રેવન્યુ સ્ટેમ્પની સિસ્ટમ રદ કરવી જોઈએ…!!??
રેવન્યુ સ્ટેમ્પ:Revenue stamp:ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં અછત સર્જાઈ છે. જેના લીધે નાના મોટા અનેકો વહીવટ અટવાયા છે. જેના લીધે આમ લોકો પરેશાન થયા છે.માત્ર 1 રૂપિયાની રેવન્યુ સ્ટેમ્પના નિયમોના લીધે આમ લોકોને હાલાકી ભોગવી પડી રહી છે.નવા નાણાકીય વર્ષથી આવેલા કેન્દ્ર સરકારના નિયમોમાં થયેલા ફેરફારોને કારણે ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં હાલ રેવન્યુ સ્ટેમ્પ ઉપલબ્ધ નથી પણ ટુંક સમયમા જ રેવન્યુ સ્ટેમ્પ રેગ્યુલર મળતી થઈ જવાનો દાવો પોસ્ટ તંત્ર એ કર્યું છે. ગુજરાતની અંદાજે 9 હજાર પોસ્ટ ઓફિસોમાં રેવન્યુ સ્ટેમ્પનું વેચાણ થાય છે.
પોસ્ટલ વિભાગ ને પણ આર્થિક નુકસાન
રેવન્યુ સ્ટેમ્પ:Revenue stamp:1લી એપ્રિલ-2022થી કેન્દ્ર સરકારમાં બજેટરી જોગવાઇમાં થોડાક ફેરફાર કરવામાં આવ્યા છે, એટલે કે જે-તે બજેટ હેડ હેઠળ જ વસ્તુની ખરીદી કરવાનો નિયમ લાદવામાં આવ્યો છે તે બજેટ હેડ હેઠળ જ સરકાર તરફથી બજેટની ફાળવણી કરવામાં આવશે.આ નિયમના બદલાવના કારણે આમ લોકોને હાલાકી ભોગવી પડી રહી છે.સાથે પોસ્ટલ વિભાગને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે.દર વર્ષે 5 કરોડની કિંમતની રેવન્યુ સ્ટેમ્પનું વેચાણ થાય છે.
5 હજારથી વધુના વ્યવહારમાં રેવન્યુ સ્ટેમ્પ જરૂરી
રેવન્યુ સ્ટેમ્પ:Revenue stamp:5 હજાર કે તેથી વધુ રકમના વ્યવહારમાં રેવન્યુ સ્ટેમ્પ લગાવવી જરૂરી છે, કંપની અને કોન્ટ્રેકટર વચ્ચેનાં ટ્રાન્ઝેકશન અથવા તો પછી LICમાં પાકતી મુદતે ભરવામાં આવતા વાઉચરમાં, કંપનીઓ અને નાની પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓનો 5 હજારથી વધુ પગાર હોય તો વાઉચર પર રેવન્યુ સ્ટેમ્પ પર સહીઓ કરીને જ રકમ ચૂકવવામાં આવે છે. LICમાં ચેકથી કે રોકડથી પ્રીમિયમ ચૂકવો તોપણ તેના તરફથી રેવન્યુ સ્ટેમ્પ મારેલી પહોંચ આપવામાં આવે છે.
રેવન્યુ સ્ટેમ્પની સિસ્ટમ રદ કરવી જોઈએ…!!??
રેવન્યુ સ્ટેમ્પ:Revenue stamp:આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ વ્યવાર કરવા દેશને નિવેદન કરતાં રહે છે.જેના લીધે આજે મોટા ભાગે ટ્રાન્ઝેકશન ઓનલાઇન થવા લાગ્યા છે. જયારે લાખો રૂપિયાનો વહીવટ યુપીઆઇથી માંડીને અન્ય માધ્યમો દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેકશન થાય છે. તદ ઉપરાંત સરકારી કચેરીઓ તથા મોટી કંપનીઓમાં પગાર સીધો બેંકમાં જમા થવા લાગ્યો છે, જેને કારણે રેવન્યુ સ્ટેમ્પનો ઉપયોગ બંધ જેવો થઈ ગયો છે. ત્યારે સામાન્ય કામોમાં થતા વ્યવહારોમાંથી પણ રેવન્યુ સ્ટેમ્પ લગાવવાની સિસ્ટમ રદ કરવી જોઈએ જેના લીધે આમ નાગરિકોને ખોટી હાલાકી ન ભોગવી પડે અને અનેકો વખત જે તે જગ્યા પર રેવન્યુ સ્ટેમ્પ ન મળતાં સામાન્ય વ્યક્તિના વહીવટમાં અશુવિધા થતી હોય છે. આવા અનેકો કારણોના લીધે રેવન્યુ સ્ટેમ્પની સિસ્ટમ રદ કરવી જોઈએ એવું બુદ્ધિજીવીઓ નું માનવું છે.
ટુંક સમય માંજ રેવન્યુ સ્ટેમ્પ ઉપલબ્ધ કરાવાશે : ડાયરેકટર પોસ્ટલ સર્વિસ, ગુજરાત
રેવન્યુ સ્ટેમ્પ:Revenue stamp:ચીફ પોસ્ટ માસ્ટર જનરલ-ગુજરાત સર્કલના ડાયરેકટર એસ.એન. દવે (મેજર)એ જણાવ્યું હતું કે રેવન્યુ સ્ટેમ્પના વેચાણ અંગેની ફરિયાદો અમને મળી છે. રેવન્યુ સ્ટેમ્પની સિસ્ટમમાં થોડી ભૂલ છે.એમાં ટેક્નિકલ કારણસર અપડેટ થતું નથી. એ અંગે અમે ઉચ્ચ સત્તાતંત્ર સુધી રજૂઆત કરી છે. એના પર પગલાં લેવામાં આવી રહ્યાં છે. બહુ જલદી સમસ્યાનો નિકાલ આવી જશે અને લોકોને રેવન્યુ સ્ટેમ્પ રાબેતા મુજબ મળતું થશે ….
આ પણ વાંચી શકો છો :વડનગર પ્રાચીન સંસ્કૃતિનો વારસો:Vadnagar is a heritage of ancient culture:INDIA NEWS GUJARAT
આ પણ વાંચી શકો છો :વીર ક્રાંતિકારી કરતારસિંહ સરાભા:Veer Krantikari Kartar Singh Sarabha: INDIA NEWS GUJARAT