HomeGujaratSurat Police With A.Ni.S : અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમનાં વડીલો સાથે દિવાળી...

Surat Police With A.Ni.S : અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમનાં વડીલો સાથે દિવાળી ઉત્સવ : India News Gujarat

Date:

 

Surat Police With A.Ni.S :અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા દ્વારા સુરત પોલીસ અને નિવૃત ફૌજી ગ્રુપ સાથે અનોખી દિવાળી ઉજવાય

Surat Police With A.Ni.S :: અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા દ્વારા સુરત પોલીસ અને નિવૃત ફૌજી ટીમ મળીને અનોખી દિવાળી ઉજવાય રહી છે.. આજે અનિસ દ્વારા વયોવૃદ્ધ વડીલો અને અનાથ બાળકો માટે વિશેષ દિવાળી મહોત્સવ ઉજવી ને વંચિત રહેલા લોકોમાં દિવાળી પર્વે ઉજાસ ફેલાવાનો પ્રયાશ કરાયો હતો.. ખરા અર્થમાં દિવાળી મહોત્સવ ઉજવણી નો ખાશ અહેવાલ તમે પણ નિહાળો..

અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા દ્વારા આજે સુરત ખાતે અનોખી રીતે દિવાળી મહોત્સવ ઉજવાય રહ્યો છે,, સુરત પોલીસ અને નિવૃત ફૌજી ગ્રુપ ની સાથે આયોજિત આજના આ કાર્યક્રમ માં સુરત નાં 7 જેટલા વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ નાં બાળકોને મલ્ટિપલેક્ષ ખાતે રામ સેતુ ફિલ્મ જોવા લવાયા છે,, દિવાળીનાં તહેવારમાં વયોવૃદ્ધ વડીલો અને અનાથ આશ્રમ માં રહેતા બાળકો આ ખુશાલી નાં અવસર થી વંચિત નાં રહી જાય એમાટે અનિસ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.. હાલમાં દિવાળી ઉત્સવ માં દેશભર માં લોકો પોતાના પરિવાર સાથે આજના દિવસને ઉત્સવ નાં રૂપમાં ઉજવી રહ્યા હોય ત્યારે વડીલોને અને અનાથ બાળકોને દિવાળી મહોત્સવ ઉજવણી માંથી વંચિત નાં રહી જાય એમાટે આયોજિત આ કાર્યકર્મ માં અંદાજે 225 જેટલા વડીલ વૃદ્ધો અને બાળકો ને તેઓના આશ્રય સ્થાન થી લઇ આવી ને રામ સેતુ ફિલ્મ દર્શાવાય હતી અને ત્યાર બાદ તેઓ સાથે રમત ગમત કરીને ફટાકડા ફોડીને અને ગિફટ તેમજ મીઠાઇ આપીને આજના દિવસ ને ઉજવવામાં આવ્યો હતો..

Surat Police With A.Ni.S : અનિસ સંસ્થા દ્વારા અનોખો પ્રયાસ અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમનાં વડીલો સાથે દિવાળી ઉત્સવ

 

અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા અવારનવાર આ પ્રકારનાં કાર્યકર્મો યોજીને વંચિત રહી ગયેલા અને જરૂરત મંદ વ્યક્તિઓને મદદ રૂપ ઠાવનો પ્રયાશ કરતાં રહે છે ત્યારે દેશભર માં તમામ લોકો પોતાના અને પરિવારના માટે વિચારે છે પણ અનિસ સંસ્થા અને ખાસ સુરત પોલીસ અને નિવૃત ફૌજી ગ્રુપ નાં સયુક્ત પ્રયાસ વડે આજે 225 જેટલા વડીલોને અને અનાથ બાળકો નાં જીવનમાં દિવાળી જેવા તહેવારે ખુશી ની લહેર આવી છે..

આ પણ વાંચો :

Surat Police Make Special Drive – વ્યાજખોરો સામે કરાઈ કાર્યવાહી

આ પણ વાંચો :

Surat Police Make Special Drive – વ્યાજખોરો સામે કરાઈ કાર્યવાહી

 

SHARE

Related stories

Latest stories