મોંઘવારીના મારની અસર સુરતના Textile પર
-INDIA NEWS GUJARAT
ઉદ્યોગ પર પણ વર્તાઈ છે.આંતરરાષ્ટ્રીય સ્તરેથી આવતા કોલસાના ભાવમાં ફરી ધરખમ વધારો થતાં તેની વિપરીત અસર Textile ઉદ્યોગમાં જોવા મળી રહી છે.કરો યા મરો પરિસ્થિતિનું નિર્માણ સુરત Textile પ્રોસેસર્સો માટે થયું છે.ત્યારે દક્ષિણ ગુજરાત Textile પ્રોસેસર્સ એસોસિએશને પ્રોસેસિંગ ચાર્જમાં ભાવ વધારવાનું નક્કી કર્યું છે.આગામી 1 લી એપ્રિલથી પ્રોસેસિંગ ચાર્જ એટલેકે જોબવર્કમાં પ્રતિ મીટરે રૂપિયા 1 નો ભાવ વધારો કરવાનો નિર્ણય કરાયો છે
સાઉથ ગુજરાત Textile પ્રોસેસર્સ એસોસિયેશનની સામાન્ય સભા યોજાઈ હતી . જેમાં સર્વાનુમતે તા .૧ લી એપ્રિલથી પ્રોસેસિંગ ચાર્જ એટલેકે જોબવર્કમાં પ્રતિ મીટરે રૂા . ૧ નો ભાવ વધારો નક્કી કરવામાં આવ્યો છે . ભાવ વધારાના કારણ અંગે પ્રોસેસર્સ એસો.એ જણાવ્યું કે કાપડ બનાવવા માટે મિલોમાં વપરાતો કોલસોના ભાવ ફરી એક વખત આસમાને પહોંચી રહ્યો છે.કોલસાનો ભાવ સતત વધી રહ્યો છે.તે ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ફક્ત કોલસાનો નહીં પરંતુ લેબરનો પગાર મશીનરી બનાવવા માટે વપરાતા સ્ટીલ , કેમિકલના ભાવ સહિત અન્ય રો મટિરિયલના ભાવમાં પણ વધારો થયો છે . તેની સામે જોબચાર્જના ભાવમાં કોઈ ખાસ ભાવ વધારો થયો નથી . તેથી ઉદ્યોગો મોટાપાયે નુકસાન સહન કરીને પણ યુનિટો ચલાવતા હતા .
ભાવમાં કોઈ બાંધછોડ ન કરવા તાકીદ -INDIA NEWS GUJARAT
પરંતુ હવે ફેક્ટરી બંધ ન કરવી પડે તે માટે દ.ગુ.Textile પ્રોસેસર્સ એસો . દ્વારા જોબ ચાર્જમાંભાવ વધારો નક્કી કરાયો છે . જોબચાર્જના ભાવ વધારવામાં આવેલ ભાવો બાબતે કેટલાક યુનિટો બાંધછોડ કરીને હરિફાઈમાં ટકી રહેવા અંદરખાને ભાવ ઓછો કરી કામ ન કરે તે માટે પણ ઉદ્યોગકારોને સમજાવીને વધારેલા ભાવે જ વેપાર કરવાનું સર્વાનુમતે નક્કી કરાયું છે.
કોલસાના વધતા ભાવની અસર Textile પર વર્તાઈ -INDIA NEWS GUJARAT
સાઉથ ગુજરાત Textile પ્રોસેસર્સ એસોસીએશનની બે દિવસ પહેલા મળેલી સામાન્ય સભામાં ભાવ વધારોશું કામ કરવો આવશ્યક છે , જેની પાછળ ક્યાં ક્યાં પરિબળો જવાબદાર છે , તે તમામ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
તેમજ ભાવ વધારોકર્યા વગર આ પરિસ્થિતિમાં કઈ રીતે ટકી શકાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી .ભાવ વધારો કરવાનું મુખ્ય કારણ કોલસાનો કુદકે ને ભૂસકે વધતા જતા ભાવ છે. તેવુ તમામ લોકો માને છે પરંતુ સભામાં પ્રમુખ જીતુભાઇ વખારીયા અને અન્ય કમિટિ સભ્યો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે માત્ર કોલસો જ નહિ પરંતુ લેબરનો પગાર , મશીનરી બનાવવા માટે વપરાતા સ્ટીલ , કેમીકલના ભાવ અને અન્ય મટીરીયલના ભાવમાં પણ ધરખમ જે અંદાજિત પાછલા ૨ વર્ષમાં ૧૧૦ % જેટલો વધારો થયેલો છે તે પણ જવાબદાર પરિબળ છે.જેથી જેથી સર્વાનુમતે ભાવ વધારો કરવાનું નક્કી કર્યું છે.
ભાવ વધારાની અસર સમગ્ર Textile વેપાર પર વર્તાશે -INDIA NEWS GUJARAT
પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા 1 એપ્રિલથી એટલા માટે નક્કી કર્યું છે કે માર્કેટના વેપારીનો માલ પ્રોસેસિંગમાં પડ્યો હોય તો જુના ભાવે 30 માર્ચ સુધીમાં જુના ભાવે ડિલિવરી મેળવી શકે. 30 માર્ચ બાદ એક માલની ડિલિવરી જુના ભાવે કરવામાં આવશે નહીં માટે તમામ માર્કેટના વેપારીને પણ આ અંગે જાણ કરી દેવાઈ છે.જોકે Textile પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા જણાવાયું છે કે જે 1 રૂપિયાનોભાવ વધારો કરવામાં આવ્યો છે તેનાથી માર્કેટના રિટેલ કે હોલસેલ વેપારીને તેની કોઈ ખાસ અસર વર્તાશે નહીં. અને તેમને ધ્યાનમાં રાખીને ફેકટરીના હિતને ધ્યાનમાં રાખીને જ સર્વાનુમતે આ નિર્ણય કર્યો છે.
Textile પ્રોસેસર્સ એસોસિએશનના ભાવ વધારાના નિર્ણયથી ભલે કહેવાતું હોય કે વેપારીઓને તેની કોઇ અસર થશે નહીં પરંતુ ૫ થી ૬ મીટરની સાડી અને ડ્રેસ મટીરીયલ પાંચથી છ રૂપિયાનો વધારો થઈ શકે છે.જેનાથી માર્કેટના વેપારીઓને રોજિંદા વ્યવહાર માટે આ ભાવ વધારોનુકશાન શકે છે.
તમે આ વાંચી શકો છો: Diamond Industry : હીરાની નિકાસમાં 18 ટકાનો વધારો
તમે આ વાંચી શકો છો: Notice to School in Surat-52 ખાનગી શાળાઓને નોટિસ ફટકારાતા સંચાલકોમાં રોષ