છોડી અને રહેણાક વિસ્તાર તરફ આવી રહ્યા હોવાના બનાવ બની રહ્યા છે અગાઉ પણ અનેક વખત રહેણાક વિસ્તાર નજીકથી દિપડાઓ ઝડપવાના બનાવ બન્યા છે આ વખતે પણ કોલવેરા ગામમાં આ ખૂંખાર દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો..