HomeGujaratTea and Gujarat : ચા અને ગુજરાત-INDIA NEWS GUJARAT

Tea and Gujarat : ચા અને ગુજરાત-INDIA NEWS GUJARAT

Date:

Tea and Gujarat : ચા અને ગુજરાત-INDIA NEWS GUJARAT

Tea and Gujarat-“ચા” અને “ગુજરાત”-“સવારની “ચા” જેની બગડી એનો દિવસ બગડ્યો” આવું વિચારતા કોઈપણ ગુજરાતીની સવારની “ચા” નું મહત્વ   સમજાઈ ગયું હશે.લગભગ બધા ગુજરાતીઓની સવાર “ચા”ની ચૂસકી સાથેજ થતી હોય છે.વહેલી સવારે સરસ   મજાની કડક મીઠી “ચા”નો ટેસડો અને હાથમાં છાપુ…બસ થઇ ગઈ… શુભ સવારની શરૂઆત-INDIA NEWS GUJARAT/Tea and Gujarat

610 Indian Man Reading Newspaper Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

Cha Bina Chain Kaha Re- “ચા” બીના “ચૈન” કહા રે…

Tea and Gujarat-“ચા” અને “ગુજરાત”:આમ જોવા જાઓ તો “ચા” એ મુખ્યત્વે ચીનની શોધ છે.આજે આખા વિશ્વમાં “ચા” પીવાય છે પણ જો સૌથી વધુ ચા પીવાતી હોયતો તે છે ભારત અને ચીન .ચીનની “ચા”ની  શોધ પછી થોડા વર્ષોમાં જ જાપાનમાં ચા પ્રચલિત થઈ અને ત્યારબાદ ભારતના આસામથી “ચા”નું આગમન થયું અને “ચા”ની રંગત અને રંગ ગુજરાતીઓ પર જાણે ખુબજ ચડ્યો હોય તેમ આજે એક સર્વે પ્રમાણે ભારતમાં સંભવિત ગુજરાતમાં “ચા”સૌથી વધુ પીવાય છે.આપણા વડીલો અને પૂર્વજો તેમના સમયમાં ચા પીવા માટે પિત્તળ અને સ્ટીલની રકાબી તથા પવાલીઓ(પ્યાલા) રાખતા અને ત્યારબાદ ચીનાઈ માટીના કપ અને રકાબી ટ્રેન્ડમાં આવ્યા… તે સમયમાં ચા ની કીટલીએ કે ટપરીઓ પર પણ દરેક ગ્રાહકના ચા ની પવાલીઓ અલગ અલગ મુકાતી પણ સમયની સાથે સાથે હવે તતેનું સ્થાન  ડિઝપોજઝેબલ કપ અને ગ્લાસે લીધું છે આમ જોવા જાઓ તો સૌથી વધારે ચલણમાં આ ડિસ્પોઝેબલ મટીરીયલ જ છે… આ મટીરીયલની ડિસો,ગ્લાસ,કપ લોકોએ ખુબજ આવકાર્યા છે કારણ બુસ એકજ કે વાસણ ધોઈને સાફ કરવાના કામમાંથી છુટકારો અને સામાન્ય કીમતે ઉપલબ્ધ પણ…..INDIA NEWS GUJARAT/Tea and Gujarat

Pin on God so loved the world

 

સમયની સાથે સાથે “ચા” ની “ચાહ”ના બદલાતા રંગઢંગ  

Tea and Gujarat-ગુજરાતમાં કાઠીવાડ હોય કે કચ્છ … કરોડોના વ્યાપારમાં ચા ની ચૂસકીની હાજરી તો હોયજ… જો ચા આવવામાં મોડુ થાય તો અમદાવાદી ચા ની ઉપમા આપાતી હોય છે. આમ અમુક હદે દરેક વિસ્તારની ચા ના પણ અલગ અલગ સ્વાદ અને અલગ અલગ અંદાજ હોય છે.ગુજરાતના લોકો ચા ને આરોગ્ય સાથે પણ જોડતા થયા.ગુજરાતની મીઠી અને કડક ચા ની લિજ્જત લેતાં લેતાં હવે આરોગ્યને ધ્યાનમાં લઇ ગુજરાતીઓ ગ્રીન ટી તરફ વળ્યા છે.ચા આમ તો ગ્રીન ટી ,બ્લેક ટી,વાઈટ ટી અને ચાઈનીઝ ટી ના નામે બનતી હોય છે પણ હવે તો આરોગ્યને ધ્યાને લઇ ગુજરાતના લોકો પણ આયુર્વેદાની  મસાલા વાળી ચા ના શોખીન બની રહ્યા છે.તો ક્યાંક લોકો વજન ઓછું કરવા ગ્રીન ટી પણ પીતા થયા  છે.આમ ચા ના પ્રકારો માં હવે લેમન ટી ના પણ ચાહકો વધી રહ્યા છે.આમ સવારમાં ચાલતા જાવ અને ચા પીતા જાવ નો ઉલ્લેખ કરી લોકોને મોર્નીગ વોક કરવાનું સૂત્ર આપી લોકોને ચા ની લાલચ ગુજરાતમા જ અપાય હો…!!! કોરોનાના કપરા સમયમાં જયારે લોકો ઉકાળા લેવાનું ચાલુ કર્યું હતું ત્યારે ગુજરાતીઓને તો એ ઉકાળામાંથી પણ ચા માં રૂપાંતરિત કરીને તેની ચુસકીઓ લેતા મેં જોયા છે…INDIA NEWS GUJARAT/Tea and Gujarat

 

