Surat Police Make Special Drive – વ્યાજખોરો સામે કરાઈ કાર્યવાહી:India News Gujarat
- Surat Police Make Special Drive: ગુજરાતમાં પ્રથમ વખત સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરીને પોલીસ ફરિયાદી બનીને શહેરના પાંચ જેટલા પોલીસ મથક વિસ્તારમાં વ્યાજખોરોની ઓફિસમાં દરોડા પાડીને કુલ 28 જેટલા ગુના દાખલ કરીને 28 જેટલા વ્યાજખોરોની અટકાયત કરીને આગળની કરવાથી હાથ ધરી છે.
Surat Police Make Special Drive- 28 જેટલા ગુના દાખલ કરીને અટકાયત કરાઈ
- સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે આક્રમક થઈ ને વ્યાજખોરો સામે મિશનની શરૂઆત કરી છે,
- સુરતના ઝોન 5 વિસ્તાર એટલે અડાજણ, ઉતરાણ, રાંદેર, અમરોલી, પાલ સહિતનાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતા વ્યાજખોરોના ધંધાઓ સામે લાલઆંખ કરીને દરોડા પાડવામાં આવ્યા છે,,
- સુરત પોલીસ દ્વારા હલાબોલ મિશન શરૂ કરીને એક દિવસમાં પાંચ પોલીસ મથક માં 28 જેટલા ગુના દાખલ કરીને 28 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરાઈ છે…
- જે લોકો દ્વારા ઉચા વ્યાજે નાણાં આપીને શહેરના લોકોને માનસિક ત્રાસ આપવાના બનાવો અવારનવાર વધી રહ્યા હતા,,,
- ત્યારે આ બાબતે સુરત પોલીસને અનેક ફરિયાદો મળ્યા બાદ વ્યજખોરો સામે સુરત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વની વાત એછે આ વ્યાજખોરો દ્વારા 2 થી 20 ટકા ના વ્યાજે લોકોને પૈસા આપીને પછી મૂળ રકમ કરતાં અનેક ઘણી રકમ વસૂલી લીધા બાદ પણ પોતાની મૂળ રકમ ઊભી ને ઊભીજ રાખતા હતા અને વ્યાજ પર વ્યાજ વસૂલીને પૈસા લેનાર ને પાયમાલ કરી દેતાં હોવાના ચોંકાવનારા કિસ્સા પણ પોલીસ સામે આવી ચુકીયા હતા જે કારણે પોલીસે દિવાળી સામે લાલઆંખ કરીને ખુદ ફરિયાદી બનીને કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે..
ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો ચલાવતા હતા
- વ્યાજખોરો નો ધંધો એ લોકોના લોહી ચૂસવાનો ધંધો છે કોઈ પણ કાળે નહી ચાલવી લેવામાં આવે તેવી વાત પોલીસ કમિશનરે કરી હતી વધુમાં પોલીસ કમિશનરે કહ્યું હતું શહેરના દરેક ખૂણે ખૂણેથી વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે..
- સુરત પોલીસે ફાયનારોની ઓફિસમાં દરોડા પાડીને કાર્યવાહી કરી છે હાલ તો પોલીસે 28 જેટલા વ્યાજખોરોની સામે કરાયેલ કાર્યવાહીમાં કુલ 32 ડાયરીઓ, તારીખ વગરના 34 ચેક.. 7 મોબાઈલ, 18 નાની મોટી એકાઉન્ટ ની બુકો કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે….
- સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે કે શહેરીજનો વ્યાજખોરોની ત્રાસમાં ફસાયા હોય તો પોલીસને તુરંત જાણ કરે અને પોલીસ તુરંત આવા સામે કાર્યવાહી કરવા તત્પર છે
આ પણ વાંચો :
Surat Police Arrest Rapeist – બાળકીને લાલચ આપીને પીંખી નાકવાના ઇરાદે અપહરણ કરનાર નરાધમ ઝડપાયો
આ પણ વાંચો :