સ્થાઈ સમિતિની બેઠક મળી -India News Gujarat
- 41 કામો માંથી 39 કામો મંજુર કરાયા
- swimming poolની ફી માં GST બાબતે ચર્ચા કરાઈ
સુરત મહાનગર પાલિકાની ગુરુવારના રોજ મળેલી સ્થાઈ સમિતિની બેઠક મળી હતી.જેમાં કુલ 41 કામો માંથી 39 કામોને મંજુર કરાયા.જ્યાં એક અગત્ય નું કામ પાલિકા સંચાલિત સ્વિમિંગપુલ ની ફી પર GST નું હતું.અને swimming pools ની ફી માં GST બાબતે ચર્ચા કરાઈ હતી. – LATEST NEWS
મનપા સંચાલિત swimming pools ની ફી નો GST ચાર્જ પાલિકા ભરશે
સુરત મહાનગરપાલિકા સંચાલિત 17 તરણ કૂંડોમાં સભ્યો પાસેથી પ્રવેશ ફી , રીન્યુઅલ ફીની ૨કમ સાથે 18 ટકા જીએસટી વસૂલવાની વિભાગની દરખાસ્ત સ્થાઈ સમિતિ શરતી મંજૂર કરી છે . નિયમ મુજબ , સભ્યો પાસેથી પ્રવેશ ફી રીન્યુઅલ ફી સાથે વસૂલવા પાત્ર GST ની ૨કમ મનપા ભોગવશે . એટલે કે ,સભ્યોની ફી પર GSTની રકમ સરકાર ચૂકવશે , પરંતુ આ રકમનો ભાર સભ્યો પર પડશે નહીં .મનપા આ ભારણ ઉઠાવશે .
સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે , અગાઉ એક્વેરિયમની મુલાકાત લેનારા લોકો પાસેથી વસૂલાતી પ્રવેશ ફી પર જીએસટી વસૂલવાની કન્સલટન્ટના અભિપ્રાય મુજબ રજૂ થયેલ દરખાસ્ત અન્વયે પણ GSTની ૨કમનો ભાર શહેરીજનો પર ન નાખતાં મનપાએ ઉપાડવાનો નિર્ણય કર્યો હતો . આ જ પોલિસી swimming pools ના સભ્યોની ફી માટેપણ યથાવત રાખવામાં આવી છે . મનપા દ્વારા પ્રવેશ ફી પર વસૂલાનારી 18 ટકા GSTની રકમની ચૂકવણી કરવામાં આવશે . – LATEST NEWS
આમ, સૌથી અગત્યનું કામ તરણકુંડોમાં પ્રવેશ અને રીન્યુઅલ માટે ફી પર 18 ટકા GST વસૂલવા બાબતનું હતું જેને સ્થાયી સમિતિએ બ્રેક મારી છે. હવે લોકોના શિરે આર્થિક ભારણ નહીં આવે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન જાતે જ GSTની રકમ ચુકવશે. – LATEST NEWS
તમે આ વાંચી શકો છો: Diamond Industry : હીરાની નિકાસમાં 18 ટકાનો વધારો
તમે આ વાંચી શકો છો: Rising of Vegetable Price-શાકભાજી ના ભાવમા વધારો