HomeToday Gujarati NewsSchool Bus Accident: હાઇવા ડમ્પર અને સ્કૂલ બસ વચ્ચે સર્જાયો અકસ્માત, બસ...

School Bus Accident: હાઇવા ડમ્પર અને સ્કૂલ બસ વચ્ચે સર્જાયો અકસ્માત, બસ ચાલક, શિક્ષક સહિત 25 જેટલા વિદ્યાર્થીઓને ઈજા – INDIA NEWS GUJARAT

Date:

School Bus Accident: માંડવીના ઉશ્કેર ગામ નજીક હાઇવા ડમ્પર અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, બસ ચાલક, શિક્ષક સહિત 25 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાછે તો ઘટના બાદ ટ્રક ચાલક ડમ્પર મૂકી ભાગી ગયો હતો.

School Bus Accident: ઘટના બાદ ટ્રક ચાલક ડમ્પર મૂકી ભાગી ગયો

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી. ઉશ્કરે ગામ ખાતે આવેલ સરસ્વતી શાળાની બસ વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને લઈને શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન ઉશ્કેર ગામ નજીક હાઇવા ડમ્પર અને સ્કૂલ બસ સામ સામે અથડાયા હતા. બનેલ અકસ્માતની ઘટનાને લઇને સ્કૂલ બસ ચાલક, એક શિક્ષક સહિત 25 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થતા તેઓને તાત્કાલિક માંડવી તાલુકાના તડકેશ્વર ગામ ખાતે આવેલ શિફા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બનેલ અકસ્માતની ઘટનાને લઈને હાઇવા ડમ્પર ચાલક ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ મોકલવાની જગ્યાએ સ્થળ પર હાઇવા ડમ્પર મૂકી ભાગી ગયો હતો. બનેલ અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. ઇજાગ્રસ્ત શિક્ષક, બસ ચાલક અને વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડયા હતા. હાલ માંડવી પોલીસે અકસ્માતગ્રસ્તો ના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. માંડવી પોલીસ મથકના ASI જશવંત ભાઈએ જણાવ્યું હતું કે બનેલ અકસ્માતની ઘટનામાં બસ ચાલક, શિક્ષિકા સહિત 25 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ છે. અમારી ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તના નિવેદનો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

તમે આ પણ વાંચી શકો છો:

T20 World Cup 2024: રોહિત શર્માને લઈને સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન, કેપ્ટનશિપને લઈને કહી મોટી વાત

તમે આ પણ વાંચી શકો છો:

Vidya Balanના નામનો ઉપયોગ કરીને આ રીતે કરવામાં આવ્યું કૌભાંડ, આખો મામલો જાણીને તમે ચોંકી જશો.

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories