HomeGujaratRobbery - કરોડો રૂપિયાના હીરા - કેશ રૂપિયા ની લુંટ ચલાવી હતી...

Robbery – કરોડો રૂપિયાના હીરા – કેશ રૂપિયા ની લુંટ ચલાવી હતી : India News Gujarat

Date:

 

Robbery – અમદાવાદ નજીક આંગણિયા કર્મચારીને લૂટનાર ગેંગનો મુખ્ય સૂત્રધારને સુરત પોલીસે ઝડપી પડ્યો

  • Robbery : અમદાવાદ ગ્રામ્યના હાઈવે ઉપર ટ્રાવેલ્સને આંતરી હથિયાર ધારી ટોળકીએ ટ્રાવેલ્સમાં સવાર આંગડીયાના કર્મચારીઓ પાસેથી હિરા તથા રોકડ રકમ મળી બે કરોડથી વધુ રૂપિયાના ધાડના ગુન્હાનો પ્લાન ઘડનાર મુખ્ય સુત્રધાર આરોપીને દબોચી લેતી સુરત શહેર પી.સી.બી. પોલીસ..
  • અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદ વિસ્તારમાંથી ગુંદી ગામ પાસેથી પસાર થતા હાઈ-વે ઉપર અમરેલી થી સુરત જતી “રામદેવ ટ્રાવેલ્સ” ની લકઝરી બસમાં લૂંટ અને ધાડ પાડવાના ઈરાદાથી હથીયારો સાથે પસેન્જરના સ્વાંગમાં મુસાફરી કરી ટ્રાવેલ્સમાં બેસેલ આંગડીયા પેઢીના કર્મચારીઓને અન્ય લુટારૂઓ સાથે મળી કરોડો રૂપિયા હિરા તથા રોકડ રૂપિયાની લુંટ ને અંજામ આપવામાં આવેલ હતો જે ગુન્હામાં લુંટના મુદ્દામાલ સાથે નવ જેટલા આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય તથા આંણદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ હતા
  • જે આરોપીઓની પુછપરછમાં તેઓએ જણાવેલ કે, આ સમગ્ર લુંટનો પ્લાન ઘડનાર અને ટીપ આપનાર ગેંગનો મુખ્ય સુત્રધાર આરોપી સુરત ખાતે રહે છે. જેથી આ આરોપીને ઝડપી પાડવા પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્યનાઓએ સુરત શહેર પોલીસ કમિશ્નરનો સંપર્ક કરતા તેઓએ સમગ્ર બનાવની હકીકતથી વાકેફ થઈ આ મુખ્ય સુત્રધાર આરોપી સુરત શહેર છોડી નાસી જાય તે પહેલા તેને તાત્કાલીક ઝડપી પાડવા પી.સી.બી.ને સુચના આપવામાં આવેલ જે સુચના મુજબ પી.સી.બી. પોલીસ દ્વારા આ લુંટનો મુખ્ય સુત્રધાર આરોપી હિરેન ધીરૂભાઈ આકોલીયા ઝડપી પાડેલ છે. આરોપીની પુછપરછમાં તેણે ચોંકાવનારો ખુલાસો કરેલ કે,
  • પોતે સને-૨૦૧૧ થી સુરત નાના વરાછા વિસ્તારમાં આવેલ “રામદેવ ટ્રાવેલ્સ” ના માલીક રમેશભાઈ વસોયાની ઓફીસમાં હિસાબ કિતાબનુ કામકાજ કરતો હતો. ત્યારે તેને જાણવા મળેલ કે, અમરેલી ખાતેથી હમેંશા સાત આંગડીયા પેઢીવાળા સુરત ખાતે હિરા તથા રોકડ રકમની મોટા પાયે હેરાફેરી “રામદેવ ટ્રાવેલ્સ” માં કરતા હોય અને દિવાળીના સમયમાં તેમની પાસે પૈસા પણ વધારે હોવાની હકીકતથી પોતે પુર્ણ રીતે વાકેફ હતો
  • તેમજ તે અમરેલી થી સુરતના રસ્તાથી પણ પુર્ણ રીતે વાકેફ હતો. ત્યારબાદ રામદેવ ટ્રાવેલ્સના માલીક તેને પગાર ઓછો આપતો હતો અને તે પણ સમયસર આપતો ન હતો જેથી તેણે સને-૨૦૨૦ માં રામદેવ ટ્રાવેલ્સની ઉપરોક્ત નોકરી છોડી પોતાનો રેતીનો કમિશનથી ધંધો ચાલુ કરેલ પરંતુ લોકડાઉનના કારણે ધંધો બંધ થઈ ગયેલ હતો અને તેની ઉપર ૪૦ લાખ જેટલુ દેવુ થઈ ગયેલ હતુ જેથી તે શોર્ટકટમાં કેવી રીતે પૈસા કમાવવા તે ઉપાય શોધતો હતો