ગુજરાતમાં “ચા” પર રાજકરણ

Tea and Gujarat-2014માં આ “ચા” ની ચુસ્કી નો રંગ અને સ્વાદ એવો ચડ્યો કે ઠેઠ દિલ્હીમાં પ્રધાનમંત્રીની ગાદી સુધી પહોંચ્યો..એ ચા તે કેવી કડક નિવડી કે વર્ષોથી રાજ કરતી માલદાર અને કડક કોંગ્રેસી Tea ને ગુજરાતના નાનકડા રેલ્વે સ્ટેશન પર વેંચાતી “ચા” અને “ચા વેચવાવાળાએ” ઇતિહાસ રચી નાખ્યો. આમ એક ચા વેચવાવાળાને દેશના વડાપ્રધાન બનાવવામાં ચા એ  ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. ત્યારથી ચા ને સામાન્ય માણસની સાથે સાથે સમાજના દરેક વર્ગના લોકો ચા ને માનમોભો અને આદરભાવથી જોવા લાગ્યા છે. કારણકે એ ચા ની મીઠાશ ભારત દેશના વડાપ્રધાન મોદી સાહેબ સુધી પહોંચેલી  છે અને આ ચા ને મોભાદાર શબ્દ સાથે નવું નામ મળ્યું “ચાય પે ચર્ચા “  આમ પણ ચા લોકોના અનેક ઘણાં ટેન્સનોને દુર કરવાનો અક્ક્ષીર ઈલાજ છે બીજી ભાષામાં તેને ટેસ્ડો કહેવામાં આવે છે,ટેસ્ડો શબ્દનો ઉલ્લેખ ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રોમાં ખુબજ પ્રચલિત થયો છે.હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ગ્રામીણ લોકો સાથે ચા (tea) નો ટેસ્ડો લઈ ગ્રામ્યમાં થતાં કામોનું તાગ મેળવી લેતા હોય છે.આ છે ગુજરાતમાં  “ચા પર ચર્ચા” ની શક્તિ એટલે તો ગુજરાતની મધર ડેરીને ચાય શક્તિ  (chai shakti) દુધની બ્રાન્ડ માર્કેટમાં મુકવી પડી છે તો એશિયાની સૌથી મોટી દુધ ડેરી અમુલને પણ ચા ને ધ્યાને રાખી T-special ના નામે દૂધની બ્રાન્ડ માર્કેટ માં મુકવી પડી છે.INDIA NEWS GUJARAT/Tea and Gujarat

Video and Pictures: Amit Shah drinks tea at eco-friendly stall at Gandhinagar railway station in Gujarat

ગુજરાત સાહિત્ય જગત અને ચા (Tea)

Tea and Gujarat-ચા પર અનેક કવિઓએ કલમ ચલાવીને ચા ને મહાન બનાવવી દિધેલ છે તો ફિલ્મી ગીતોમાં ચા ને બેખુબીથી વર્ણવી ને અનેક એવોર્ડ સુધી આ ચા ને પહોંચતી કરી છે. આ ચા મોટા ઘર, હોટલ કે તાજ જેવી ફાઈવસ્ટ્રાર હોટલોમાં પોતાની કિંમત 100થી માંડીને 1000 સુધી રાખી છે કારણ કે ત્યાં પૈસાદાર વ્યક્તિઓનો શોખ છે જ્યારે ચા ની લારીથી માંડીને નાના રેસ્ટોરન્ટ, હોટલ અને ઢાબા પર તેણે પોતાની કિંમત રૂ.15 સુધી સિમિત રાખી છે. જેથી મજૂરોથી માંડીને આમ આદમી પણ આ ચા ને મોઢે માંડી પોતાને ટેસમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે. અટલે જ કહેવાણું છે કે ટેસ્ટમાં બેસ્ટ “ચા” રાજા માટે હું મહારાણી છું,  તો રાજકારણીઓ માટે ખુરશી છું, પૈસાદારો માટે શોખ સાથે ટેસ્ટી છું તો ગરીબ માટે નસો અને ટેસ્ડો છું, આ છે મારી દુનિયા ની સફર માં ક્યાંક Tea તરીકે તો ક્યાંક “ચા” તરીકે તો ક્યાંક “ચાય” તરીકે ઓળખાવું છું દરેક જાતિના લોકો મને પ્રેમ કરે છે અને હું અમને પ્રેમ કરું છું ભલે પછી એ લોકો મને અગ્નિ ઉપર કોક ચૂલે , કોઈક ગેસ પર તો કોઈક પ્રાઇમ્સ પર ચડાવે તોય હું લોકોના રાજીપા માટે અગ્નિ પર બેઠી બેઠી તપેલી અને તપેલા માં કુદકા મારતી મારતી જોતી હોઉં છું મને પીવા માટે લોકો  ફિલ્મની લાઇન માં ઉભા હોય તેમ ઉભા હોય છે પહેલાં મને આપો મને આપો કરતાં કરતાં હું લોકો ના હધ્ય માં ઘર કરીને બેસી જાઉં છું. આજ છે મારી જિંદગી ની મોજ… પીયો તો જાનો મેરા પ્યાર કેસા હૈ આપકી “ચા ચાય ઔર Tea..INDIA NEWS GUJARAT/Tea and Gujarat

Swish Tea Cafes Chasing Riches Reinvent Poor Man's Chai in India - Bloomberg

 

આ પણ વાંચી શકો :PM Modi said Central Schemes Giving Power: PM મોદીને ખેડૂત ભાઈ-બહેનો પર ગર્વ – India News Gujarat

આ પણ વાંચી શકો :SRI LANKA CRISIS :સરકાર છોડી ચૂકેલા 41 સાંસદો સાથે રાષ્ટ્રપતિ રાજપક્ષે કરશે બેઠક, ઉકેલ શોધવાના પ્રયાસો કરાશે

SHARE

Related stories

Latest stories