HomeGujaratSpecial Train For Ram Devotees: પ્રભુ શ્રીરામલલ્લાના દર્શન માટે વાપી-વલસાડથી 1344 ભક્તો...

Special Train For Ram Devotees: પ્રભુ શ્રીરામલલ્લાના દર્શન માટે વાપી-વલસાડથી 1344 ભક્તો ટ્રેનમાં અયોધ્યામાં જવા નીકળ્યા – INDIA NEWS GUJARAT

Date:

Special Train For Ram Devotees: અયોધ્યા પ્રભુ શ્રી રામલલ્લાજી દર્શનાર્થે વાપી અને વલસાડ રેલવે સ્ટેશનથી મોટી સંખ્યામાં ભક્તો “અયોધ્યા દર્શન” “આસ્થા સ્પેશીયલ ટ્રેન” મારફતે રવાના થયા હતા. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી સતત આજ રીતે જુદીજુદી જગ્યાએ થી રામ ભક્તો નું મંદિરે દર્શન કરવા માટે જવાનું શરૂ થયું છે જે અવિરત ચલાયું છે.

અયોધ્યા પ્રભુ શ્રીરામ ના દર્શન માટે ટ્રેનનું પ્રસ્થાન

વલસાડ જિલ્લાની લોકસભા બેઠકની 7 વિધાનસભા બેઠકના 1344 રામ ભક્તો માટે અયોધ્યા સ્પેશ્યલ ટ્રેન વાપી અને વલસાડથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. ઉમરગામ, પારડી અને કપરાડા વિધાનસભા બેઠકના રામ ભક્તો અને ભાજપના કાર્યકરો માટે વાપી રેલવે સ્ટેશનથી વ્યવસ્થા કરવામાં આવી હતી. અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ 22 જાન્યુઆરીએ રામલલ્લા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાની કલાત્મક પ્રતિમાનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ રામ ભક્તો 7મી ફેબ્યુઆરીના રામલલાના દર્શન કરશે અને 8મી ફેબ્યુઆરીના રોજ અયોધ્યા રેલવે સ્ટેશનથી વલસાડ આવવા રવાના થશે. 10 ફેબ્યુરીએ તમામ રામ ભક્તો વલસાડ જિલ્લામાં પરત આવશે.

Special Train For Ram Devotees: દરેક જગ્યાએથી ટ્રેન મારફતે અયોધ્યા પહોંચતા ભક્તો

વાપી રેલવે સ્ટેશન પર ડાંગના વિજય પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ઉષાબેન જી.પટેલ,પાલિકા પ્રમુખ કાશ્મીરા હેમલ શાહ, શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, ઝેડઆરયુયુ મેમ્બર જોય કોઠારી સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની સૂચના અને માર્ગદર્શન મુજબ ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામજીના મંદિરે રામલલ્લાજી દર્શને વાપી, વલસાડ, વ્યારા ખાતે થી ભક્તો મોટી સંખ્યામાં “અયોઘ્યા દર્શન”, “આસ્થા સ્પેશિયલ ટ્રેન” મારફતે રવાના થયા હતા. વાપી અને વલસાડ રેલવે સ્ટેશન ખાતે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, વિવિધ મોરચાના કાર્યકર્તાઓ, રેલવે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories