HomeGujaratOnline Fraud - ઓનલાઇન છેતરપિંડી કરી કંપની ને લાખોનું નુકસાન કર્યું :...

Online Fraud – ઓનલાઇન છેતરપિંડી કરી કંપની ને લાખોનું નુકસાન કર્યું : India News Gujarat

Date:

Online Fraud – ઓનલાઇન છેતરપિંડી કરી કંપની ને લાખોનું નુકસાન કર્યું

 

 

  • Online Fraud: દિવાળીનો માહોલ ચાલતો હોવાથી હાલની જનરેશન ઓનલાઇન તરફ વધુ આકર્ષાય છે
  • ત્યારે આ બાબતોને ધ્યાન રાખી ગઠિયાઓ પણ સક્રિય થઈ જતા હોય છે આવા બનાવો રોકવા માટે સુરત પોલીસ હંમેશા સક્રિય રહેતી હોય છે ત્યારે પુણા પોલીસ સ્ટેશનની હદમાં કેટલીક ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે
  • જેમાં અમુક જગ્યાએ ઓનલાઇન વેબસાઈટ થકી ચીજ વસ્તુઓની લે વેચ કરતા હોય છે.
  • જ્યારે ગઠિયાઓ આવી બાબતોનો લાભ લઇ લોકોને છેતરવા મેદાનમાં આવતા હોય છે ત્યારે સુરત પોલીસની હાઈટેક પદ્ધતિને કારણે તે લોકો પોલીસ સકંજામાં ફસાઈ જતા હોય છે.

 

6 લોકોને ઝડપીને 14 લાખનો મુદ્દા માલ કબજે કર્યો

  • ઓનલાઈન છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવી લેવાની ઘટના અવારનવાર સામે આવતી રહે છે ત્યારે આવીજ એક ઘટના પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે.
  • MYNTRA નામક વેબસાઈટના કર્મચારીઓ દ્વારા ગ્રાહકોએ જે ઓર્ડર કરેલ હોય છે તે તેમના સુધી પહોંચાડવામાં મદદ કરતા હોય છે લુંટેરા આ વસ્તુનો લાભ લઈ તે જ કર્મચારીઓ દ્વારા એકબીજા સાથે મેળા પીપળા કરી જે ગ્રાહકોને વસ્તુ પસંદ ન આવતી હોય તે ગ્રાહકો દ્વારા પરત કરાતી હોય છે પરંતુ આ ગઠીયા કર્મચારીઓ દ્વારા તે પાર્સલ ને ગેરકાયદેસર રીતે ખોલી તેની અંદર હલકી ગુણવત્તાનું ચીજ વસ્તુઓ નાખી નામાંકિત કંપની સાથે છેતરપિંડી કરી રહ્યા હતા.
  • આ INDOARA ડિઝાઇન કંપની દ્વારા પુણા પોલીસ ખાતે ફરિયાદ કરેલ અને આશરે 15 લાખ રૂપિયા ના મુદ્દા માલની છેતરપિંડી થયાની જાણ પુણા પોલીસ સ્ટેશને કરી હતી. આ રેકેટને ઝડપી પાડવા તપાસ શરૂ કરવામાં આવી હતી
  • તે અંતર્ગત પુણા પોલીસ સ્ટેશન જ ચોક્કસ બાતમીના આધારે છ લોકોને ઝડપી પાડી આશરે ૧૪ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. પુણા પોલીસ સ્ટેશન ખાતે બી ડિવિઝનના એસીપી પી. કે. પટેલ દ્વારા જણાવાયું હતું કે આ છેતરપિંડીના તમામ આરોપીઓ MYNTRA કંપનીમાં કર્મચારીઓ તરીકેની ઓળખ ધરાવે છે.
  • જેમાં મુખ્ય ભૂમિકા સુરત ખાતેના MYNTRA કંપનીના મેનેજર અઝર અને દિપક પાટીલ નું છે કે જેઓ દ્વારા પીકઅપ બોય નીલેશની સાંઠ ગાંઠમાં જે ચીજ વસ્તુઓ ગ્રાહક દ્વારા પરત કરવામાં આવતી હતી તે ચીજ વસ્તુઓના બારકોડ સ્કેનર દ્વારા સ્કેન કરી તેમાં મૂકેલી ઓરીજનલ વસ્તુઓને કાઢી હલકી ગુણવત્તાની ચીજ વસ્તુઓ નાખી આ ઈસમો દ્વારા તેને બહાર વેચવામાં શશાંક એજાઝ અને જાવેદ આ લોકોની મુખ્ય ભૂમિકા હતી જેના આધારે પુણા પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમે આ પણ વાંચી શકો છો-

Online Shopping Cheating: લેપટોપ મંગાવ્યું ને આવ્યો સાબુ

તમે આ પણ વાંચી શકો છો-

Online Marketplace Gem:Flipkart અને Amazonથી પણ સસ્તો સામાન વેચી રહી છે

 

SHARE

Related stories

Latest stories