HomeToday Gujarati NewsRs.1 Crore Cheating Case: એક કરોડની ચીટિંગના વોન્ટેડને પુનાથી ઝડપી પાડ્યો, ડિલિવરી...

Rs.1 Crore Cheating Case: એક કરોડની ચીટિંગના વોન્ટેડને પુનાથી ઝડપી પાડ્યો, ડિલિવરી બોય બની પોલીસે ચીટરને ઝડપ્યો – INDIA NEWS GUJARAT

Date:

Rs.1 Crore Cheating Case: ઈચ્છાપોરે પોલીસે છેલ્લાં એક વર્ષથી એક કરોડ રૂપિયાની ચીટિંગના કેસમાં ફરાર એવા વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના પુનાથી ઝડપી પાડ્યો હતો. ફૂડ ડિલિવરી બોય બનીને પોલીસે ચીટરને પકડ્યો હતો. હાલ પોલીસ આરોપી બીજા કેટલા લોકોને છેતર્યા છે એની તપાસ કરી રહી છે.

એક કરોડના ચીટિંગ કેસમાં એક વર્ષથી હતો ફરાર

છેતરપિંડી કરીને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા ચલાવાય રહેલી મુહિમમાં પોલીસને મોટી સફળતા મળી છે.. જેમાં એક વર્ષ પૂર્વે બનેલા બનાવમાં ઇચ્છાપોર જીઆઇડીસીમાં કાગળનો માલ ઓર્ડરથી મંગાવી અન્ય જગ્યાએ ડિલિવરી કરી એક કરોડની ઠગાઈ કરી ચીટર નૈમેષ ઠક્કર નાસી ગયો હતો. કોઇપણ રીતે તે પોલીસના હાથમાં આવતો ન હતો. 43 વર્ષીય ચીટર નેમેષ નરેન્દ્ર બળદેવ મહારાષ્ટ્રના પુનામાં હોવાની બાતમી મળી હતી. જેમાં ઈચ્છાપોર પીઆઇ ગોહિલની સૂચનાથી સ્ટાફે કાર્યવાહી કરી હતી.

Rs.1 Crore Cheating Case: ડિલિવરી બોય બની પોલીસે ચીટરને ઝડપ્યો

આરોપી એટલો ચાલાક હતો કે મોબાઇલનો ઉપયોગ પણ કરતો ન હતો અને થોડા થોડા દિવસોમાં જગ્યા બદલતો રહેતો હતો. નૈમેષ અવાર નવાર સ્વીગીમાંથી જમવાનું મંગાવતો હતો. આથી પોલીસે પહેલા સ્વીગીના ડિલિવરી બોયનો સંપર્ક કરી આરોપીનું ઘર શોધવા માટે 2-3 દિવસ સુધી પોલીસે ડિલિવરી બોય બની તે વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપીએ સ્વીગીમાંથી જમવાનું મંગાવતા પોલીસે તેને પકડી લીધો હતો. નૈમેષ ઠક્કર સામે મોરબી અને ઈચ્છાપોર પોલીસમાં 1 કરોડની ઠગાઈના ગુનામાં વોન્ટેડ હતો. આરોપી કાગળની દલાલીનું કામ કરતો હતો.

ગુનેગાર ગમેતેટલો ચાલક હોય પોલીસના હાથે એકના એક દિવાસ જરૂર ચઢે છે,, આ કેસમાં પણ આરોપી પોલીસથી બચવા ખૂબ ચાલાકી વાપરી હતી પણ આખરે કુનેહ પૂર્વક કરેલી તપાસ બાદ આરોપીને ફૂડ ડિલેવરી વાળા બની ને ઝડપી પડાયો છે.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

Latest stories