ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી ગુજરાત, દ્વારા રાજ્યના નાગરિકો સાથે નવું વર્ષ ઉજવવાનું એક મહત્વપૂર્ણ ઘટક છે. આ પ્રસંગે તેઓ નાગરિકોને નવું વર્ષની શુભકામનાઓ આપે છે અને રાજયમાં વિકાસ અને સમૃદ્ધિ માટેનો આશય વ્યક્ત કરે છે. નવું વર્ષ, નવી આશાઓ અને નિશ્ચયો સાથે આવી રહ્યું છે, અને તે રાજ્યના લોકો માટે નવચેતનાનો સમય બની શકે છે. આવી ઉજવણીના માધ્યમથી, સરકાર નાગરિકોને એકસાથે આવવા અને સમુહમાં આનંદ મનાવવા માટે પ્રેરણા આપે છે.
આ પણ વાંચો : Sneha Milana : રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત તેમજ રેન્જ પોલીસ અધિકારીઓનેને દિવાળી અને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી
આજે વિક્રમ સંવત 2081 ના પ્રારંભ નિમિત્તે સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દર વર્ષની પરંપરાના જેમ આ વર્ષે પણ ગાંધીનગરના પંચદેવ મંદિર માં દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કર્યો હતો આ પંચદેવ મંદિરમાં વર્ષોથી જે પણ ગુજરાતના મુખ્યમંત્રી હોય તે અહીંયા દર્શન કર્યા બાદ પોતાના નવા વર્ષની શરૂઆત કરે છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ આ પરંપરા જાળવી રાખી હતી આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સૌ નગરજનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી તેમજ જણાવ્યું હતું કે નવું વર્ષ દરેક નાગરિક માટે સુખ સમૃદ્ધિ લાવે તેમજ વિકસિત ભારતનો સંકલ્પ પૂરો પૂરો કરી વિકસિત ગુજરાત બનાવીએ એવી જ પ્રભુને પ્રાર્થના.
રાજ્યના સર્વાંગી વિકાસ સહિત સુખ-શાંતિની કામના કરી છે. મહત્વનું છે કે, રાજ્યના મુખ્યમંત્રી દર વર્ષે પંચદેવ મંદિરે દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કરે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિરે પણ દર્શન પણ કરે છે. ત્યારબાદ ભદ્રકાળી મંદિરે અને મંત્રીનિવાસ સ્થાને નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવાના છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે IPS અધિકારી સાથે નૂતન અભિનંદનની ઉજવણી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે IPS અધિકારી સાથે નૂતન અભિનંદનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુજરાત પોલીસ વોર્ડ વિકાસ સહાય અમદાવાદના પોલીસ અધિક્ષક જી.એસ. મલિક સહિત અન્ય પોલીસ અધિક્ષક સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને પોલીસ કર્મચારીઓની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. અને પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પણ વાંચો : CR PATIL : કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી