Robbers Arrested: ભરૂચ જિલ્લામાં તાજેતરમાં જ વાગરા ખાતે આવેલ HDFC બેન્કના ATM મશીનને ગેસ કટરની મદદથી તોડી પાડી સ્કોર્પિઓ ગાડીમાં ભરી લઈ જઈ આરોપીઓએ ગેસ કટર વડે મશીન કાપી તેમાં રહેલ 3,52,500 ની રોકડ મત્તા ઉપર હાથફેરો કરી તેમજ દહેજના જોલવા ખાતે પણ ATM મશીન તોડવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટનાઓ સામે આવી હતી, જેની તપાસમાં પોલીસને મોટી સફાળતા મળી છે.
આરોપીઓ બેન્ક એટીએમને નિશાન બનાવતા ઝડપાયા
ભરૂચ જિલ્લા પોલીસની ટીમોએ ATM ચોરી મામલે જિલ્લામાં રહેલ 500 જેટલાં સીસીટીવી કેમેરા ચકાસણી કર્યા હતા, જે તપાસ દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે વગરા માં ATM ચોરી અને જોલવામાં ATM તોડવાના પ્રયાસમાં સંડોવાયેલ એક ઇસમ ભરૂચ આવ્યો છે, જે બાતમીના આધારે પોલીસે આરોપી ઈરફાન ઉર્ફે રોનકને આ મામલે ઝડપી પાડ્યો હતો, પોલીસે તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા જુના તાર સામે આવ્યા હતા. આરોપી પોલીસે સામે તૂટી પડયો હતો ને નિવેદન આપ્યું હતું. જેમાં અંકલેશ્વર IIFL ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચના ફાતેમા પાર્ક સોસાયટીમાં ભાડે મકાન રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે ATM ચોરી કરાવી હતી તેમાં તેઓ હાલમાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં છુપાયેલો હોવાનું જણાવતા પોલીસ તુરંત ઇન્દોર ખાતે તપાસ અર્થે પહોંચી હતી.
Robbers Arrested: આંતરરાષ્ટ્રીય ગેંગનો કર્યો પર્દાફાસ્ટ
પોલીસ દ્વારા સલીમ ઉર્ફે મુસો અબ્દુલ ખાન, નદીમ ઉર્ફે કબીર કયુમ ખાન, ઈરફાન ઉર્ફે રોનક દાયમા તેમજ શ્યામ લાલ ઉર્ફે રામુ વર્મા અને આમિર શાબીર નથ્થુ ખાન નાઓને ઝડપી પાડી ભરૂચ જિલ્લાના વાગરા, ઝોલવા અને નંદુરબાર પોલીસ મથક હદ વિસ્તારમાં ATM ચોરીના ગુનામાં ઝડપી પાડી ગેંગના અન્ય સાત સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા હતા, પોલીસે ઝડપાયેલ ગેંગ પાસેથી સ્કોર્પિયો કાર, કિયા સેલ્ટોન કાર, રોકડ રકમ સહિત ગેસ કટર, પાના મળી કુલ 20,41,650 નો મુદ્દામાલ કબ્જે કરી મામલે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પોલીસ દ્વારા હજી 7 ફરાર આરોપીની શોધખોળ શરૂ
બીજા પ્રદેશથી ગેંગ બનાવી આવતા અપરાધીઓ પોલીસ માટે મોટો માથાનો દુખાવો સાબિત થતાં હોય છે કારણકે આવા ગુનેગારો રાત્રે અંધારામાં અપરાધને અંજામ આપીને અન્ય પ્રદેશ ખાતે ભાગીને છુપાઈ જાય છે જેને શોધવા પોલીસ માટે મુશ્કિલ સાબિત થાય છે પરંતુ કહેવાય છેને કે કાનૂન ના ખૂબ લાંબા હોય છે એમ અપરાધી પોલીસ પકડ થી લાંબો સમય બચી નથી શકતા.
તમે આ પણ વાંચી સકો છો :
Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં
તમે આ પણ વાંચી સકો છો :
Education Committee: શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 25 કરોડના વિવિધ કામોને મંજૂરી