HomeGujaratSurat Police Detection : કેશકાંડમાં  આપ નું હવાલા કનેક્શન : India News...

Surat Police Detection : કેશકાંડમાં  આપ નું હવાલા કનેક્શન : India News Gujarat

Date:

 

Surat Police Detection : કેશકાંડમાં  આપ નું હવાલા કનેક્શન – આપના ઉમેદવાર પાસે સીએમ કેજરીવાલની સભા પહેલા અને બાદમાં ચાર વખત 41 લાખ રૂ. દિલ્હીથી મોકલવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો સુરત ગ્રામ્ય પોલીસે કર્યો છે

 

આપના ઉમેદવાર પાસે સીએમ કેજરીવાલની સભા પહેલા અને બાદમાં ચાર વખત 41 લાખ રૂ. દિલ્હીથી મોકલવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો સુરત ગ્રામ્ય પોલીસે કર્યો છે,,, આમ આદમી પાર્ટીના બારડોલીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની કારમાંથી લગભગ 20 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ ચોરી મામલે હવાલા અંગેનો એન્ગલ સામે આવ્યો છે. સુરત જિલ્લા પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે 9 ઓક્ટોબર ના રોજ કડોદરા ખાતે આયોજિત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જનસભા પહેલા તારીખ 6 અને 7 ઓક્ટોબર અને સભા બાદ તારીખ 11 અને 12 ઓક્ટોબર ના રોજ દિલ્હી થી આંગડિયા પેઢીના માધ્યમથી ચારમાં 41 લાખ રોકડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. આજ રોકડ રૂપિયામાંથી 20 લાખ રૂપિયાની ચોરી થઈ હતી અને જેની તપાસ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.
ગત 12મી ઓક્ટોબરે આમ આદમી પાર્ટી બારડોલીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની કારમાંથી લગભગ 20 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ ચોરી થઇ ગઈ હતી. કારમાં રહેલી કેશ કાચ તોડીને બે મોટરબાઈક સવારોએ લુંટી લીધી હતી પરંતુ બાદમાં તેમનો પીછો કરવામાં આવતાં તેઓ કેશ ભરેલી બેગ રસ્તામાં જ મુકીને ભાગી ગયા હતાં. હવે આ કેશકાંડમાં પોલીસે તપાસ કરતાં ચોકાવનારો ખુલાસો થયો છે આકાશ દિલ્હીની આંગડિયા પેઢી કે એમ આંગડિયા દ્વારા અમદાવાદ ખાતે આવેલી ગાંધી આંગડિયા પેઢીમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી સુરતના એસએમ આંગડિયા પેઢી ખાતે આ રકમ મોકલવામાં આવી. આ રકમ બારડોલી ખાતે રહેતા સૌરભ પરાશર નામના ઇસને મોકલવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના બારડોલી ના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી ઇકોસ્પોર્ટમાં તારીખ 12મી ઓક્ટોબર ના રોજ આંગડિયા મારફતે આવેલ 20 લાખ રૂપિયા મૂકવામાં આવ્યા હતા તે દરમિયાન અમદાવાદની છારા ગેંગના સભ્યોએ 20 લાખ રોકડા કારના કાંચ તોડી નાસી ગયા હતા. એક સ્થાનિક યુવકે તેમનો પીછો કરતા આ લોકોએ રોકડ રૂપિયાથી ભરેલી બેગ રોડ પર ફેંકીને નાસી ગયા હતા.

Surat Police Detection : કેશકાંડમાં  આપ નું હવાલા કનેક્શનબારડોલી ખાતે દિલ્હીથી આંગડિયાના માધ્યમથી મોકલવામાં આવેલી 20 લાખ રોકડા કારના કાંચ તોડી નાસી ગયા હતા,, આ રકમ સૌરભ પરાશરના નામથી મોકલવામાં આવી હતી,,, સેન્ટ્રલ એજન્સી પણ કરી શકે છે તપાસ

જ્યારે ચોરીની આ ઘટના બની હતી ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારે જણાવ્યું હતું કે આ રકમ તેમના ડ્રાઇવરની છે પરંતુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે જેને તેઓ ડ્રાઇવર જણાવી રહ્યા છે તે સૌરભ પરાસર મૂળ બિહારનો રહેવાસી છે. એટલું જ નહીં તેઓ ઉમેદવારના ડ્રાઇવર પણ નથી આમ આદમી પાર્ટીના કાર્યકર છે. ચાર વાર આંગડિયા પેઢીથી જે રોકડ રકમ આવી છે તે સૌરભ પરાશરના નામથી મોકલવામાં આવી હતી. આંગડિયા પેઢીના કાગળ પર કોડવડ થી રકમ લખવામાં આવી હતી જેની તપાસ પણ પોલીસે કરી છે. આ સમગ્ર મામલે સુરત એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે બારડોલીના ઉમેદવાર ને અમે અગાઉ પણ સમન્સ મોકલી ચૂક્યા છે પરંતુ તેઓ સંપર્કમાં નથી અમે બીજી વાર પણ તેમને સમન્સ મોકલાવીશું.
અગત્યની વાત છે કે ક્યારે પણ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે જે રીતે હવાલા રેકેટ સામે આવ્યું છે તેના કારણે આવનાર દિવસોમાં વધુ એક પોલીસ ફરિયાદ આ અંગે થઈ શકે તેવી શક્યતાઓ સર્જાય છે જેના કારણે આમ આદમી પાર્ટીની મુશ્કિલોમાં વધારો થઈ શકે છે હાલ જે રીતે દિલ્હીથી ગુજરાતના શહેરોમાં ચૂંટણી પહેલા લાખો રૂપિયા આંગડિયા પેઢીના માધ્યમથી મોકલવામાં આવ્યા છે તેના કારણે હવાલા રેકેટની તપાસ સેન્ટ્રલ એજન્સીને સોપાય તેવી પણ શક્યતાઓ પ્રબલ જોવા મળી રહી છે

SHARE

Related stories

Latest stories