HomeToday Gujarati NewsTapi Goods Train Corridor: તાપીમાં આદિવાસી ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન, તમામ પ્રોજેકટો...

Tapi Goods Train Corridor: તાપીમાં આદિવાસી ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન, તમામ પ્રોજેકટો રદ્દ કરવાની માંગણી – INDIA NEWS GUJARAT

Date:

Tapi Goods Train Corridor: તાપી જિલ્લામાં માંથી પસાર થનાર ભારત માળા પ્રોજેકટ. તાપી ગુડઝ ટ્રેન કોરિડોર, વેદાંત પ્રોજેકટના અસરગ્રસ્ત ગામોના લોકો ભેગા થઈ આદિવાસી પંચના નેજા હેઠળ તાપી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

Tapi Goods Train Corridor: પ્રોજેકટો રદ્દ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

તાપી જિલ્લામાંથી પસાર થતા ભારત માળા પ્રોજેકટ, ગુડઝ ટ્રેન કોરિડોરના અસરગ્રસ્ત ગામોના લોકો ભેગા મળીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. જિલ્લા આદિવાસી પંચ ના નેજા હેઠળ કલેકટર કચેરીએ અસરગ્રસ્તો ભેગા થયા હતા. તાપી જિલ્લાના 44 ગામો માંથી પસાર થનાર ગુડ્સ ટ્રેન કોરિડોર અંગે રજૂઆત કરવા પોહચ્યા હતા. આગેવાનો સહિત અસરગ્રસ્તો કોરિડોર રદ કરવાની માંગ સાથે કલેકટરને રજૂઆત કરી હતી. આવનારા દિવસોમાં સરકાર આ તમામ પ્રોજેકટ રદ નહિ કરવામાં આવે તો આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી.

આદિવાસી વિસ્તારમાં ખેતી કરી ગુજરાન ચલાવતા નાના ખેડૂતોની જમીન આ પ્રોજેકટો માં જતી રહેશે તો ખેડૂતો જમીન વિહોણા થઈ જવાની સાથે જાંનીનના બદલામાં મળનાર વળતર પણ ઓછું અપાતું હોવા સાથે અહીના કુદરતી વાતાવરણ ને પણ હાનિ પહોંચતી હોવાની આશંકા વ્યક્ત કરતાં તમામ આદિવાસી ખેડૂતો પોતાની વ્યથા સાથેની માંગણી લઈને કલેકટર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી.

તમે આ પણ વાંચી શકો છો :

Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં 

તમે આ પણ વાંચી શકો છો :

Visa Fraud: કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટના નામે 36 લાખની ઠગાઈ – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories