HomeElection 24Road Show In Daman : દમણમાં અમિત શાહનો રોડ શો, 2 દિવસના...

Road Show In Daman : દમણમાં અમિત શાહનો રોડ શો, 2 દિવસના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી સંઘપ્રદેશ પહોંચ્યા – India News Gujarat

Date:

Road Show In Daman : 2 લોકસભા બેઠક કબજે કરવા ભાજપની તૈયારી. રોડ ઉપર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

બે દિવસ સુધી સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ સુધી સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે છે. અમિત શાહના આગમન બાદ દમણના રસ્તા પરથી પસાર થયા. તે વખતે તેમને આવકારવા દમણના લોકો અને ભાજપના કાર્યકર્તાઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ફૂલની ટોપલી આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી માનનીય અમિત શાહ વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણની 2 દિવસીય મુલાકાતે છે. આ ક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દમણ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. દમણ એરપોર્ટ ઉપર કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ફૂલની ટોપલી આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દમણ એરપોર્ટ ઉપરથી સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિવસ્થાને ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણના વિકાસના થયેલા કામો માટે સંઘ પ્રદેશ દમણના સ્થાનિક લોકો કેન્દ્રીય ગૃહ મંત્રીનો આભાર વ્યક્ત કરતા. દમણ એરપોર્ટ ઉપરથી પોર્ટ સુધીના રોડ ઉપર ઠેરઠેર ઉભા રહીને ભારત માતા કી જય. અને જય શ્રી રામના નારા લગાવી સમગ્ર રોડ શોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

બે લોકસભા બેઠકો કબજે કરવા માટે ભાજપ અત્યારથી જ કામે લાગ્યું

કેન્દ્રીય ગૃહ મંત્રીએ દમણના લોકોનું અભિવાનાદ સ્વીકાર્યું હતું. પ્રદેશમાં આગમન બાદ અમિત શાહ રાત્રી રોકાણ પણ દમણમાં કરશે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાહ દમણમાં વિવિધ સંગઠનો અને અગ્રણીઓ સાથે મુલાકાત અને બેઠક પણ કરશે. સાથે જ દાદરા નગર હવેલીના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર અમિત શાહ લાભાર્થી સંમેલનમાં પણ હાજરી આપી અને સંબોધન કરશે. લોકસભાની ચૂંટણીની પડઘમ વાગી રહ્યા છે. ત્યારે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની આ બે લોકસભા બેઠકો કબજે કરવા માટે ભાજપ અત્યારથી જ કામે લાગ્યું છે. ત્યારે ગૃહ મંત્રીની આ નાનકડા પ્રદેશોની મુલાકાતથી લોકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Road Show In Daman : અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું સંઘ પ્રદેશ દમણમાં.સ્વાગત કરવામાં આવ્યું હતું. દમણ એરપોર્ટથી મોટી દમણ પોર્ટ અને દમણના મુખ્ય માર્ગો ઉપર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દમણ ભાજપ દ્વારા સમગ્ર મુખ્ય માર્ગ ઉપર ભાજપના કાર્યકરોએ ભારત માતા કી જય . અને જય શ્રી રામના ગગન ચુંભી નારા સાથે દમણના મુખ્ય માર્ગો ઉપર ઠેરઠેર અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

GUJARAT: ભરૂચ લોકસભા સીટ AAP પાસે ગઈ ત્યારે મુમતાઝ પટેલે વ્યક્ત કર્યું પોતાનું દર્દ, કહ્યું- હું ખૂબ જ દુઃખી છું…

તમે આ પણ વાંચી સકો છો :

Bharat Jodo Nyaya Yatra માં જોડાયા Akhilesh Yadav, થોડા દિવસ પહેલા જ થઈ હતી બેઠકની વહેંચણી

SHARE

Related stories

Latest stories