ગોવા-ઉત્તરાખંડના CM જાહેર-INDIA NEWS GUJARAT
પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના મુખ્યમંત્રી:23 માર્ચે શપથ લેશે, રાજનાથે કહ્યું ફ્લાવર ભી હૈ ઔર ફાયર ભી- INDIA NEWS GUJARAT
Pushkar Singh Dhami ફરી એક વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે.
ભાજપના ધારાસભ્યો દળની બેઠકમાં ધામીને સર્વસહમતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. બેઠકમાં ભાજપના કેન્દ્રીય પર્યવેક્ષક રાજનાથ સિંહ અને મીનાક્ષી લેખી પણ ઉપસ્થિત હતા. પુષ્કરસિંહ ધામી 23 માર્ચનાં રોજ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. પુષ્કરસિંહ ધામી વિધાનસભા ચૂંટણી ખટીમા બેઠક પરથી હારી ગયા હોવાને કારણે અન્ય નેતાઓ CM પદ માટે દાવેદારી કરવા લાગ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ધામી ફ્લાવર ભી હૈ ઔર ફાયર ભી.GUJARAT NEWS
બીજી વખત ગોવાના મુખ્યમંત્રી બનશે પ્રમોદ સાવંત-LATEST NEWS
ભાજપ વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય ગોવામાં મુખ્યમંત્રીના ચહેરા પરનું સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રમોદ સાવંતને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સાવંત હવે સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બેઠકમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્ર સિંહ તોમર અને એલ મુરુગન હાજર હતા. બંને નેતાઓ એક પછી એક ધારાસભ્યોને મળ્યા. પ્રમોદ સાવંત ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 40 બેઠકોમાંથી 20 બેઠકો જીતી છે. અહીં સરકાર બનાવવા માટે 21 સીટોની જરૂર છે. મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP)ના બે ધારાસભ્યો અને ત્રણ અપક્ષોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં ભાજપ માટે ગોવામાં સરકાર બનાવવાનો રસ્તો આસાન બની ગયો છે. રાજ્યમાં કોંગ્રેસને 11 બેઠકો મળી છે.LATEST NEWS