HomeGujaratShrimad Rajchandraji:ભારતના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી...

Shrimad Rajchandraji:ભારતના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક-India News Gujarat

Date:

  • Shrimad Rajchandraji: પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવા આદરેલ મૂક યજ્ઞની પ્રશંસા કરી

મંત્રીશ્રી અમિત શાહ એ લીધી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ની મુલાકાત

  • જેમના તત્વબોધ થકી અનેક પેઢીઓને આધ્યાત્મિક માર્ગદર્શન મળી રહ્યું છે, એવા આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીના સન્માન અર્થે આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતના ધરમપુર ખાતે આવેલ પવિત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી હતી.
  • અહીં શ્રી અમિતભાઈ શાહ યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીના મહામસ્તકાભિષેકના પાવન અનુષ્ઠાનમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સાથે જોડાયા હતા

આ પ્રસંગ, શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે માનનીય મંત્રીશ્રીના ગહન આદરને દર્શાવે છે.

  • શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ એ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક છે જે આત્મવિકાસના ઉચ્ચ ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરવા એક આધ્યાત્મિક અભયારણ્ય સમાન છે.
  • માનનીય મંત્રી શ્રી અમિતભાઈએ આ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સુપ્રસિધ્ધ તીર્થમાં વિદ્યમાન અને ભવિષ્યની પેઢીઓ માટે ધર્મના સનાતન સિદ્ધાંતોની ધજા ફરકાવતા શ્રી ધરમપુર તીર્થ જિનમંદિરમાં ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લીધો હતો.
  • આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના નાણાં મંત્રી માનનીય શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ મંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી, અને વલસાડના સાંસદ માનનીય શ્રી ધવલભાઈ પટેલ અને મિશનના ઉપ-પ્રમુખ આત્માર્પિત નેમીજી પણ ઉપસ્થિત હતા.
  • આ અવસરે માનનીય શ્રી અમિતભાઈએ કહ્યું હતું કે, “શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક કરતી વખતે મને આનંદ અને શાંતિની ઊંડી અનુભૂતિ થઈ છે.
  • હિમાલયની કંદરાઓમાં જઈ પ્રાપ્ત ઘણા યોગીઓ કરી શકે છે, પણ શ્રીમદ્જીએ સમાજની વચ્ચે રહી લોકો માટે મોક્ષનો માર્ગ કંડાર્યો એ સંસાર પર તેમનો ખૂબ મોટો ઉપકાર છે.

મહામાનવ અને ઈશ્વરતુલ્ય એવા શ્રીમદ્જીને શ્રદ્ધાંજલિ અર્પું છું.

  • પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવાનો મૂક યજ્ઞ આરંભ્યો છે.
  • આધ્યાત્મિક માર્ગદર્શન હોય કે સેવા, શિક્ષા સ્વાસ્થ્ય અને જરૂરિયાતમંદોની સહાય કરવાની હોય, પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના નેતૃત્વ હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.’’
  • મંત્રીશ્રી અમિત શાહ પુજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સાથે ભવ્ય મહામસ્તકભિષેકમાં જોડાયા
  • તેમની મુલાકાત દરમિયાન માનનીય શ્રી અમિતભાઈએ આગામી શ્રીમદ્ રાજચંદ્ર અહિંસા સેન્ટરની ઈંટનું પૂજન કર્યું હતું.
  • આ અહિંસા સેન્ટર તમામ જીવો પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને કરુણા કેળવવા માટે સમર્પિત સ્થળ બની રહેશે.
  • અહીં મલ્ટી-સેન્સરી વોકથ્રુ, 4-ડી ડિજિટલ એક્સપિરિયન્સ જેવી શૈક્ષણિક અને મનોરંજક સુવિધાઓ દ્વારા પ્રાણીઓ અને પ્રકૃતિ સાથે મનુષ્યના ગાઢ જોડાણને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ આ પ્રસંગે માનનીય શ્રી અમિતભાઈ શાહને આવકારતાં કહ્યું હતું કે “આપ ભારતીય મૂલ્યો, ભાવનાઓ અને સંસ્કૃતિના સરંક્ષણ માટે સતત કાર્યશીલ છો.
  • સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ ૨૦૪૭ માટે આપના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સમાજ ઉન્નતિના સર્વ આયોજનોમાં ભારત સરકાર સાથે કદમથી કદમ મિલાવી ચાલી રહ્યું છે અને આગળ ચાલવા કટિબદ્ધ છે.
  • આપના પ્રયત્નોથી દેશ ઉન્નત બને અને સાચા અર્થમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય એ જ પરમકૃપાળુદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું”
    આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતાના આ ઐતિહાસિક મિલને હાજર રહેલા હજારો સાધકોના હૃદયમાં એક ઊંડી છાપ છોડી હતી.
  • આ પ્રસંગ દર્શાવે છે કે શ્રીમદ્ રાજચંદ્રજી જેવા મહાન ભારતીય સંતો દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતોના પાયા પર ભારત અમૃત કાલના સ્વપ્નને સાચા અર્થમાં પરિપૂર્ણ કરવા માટે સક્ષમ છે.


માનનીય મંત્રીશ્રીએ મુલાકાત દરમિયાન કરવામાં આવેલ ભાષણની ઑફિશિયલ વિડીયો:


HM Shri Amit Shah at Annual Program of Shrimad Rajchandra Mission Dharampur, Gujarat.


Video highlights:

Shri Amit Shah, Hon. Minister of Home Affairs at Shrimad Rajchandra Ashram, Dharampur

તમે આ પણ વાંચી શકો છો :

Stock Market Crash?:શું 2025માં પણ શેરબજાર તૂટી શકે છે? રોકાણ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

તમે આ પણ વાંચી શકો છો :

Goa Tourism:ગોવાની ઈમેજ હિટ થઈ રહી હોવાથી, પર્યટન મંત્રીએ ‘પેઈડ ઈન્ફલ્યુન્સર્સ’ સામે ટીખળ કરી: ‘ફ્રી લંચ એન્ડ સ્ટે’ લો

SHARE

Related stories

Latest stories