જાણો ક્યાં બનશે ટાઈગર Safari Parkનો સમગ્ર પ્રોજેક્ટ?
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે ટાઈગર સફારી પાર્ક પણ બનશે આકર્ષણનું કેન્દ્ર
મોટાભાગે આપણે જોયું છે કે પ્રવાસીઓ જ્યારે પણ બહારગામથી આવે છે ત્યારે જોવાલાયક સ્થળોના વિઝીટ માટે ઉત્સાહી હોય છે ત્યારે હવે પ્રવાસીઓ માટે ટાઈગર સફારી પાર્ક પણ એક નવું નજરાણું બની રહેશે. ટાઈગર સફારી પાર્ક પ્રોજેક્ટની તૈયારી માટે વન વિભાગ દ્વારા એક કન્સલ્ટન્ટની પણ નિમણૂંક કરવામાં આવી છે, જે ત્રણ મહિનામાં પ્રોજેક્ટ, ટુરિઝમની સુવિધાનો અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરશે. દેશ-વિદેશમાં કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવતા મુસાફરો હવે થોડે દૂર તૈયાર થનારા ટાઈગર સફારી પાર્કની પણ મુલાકાત લઈ શકશે. Safari Park , Latest Gujarati News
જાણો ક્યારે પહેલી વખત વાઘે દિધી હતી દસ્તક
રાજ્યમાં વર્ષ 2019માં મહીસાગર જિલ્લામાં મધ્યપ્રદેશથી 300 કિલોમીટરની સફર કરીને એક વાઘ પહોંચ્યો હતો. ત્યારે હવે ડાંગની હદમાં વાઘ જોવા મળ્યાના ત્રણ દાયકા બાદ રાજ્યના વન વિભાગ દ્વારા સાપુતારા નજીક સમઢણ રેન્જમાં ટાઈગર સફારી પાર્કની સ્થાપના કરવામાં આવી રહી છે. Safari Park , Latest Gujarati News