રંગીલા રાજકોટમાં બરફ ગોલાની બોલ બાલા
Rajkot News:રાજકોટના બરફ ગોલા:RAJKOT NA ICE-GOLA:કાળઝાળ ઉનાળાની ગરમી હોય કે કડકડતી ઠંડી કે પછી વરસાદી માહોલ રંગીલા રાજકોટ ની અંદર બારમાસી લોકો બરફ ગોલા સ્વાદ માણતા હોય છે આમ તો રાજકોટનું રેસકોર્સ વિસ્તાર ગોલા માટે નો મુખ્ય સેન્ટર કહેવાય છે સાંજ પડે ને લોકો અહીં વિવિધ પ્રકાર ના ગોલા નો સ્વાદ માણતાં નજરે પડે છે. બરફના ગોલા અને રંગીલા રાજકોટ ઇતિહાસ ચેક કરીએ તો એનો છેડો છેક રાજકોટના રાજવી લાખાજીરાજસિંહ જાડેજા સુધી પહોંચે છે. ઇ. સ 1872 માં લાખાજીરાજસિંહ જાડેજા ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાં તેમને આઇસક્રીમની સામે ઇન્ડિયન આઇસક્રીમ એટલે કે ગોલાનો વિચાર આવ્યો. ‘શરબતની પ્રથા રાજવી પરિવારોમાં દાયકાઓથી હતી, પણ એમાં બરફના ઝીણા ટુકડા નાખીને એને ગોલા તરીકે મૂકવાની પ્રથા લાખાજીરાજસિંહ શરૂ કરી, જે કાળક્રમે આગળ વધતી ગઈ અને આજના ગોલા સુધી પહોંચી. પહેલાં બરફના મોટા ટુકડાનો ઉપયોગ થતો હતો, પણ પછી બરફને છોલવાનું શરૂ થયું. રાજકોટમાં બ્રિટિશ કૉલોની શરૂ થઈ ત્યારે અંગ્રેજ વાઇસરૉય દૂધની કુલફી ખાતા અને લાખાજીરાજસિંહ બરફના છોલમાં સળી ભરાવીને દેશી કુલફી ખાતા આમ કહેવાય છે. ત્યારે આપણે આ વાત પરથી નક્કી થાય કે રાજા રજવાડા ના સમય થીજ રાજકોટ માં ખાણી પીણી ના શોખીનો રહ્યા છે.
બરફ ગોલા ના મશીન માં પણ રાજકોટ અગ્રેસર
Rajkot News:રાજકોટના બરફ ગોલા:RAJKOT NA ICE-GOLA:રંગીલા રાજકોટ ગોલા માટે ની બરફ ને છીણ કરવા વપરાતા મશીન બનાવવા માં અગ્રેસર રહ્યું છે.રાજકોટ માં આ મશીન બનાવવા ના ઉદ્યોગો ધમધમે છે અને આખા વિશ્વમાં આ મશીન સપ્લાય કરવા માં રાજકોટ અગ્રેસર રહ્યું છે.અંદાજીત 60 વર્ષ થી વધુ સમય થી રાજકોટમાં ગોલા ના મશીન બનાવવા ના ઉદ્યોગ છે.સમય ના બદલાવ ની સાથે આ મશીન માં પણ ઘણા બદલાવો આવ્યા છે હાલે 5000 થી 50,000 હજાર સુધી ના મશીનો રાજકોટ માં વહેંચાઈ રહ્યા છે.આમ માત્ર બરફ ગોલા જ નહીં પણ રાજકોટ ના બરફ ગોલા બનાવવાના મશીન પણ વિશ્વભર માં પ્રખ્યાત થયા છે..
રંગીલા રાજકોટમાં બરફ ગોલાની વિવિધ ફ્લેવર નો ખજાનો
Rajkot News:રાજકોટના બરફ ગોલા:RAJKOT NA ICE-GOLA:રાજકોટ નો રેસકોર્સ વિસ્તાર માં ગોલા નું હબ બન્યું છે અહીં અલગ અલગ વેરાઇટી સાથે અવનવા સ્વાદ નો જાણે ખજાનો છે.મધ્યમ વર્ગ ને પરવડે તેવા ભાવ થી રોયલ ફેમેલી ને શોભે તેવા ભાવ ના ગોલા લોકો ને અહીં પીરસાય છે.અલગ અલગ સરબતો,ફ્રૂટ્સ,ડ્રાયફ્રુટ નો ઉપયોગ અહીં ના ગોલા માં મુખ્ય કરાતો હોય છે. અહીં ના ગોલા ના વ્યાપારીઓ માત્ર ને માત્ર ગ્રાહક ને સ્વાદ અને સંતોષ આપવાના નિયમ ને વર્ષો થી અપનાવી વ્યાપાર કરતા આવ્યા છે.આ કારણે જ ખુબજ લોક ચાહના અહીં ના લોકલ વ્યાપારી ઓ ને મળી છે.જેને કોઈ મોટી કંપની પણ ટક્કર નથી આપી શકી આમ હવે તો અમુક ગોલા વાળા GST બિલ પણ આપતા થયા છે.રાજકોટ માં મુખ્ય અને વધુ પ્રમાણ માં વહેંચતી બ્રાન્ડ રાજભોગ છે.આ ગોલા માં મલાઈ,ફ્લેવર અને સૂકામાવા સાથે ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરાય છે.
Rajkot News:રાજકોટના બરફ ગોલા:RAJKOT NA ICE-GOLA:બરફના ગોલા પર અલગ-અલગ ફ્લેવરના સીરપ સાથે ડ્રાયફ્રૂટ અને ક્રીમ જ્યારે નાખવામાં આવે છે, ત્યારે તેની લહેજત ઓર વધી જાય છે. રાજકોટ જેવા ડીશગોલા ક્યાંય નથી બનતા એવું કહી શકાય આમ અહીં આવતા લોકો પાર્સલ પણ લઈ જતા હોય છે અને ખુબજ હાઇજેનિક અને સ્વચ્છતા સાથે બનતા રંગબેરંગી અને વિવિધ સ્વાદ ના બરફ ગોલા નું સ્વાદ રાજકોટ ની રંગીલી પ્રજા માણે છે.
આ પણ વાંચી શકો :અમદાવાદ શહેરની હવા બની ઝહેરી:The air of Ahmedabad city has become poisonous: INDIA NEWS GUJARAT
આ પણ વાંચી શકો :વિધવાપ્રથાની વેદનાં અને સમાજ:Widowhood Sufferings and Society:INDIA NEWS GUJARAT