વલસાડ શહેરના તિથલ રોડ વિસ્તારમાં રહેતા અને વલસાડની ખાનગી બેકમાં ફરજ બજાવતા અધિકારીની પત્નીએ કોઈક કારણોસર ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધું હતું..પરિણીતાએ ફાંસો ખાઈ લેવાની ઘટનાએ અનેક રહસ્યો સર્જાયા છે.જે અંગે વલસાડ સીટી પોલીસે અકસ્માત મોત મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
બેંક અધિકારીની પત્નીએ રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી દેતા ચકચાર મચી
વલસાડ શહેરના તિથલ રોડ સ્થિત પુષ્પક મકાન, અવધૂત સોસાયટી ખાતે કુંજનભાઈ હર્ષદભાઈ દેસાઈની માલિકીના મકાનમાં હાલે રહેતા અને મૂળ કુસુમિલીયા ગામ તા.ઔરાઈ જી.જાલોન ના રહીશ અજિતસિંગ અમરસીંગ રાજપૂત ઉ.વ ૩૫ વલસાડ ખાતે આવેલ આઈ.ડી.બી.આઈ બેંકમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમની પત્ની રીનાબેન સાથે રહે છે. બનેએ ગત તા ૦૫/૦૨/૨૪ ના રોજ સિવિલ મેરેજ કરી લીધા હતા.જે બાદ રીનાબેન ગત તા ૧૭/૦૨/૨૪થી અજિતસિંગ સાથે વલસાડ ખાતે રહે છે.ગત રોજ પતિ પત્ની ઘરે હાજર હતા તે દરમિયાન સવારે ૯ વાગ્યે અજિતસિંગના પિતાનો ફોન કરી જે યુવતી સાથે તેણે પ્રેમ લગ્ન કર્યું હોય જેથી સમાજમાં બદનામી થઈ રહી હોવાનું જણાવ્યું હતું.જે વાત રીનાબેને પણ સાંભળી હોય તેણી ઉદાસ થઇ ગઈ હતી.ખાતે પહોંચ્યા હતા અને કામકાજ પતાવીને ઘરે પરત આવ્યા હતા.ઘરે આવ્યા બાદ રીનાબેનનો મોબાઈલ ફોન હોલના વચ્ચે મળી આવતા અને રીનાબેન નજરે નહિ પડતા, અજિતસિંગ બેડરૂમ પાસે આવેલ બેડરૂમનો દરવાજો ખખડાવીને, પત્નીને દરવાજો ખોલવા જણાવ્યું હતું.પત્ની એ દરવાજો નહિ ખોલતા અજિતસિંગને પત્ની ઉદાસ હોય,તેણીએ દરવાજો નહિ ખોલ્યો હોવાનું વિચારી,તેમના મિત્ર ધવલ ચૌધરીના ઘરે ચાલ્યા ગયા હતા.
જે બાદ પરત ઘરે આવીને તેમણે બેડરૂમ નો દરવાજો ખખડાવ્યો હતો.પરંતુ રીનાબહેન એ દરવાજો ખોલ્યો નહતો.જેથી છેવટે અજીતસિંગ એ બાથરૂમનો દરવાજાને તોડીને બેડરૂમમાં પહોંચ્યા હતા.બેડરૂમમાં પત્ની રીનાબેન બેડરૂમના છતના ભાગે ફીટ કરવામાં આવેલ હિંચકાના કડા પર દુપટ્ટા વડે ફાંસો ખાધેલી મૃત હાલતમાં મળી આવી હતી.જે બાબતે અજિતસિંગે ઘટનાની જાણ તેના મિત્ર વિપુલભાઈ ને કરી હતી.જે બાદ વલસાડ સીટી પોલીસ ને જાણ કરતા પોલીસે આ મામલે આગળની તપાસ શરુ કરી છ.