HomeGujaratPintu Murder Case Update : યુવકની હત્યા મામલે આરોપીની ધરપકડ, પોલીસે તાત્કાલિક...

Pintu Murder Case Update : યુવકની હત્યા મામલે આરોપીની ધરપકડ, પોલીસે તાત્કાલિક ટીમ બનાવીને આરોપીઓને ઝડપી પાડ્યા – India News Gujarat

Date:

Pintu Murder Case Update : મુખ્ય આરોપી સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી. ચીખલી પાસેથી આરોપીની ધરપકડ કરવામાં આવી. માથાભારે શખસના હત્યારા ઝડપા. યાજમીન દલાલીમાં ઉતરેલા કુખ્યાત ગેંગના શખસો રૂપિયાની લેતી દેતીમાં યુવકને રહેસી નાખ્યો. આરોપીઓ અગાઉ સૂર્યા મરાઠી ગેંગના સભ્યો હતા.

મુખ્ય આરોપી સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા

સુરતમાં અઠવાગેટ પાસે મધરાત્રે રૂપિયાની લેતીદેતીમાં માથાભારે યુવકને ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવમાં ઉમરા પોલીસની ટીમ આરોપીને ઝડપી પાડવા કામે લાગી હતી. માત્ર ગણતરીના કલાકોમાં જ પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છ મહિના અગાઉ પણ ઝઘડો થયો હતો

શહેરના નાનપુરા વિસ્તારમાં ખંડેરાવપુરા માછીવાડ ખાતે રહેતો. પીન્કેશ ઉર્ફે પીન્ટુ રમેશભાઈ નવસારીવાલા માથાભારે તરીકે છાપ ધરાવે છે. આ ઉપરાંત તેના ભાઈ દિવ્યેશ નવસારીવાલાના રેતીના ધંધામાં સાથે સંકળાયેલો છે. પીન્ટુ અને અક્ષુ ઉર્ફે અવી પટેલ વચ્ચે પૈસાની લેતીદેતી હતી. જેના કારણે બને વચ્ચે છ મહિના અગાઉ પણ ઝઘડો થયો હતો. ત્યારબાદ ગતરોજ રાત્રે ફરીથી પીન્ટુ અને અક્ષુ વચ્ચે પૈસાની લેતીદેતી મામલે ફોન પર ઝઘડો થતાં. તેઓએ મોડી રાત્રે દોઢથી પોણા બે વાગ્યાના અરસામાં અઠવાગેટ પાસે ભગવાન મહાવીર હોસ્પિટલ પાસે. મટકા ચાની બહાર મળવા માટે બોલાવ્યો હતો. પીન્ટુ નવસારીવાલા ત્યાં પહોંચ્યો ત્યારે અક્ષુ કારમાં તેના અન્ય પાંચ મિત્રો સાથે ત્યાં આવ્યો હતો. જ્યાં પીન્ટુ અને અક્ષુ વચ્ચે પૈસાની લેતીદેતી મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી, અક્ષુ અને તેના સાથી મિત્રોએ પોતાની પાસેનું ચપ્પુ કાઢી પીન્ટુના પેટમાં તથા પડખામાં ઉપરાછાપરી. ત્રણ ઘા અને શરીરના અન્ય ભાગમાં બે ઘા એમ કુલ પાંચ ઘા ઝીંકી દેતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો.

મોડી રાત્રે જ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા

બાદમાં અક્ષુ અને તેના મળતીયાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાની સાથે જ ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સતત ઘા મારવાને કારણે પીન્ટુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. ઉમરા પોલીસે મોડી રાત્રે જ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસે માથાભારે અવી ઉર્ફે અક્ષુ દીપક પટેલ, હાર્દિક ઉર્ફે આદુ મનીષ ગજ્જર. ધર્મેશ ઉર્ફે ધમો રમેશ પટેલ, રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથની ધરપકડ કરવામાં આવી હતી. તમામના નિવેદન લઈને ધરપકડ કરી રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.

Pintu Murder Case Update : આરોપીઓ અગાઉ સૂર્યા મરાઠી ગેંગના સભ્યો હતા

આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે. રૂપેશ ઉર્ફે બાલાજી વિરુદ્ધ ચોક બજાર પોલીસ મથક ચોપડે જુદા-જુદા પાંચ. અને ક્રાઇમ બ્રાન્ચ સહિત પુણા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળના ગુના નોંધાઈ ચૂક્યા છે. એવી જ રીતે ઉમરા પોલીસ મથકમાં પણ અગાઉ તે મારામારીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. અને અગાઉ પાસા પણ ભોગવી આવ્યો છે. આરોપીઓ અગાઉ સૂર્યા મરાઠી ગેંગના સભ્યો હતા. જે ગેંગનું વર્ચસ્વ પૂર્ણ થતા પોતે જમીન દલાલીનો ધંધો શરૂ કરી દીધો હતો.

તમે આ પણ વાચી શકો છો :

Gyanvapi Case Update: મુસ્લિમ સમિતિએ શુક્રવારે બજાર બંધ રાખવાની જાહેરાત કરી

તમે આ પણ વાચી શકો છો :

Arvind Kejariwal ED Summons: પાંચમી વખત EDના સમન્સ સમક્ષ હાજર નહીં થાય

SHARE

Related stories

Latest stories