ગોંડલના રીબડામાં ડાયરાની મોજમાં રૂપિયાનો વરસાદ
ડાયરાની મોજમાં રૂપિયાનો વરસાદ:Rupee rain in dayra:રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર રીબડા ગામે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાત્રિના સમયે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં કલાકારોએ ગીતો અને ભજનોની રમઝટ બોલવતાં લોકો મન મૂકીને વરસ્યા હતા. લોકડાયરામાં કોથળા મોઢે રૂપિયા ઊડતા ચારેતરફ રૂપિયા જ રૂપિયા જોવા મળ્યા હતા તેમજ ભાજપના નેતાઓ પર પણ 100 અને 500ની નોટો વરસાદ થયો હતો. સ્ટેજ અને આસપાસની જગ્યામાં નજર પડે ત્યાં 100 અને 500 ની નોટો જોવા મળી હતી
ખ્યાતીનામ કલાકારોએ લોકગીતો લલકાર્યા
ડાયરાની મોજમાં રૂપિયાનો વરસાદ:Rupee rain in dayra:રીબડાના લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, બ્રિજરાજદાન ગઢવી, સાંઈરામ દવે સહિતના કલાકારોએ લોકગીત, ભજન, દેશભક્તિનાં ગીત, લોકસાહિત્ય પીરસી લોકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. તો લોકોએ પણ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. લોકડાયરામાં એટલા રૂપિયા ઊડ્યા કે સ્ટેજ પર 20, 100 અને 500 રૂપિયાની નોટના થર જામી ગયા હતા. આ લોકડાયરામાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર અને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા પર લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.
રીબડા ગામે શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજન
ડાયરાની મોજમાં રૂપિયાનો વરસાદ:Rupee rain in dayra:ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે 26 મે સુધી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં વ્યાસપીઠ પરથી રમેશ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે. રીબડા ખાતે મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ભાઈશ્રીની કથાનું શ્રવણ કરવા ગોંડલ અને રાજકોટ આસપાસનાં ગામો થી ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.
શ્રીમદ્ ભાગવત મહોત્સવમાં તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું
ડાયરાની મોજમાં રૂપિયાનો વરસાદ:Rupee rain in dayra:આ કથામાં 23 મેને સોમવારે શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ યોજાયો હતો તેમજ આજે મંગળવારે ગોવર્ધન પૂજા અને 25 મેને બુધવારના રોજ રુક્મિણી વિવાહ પ્રસંગ યોજાશે. રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ દરમિયાન સંતવાણી કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજાની પ્રેરણાથી જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત મહોત્સવમાં તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ પણ વાંચી શકો છો :સુરતની ઘારી:Ghari of Surat:INDIA NEWS GUJARAT
આ પણ વાંચી શકો છો :રેવન્યુ સ્ટેમ્પ:Revenue stamp:INDIA NEWS GUJARAT