HomeToday Gujarati Newsપોસ્ટ મુદ્દે પાટીદારોમાં આક્રોશ...

પોસ્ટ મુદ્દે પાટીદારોમાં આક્રોશ…

Date:

પાટીદારોમાં આક્રોશ

પોસ્ટ વિવાદમાં, પાટીદારો અકળાયા:ઉમિયા ધામ મંદિરના નિર્માણ માટે BJPની 1500 કરોડની જાહેર કરતી પોસ્ટને ઉમિયા ધામ સંસ્થાએ વખોડી કાઢી, સરકાર પાસે ખુલાસો માંગ્યો-indianewsgujarat-umiya temple

ગુજરાત ભાજપના ટ્વિટર પરથી

ગુજરાત ભાજપના ટ્વિટર પરથી બે દિવસ અગાઉ ગુજરાતના કેટલાક મંદિરોના નિર્માણ માટે કરોડો રૂપિયાની જાહેરાત કરતી પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી. જેમાં ઊંઝા ઉમિયા માતાના મંદિરને પણ 1500 કરોડના ખર્ચે નિર્માણ કરવા મામલે પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે આ પોસ્ટ મામલે હાલ સમગ્ર ગુજરાતના પાટીદારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે આજે ઊંઝા ઉમિયા માતા સંસ્થાના મંત્રીએ દિવ્ય ભાસ્કર સમક્ષ આ પોસ્ટને વાહિયાત ગણાવી અને ખોટી પોસ્ટ હોવાનું કહી વખોડી કાઢી છે. તેમજ પોસ્ટ વાયરલ થવાને કારણે હાલમાં પાટીદારોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ઉમિયા માતાજી સંસ્થાને ખોટું નામ અને ફોટો અપલોડ કરવું એ અયોગ્ય ગણાવી પોતાની નારાજગી દર્શાવી છે.-indianewsgujarat-umiya temple

Umiya Mata's temple will be ready at a cost of 1500 crores, know some special things related to it

1500 કરોડની જાહેરાત

1500 કરોડની જાહેરાત કરતી પોસ્ટને અમે વખોડીએ છીયે: દિલીપ પટેલઊંઝા ઉમિયા ધામના માનદ મંત્રી દિલીપ પટેલે જણાવ્યું કે, છેલ્લા ત્રણ ચાર દિવસથી સોશિયલ મીડિયામાં 1500 કરોડ વાળી પોસ્ટ જોવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની ઓર્થોરાઈટ ફેસબુક અને ટ્વીટર પર આ પોસ્ટ મુકવામાં આવી છે એવું અમને જાણવા મળ્યું છે. આ પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો, ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી ચિન્હ અને ત્રણ ચાર અન્ય મંદિરના ફોટો અને કરોડોની આંકડાકીય રકમ લખવામાં આવી છે. જોકે, આ પોસ્ટ પરથી ફલિત થતું નથી કે આ રકમ સરકારે આપી હોય કે સરકારના ફાળાથી વિકાસ થયો હોય એવું સ્પષ્ટ લખવામાં આવ્યું નથી. જેથી અમે આ પોસ્ટને વખોડી કાઢીએ છીએ..-indianewsgujarat-umiya temple

Narendra Modi - Breaking the thermometer: Team Modi is in tatters - Telegraph India