 

Robbery – કરોડો રૂપિયાના હીરા કેશ રૂપિયા ની લુંટ ચલાવી હતી- અન્ય જિલ્લા પોલીસ સાથે સંકલન કરીને અપરાધીને પકડ્યો

 

  • અમદાવાદ ખાતે રહેતો રાજુ હઠીલા નામનો તેનો મિત્ર તેને મળેલ અને તેને પૈસાની ખુબ જરૂરીયાત હોવાની વાત કરતા જેથી પોતાને પણ પૈસાની જરૂરત હોય તે વાત થયેલ જેથી રાજુ હઠીલાએ તેના કોન્ટેક્ટમાં રહેલ મહારાષ્ટ્રની એક લુંટ કરતી ગેંગની વાત કરતા પોતે રાજુ હઠીલાને રામદેવ ટ્રાવેલ્સમાં સાત માણસો દ્વારા હમેંશા આંગડીયા પેઢીના કરોડો રૂપિયાની હેરાફેરી કરતા તેઓને લુંટવાની વાત કરતા તેણે,
  • રાજુ હઠીલા તથા મહારાષ્ટ્ર નાસીકની ૧૬ માણસોની ગેંગના સભ્યોને કામરેજ ખાતે બોલાવી તેમની સાથે કઈ તારીખે પૈસા વધુ આવશે અને તે ટ્રાવેલ્સને કઈ જગ્યાએ કેવી રીતે લુંટવી તે તમામ પ્લાન જાતે ઘડી આ ગુન્હાને અંજામ આપવાનો પ્લાન બનાવેલ તેના પ્લાન મુજબ ૧૧ લુંટારૂઓને અમરેલી ખાતે મોકલી તેમને પેસેન્જર તરીકે અમરેલી થી સુરત ખાતે આવતી જય રામદેવ ટ્રાવેલ્સમાં તમંચા જેવા હથીયારો સાથે બેસી અને બીજા છ માણસો ચાર ફોરવ્હિલ કારમાં અમદાવાદ ગ્રામ્યના કોઠ પોલીસ સ્ટેશન હદ્દ વિસ્તારમાં હાઈવે ઉપર આવેલ ગુંદી ગામ પાસે સુમસામ રસ્તાની વચ્ચે ઉભા રહેવા જણાવી થોડીવાર બાદ ટ્રાવેલ્સ ત્યાંથી પસાર થાય ત્યારે ફોરવ્હિલ કારવાળા ટ્રાવેલ્સને આંતરી ઉભી રખાવી ટ્રાવેલ્સમાં બેસેલ લુંટારૂઓએ તંમચો બતાવી ટ્રાવેલ્સમાં સવાર આંગડીયાના કર્મચારીઓને ધમકાવી તેમની પાસે રહેલ કરોડો રૂપિયાના હિરા તથા રોકડ રૂપિયા ભરેલ બેગોની લુંટ કરી ગુન્હાને અંજામ આપવાની હકીકત જણાવેલ હતી અને આ લુંટમાં તેને લુંટની રકમનો ૧૦% હિસ્સો માળનાર હોવાનો ચોકાવનારો ખુલાસો કરેલ હતો.
SHARE

Related stories

Latest stories