આ જાહેરાત મામલે ભાજપે ખુલાસો કરવો જોઈએમંત્રી દિલીપ પટેલે જણાવ્યું કે, હું દિવ્ય ભાસ્કરના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને વિનંતી કરૂ છું કે, આ પોસ્ટ અંગે ખુલાસો આપે. ઉમિયા માતા સંસ્થાન એ વિશ્વ ભરના કડવા પાટીદાર અને વિશ્વ ફલક પરની આ સંસ્થા છે. અમારું વિશ્વ વ્યાપી સંગઠન છે અને ભારતની અંદર દરેક ક્ષેત્રે જ્યાં પાટીદાર સમાજ રહે છે ત્યાં મા ઉમિયા સંસ્થાન સાથે જોડાયેલો છે.​​​મંદિરનો વિકાસ સમાજના દાતાઓ અને પાટીદારોએ કર્યો છેમંત્રી દિલીપ પટેલે વધુમાં જણાવ્યું કે, સૌ પાટીદાર સમાજ જાણે છે કે માતાજી સંસ્થાનો વિકાસ એ અમારા ભામાશા દાતાઓ અને દાનવીર દાતાઓ તેમજ સમગ્ર પાટીદાર સમાજના થકી જ થયો છે. ઊંઝા હોય અંબાજી હોય કે હાલ અમદાવાદમાં બની રહેલો અમારો પ્રોજેક્ટ હોય તમામમાં અમારા દાતાઓએ અમને દાન આપ્યું છે. અમદાવાદમાં અમે 1500 કરોડના ખર્ચે જે પ્રોજેક્ટ મુક્યો છે જેમાં 350 કરોડનું બાંધકામ થવાનું છે એમાં અત્યારે સુધીમાં 150 કરોડથી વધુ દાતાઓ તરફથી અમને દાન મળ્યું છે. સંસ્થા પાસે લગભગ 70થી 75 કરોડ જેટલું ફંડ ઉપલબ્ધ છે. આમ અમારી પાસે 350 કરોડ પૈકી સવા બસો કરોડની ઓનલાઈન અમારી પાસે વ્યવસ્થા છે આમ અમે અમારા દાતાઓ પર પૂરો વિશ્વાસ છે પાટીદાર સમાજનું ગુજરાતની વિકાસ ગાથા અંદર મોટું યોગદાન છે. સમાજ બહુ શક્તિ શાળી સમાજ છે અને સંગઠિત સમાજ છે એટલે અમારા સમાજ પર અમને વિશ્વાસ છે કે, આવી પોસ્ટનું ખંડિત કરવી પડે અને લોકો એ સમજી લીધું છે કે, આ ખોટી પોસ્ટ કરી લાભ ઉઠાવવા માટે એક પ્રયાસ છે અમે કોઈ મહત્વ આપતા નથી.પાટીદારોને રીઝવવા BJPએ પોસ્ટ કરી: શહેર કોંગ્રેસ પ્રમુખઊંઝા શહેર કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે જણાવ્યું કે, ભાજપના મીડિયા સેલે ઉમિયા માતા સંસ્થાના 1500 કરોડની જે પોસ્ટ કરી છે એ પાયા વિહોણી છે. ઊંઝામાં જે ઉમિયા માતાની સંસ્થા છે એ પાટીદારની સંસ્થા છે એવું કંઈ લાગતું નથી કે BJPએ 1500 કરોડ આપ્યા હોય. રાજકીય લાભ અને પાટીદારોને રીઝવવા માટે ભાજપે પોસ્ટ કરી હોય તેવુ મને લાગી રહ્યું છે.1500 કરોડની જાહેરાત રાજકીય સ્ટંટ: અરવિંદ પટેલપ્રદેશ ડેલીગેટ કોંગ્રેસ સમિતિના અરવિંદ પટેલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ 1500 કરોડની જે પોસ્ટ સોશિયલ મીડિયામાં અપલોડ કરી છે. એ પાયા વિહોણી જાહેરાત છે. સંસ્થાને કોઈ રકમ આપવામાં આવી નથી કે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ રાજકીય સ્ટંટ છે. પાટીદારોને ખોટી રીતે ભ્રમિત કરી ખોટા રસ્તે લઇ જવાની વાત છે.-indianewsgujarat-umiya temple

SHARE

Related stories

Big Blunder : આવી ભૂલ તમે પણ ન કરતા નહીંતો ગુમાવવા પડશે તમારા સ્વજનો, જાણી લો આ વાત

અમરેલીના રાંઢીયા ગામે કારમાં ગૂગળાઈ જવાથી પરપ્રાંતિય પરિવારના ચાર...

Mumbai-Ahmedabad bullet train : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના 12 બ્રિજનું કામ પૂર્ણ

INDIA NEWS : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ભારતના મહત્વના...

Latest stories