HomeGujaratગુજરાતમાં સ્કોટલેન્ડ જેવું Hill Station-India News Gujarat

ગુજરાતમાં સ્કોટલેન્ડ જેવું Hill Station-India News Gujarat

Date:

સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલું છે આ Hill Station  

Wilson Hill Station:પ્રાકૃતિક સૌંદર્ય અને યાદગાર પ્રવાસ માટે હવે સુરત નજીક વસતા લોકોએ વિદેશ કે પછી ભારતના નોર્થ ઈસ્ટ સુધી દૂર જવાની પણ જરુર નથી.દક્ષિણ ગુજરાતમાં આવેલું સાપુતારા એક ઉત્તમ હિલ સ્ટેશન છે, પરંતુ હવે આ સાપુતારાના વિકલ્પ તરીકે આભને આંબતા પર્વતોની વચ્ચેથી જંગલની વચ્ચે ઊતરી આવતા ખળખળ વહેતા ઝરણાંઓ, ગીચ વન સમૃધ્ધી દ્વારા શોભતી ગિરિકંદરાઓ, જંગલો વચ્ચે મધુર કંઠે કિલકિલાટ કરતા ખૂબસૂરત પંખીઓ,આવા મનમોહક દ્રશ્યને માણવા પહોંચી જાવ સુરત નજીક આવેલ ધરમપુર તાલુકાના Wilson Hill Station પર -India News Gujarat

ર૩૦૦ ફૂટની ઊંચાઇ પર સ્થિત નયનરમ્ય સ્થળ, પ્રકૃત્તિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર 

સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદમાં વસેલા ધરમપુર તાલુકામાં નવા ગિરિમથક તરીકે વિકસી રહેલું એક સ્થળ છે. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં, પર્વતની ટોચ ઉપર, દરિયાઈ સપાટીથી ર૩૦૦ ફૂટની ઊંચાઇ પર સ્થિત પંગારબારી ગામે આવેલું આ નયનરમ્ય સ્થળ, પ્રકૃત્તિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ ઊપરથી નીચે ખીણમાં પથરાયેલી વનરાજી, અને ક્ષિતિજમાં આથમતો સૂર્ય માણવા માટે પ્રવાસીઓ હંમેશા આવતા હોય છે.

અહી આવ્યું છે આ Hill Station

Wilson Hill ભારતના ગુજરાત રાજ્યમાં આવેલ Hill Station માનું એક સ્ટેશન છે. આ સ્થળ વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકામાં આવેલ છે. હાલમાં પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ પ્રોજેક્ટ પણ અહીં વિચારવામાં આવેલ છે. જો તમે ઉનાળાની ઋતુ દરમ્યાન અહીં આવો તો ઠંડા હવામાન અને અહીંની સ્થાનિકા પ્રખ્યાત કેરી અને વાનગીઓનો સ્વાદ માણી શકાય છે. આ હિલ સ્ટેશનની નજીક ગીચ જંગલમાં પંગારબારી ગામે વન્ય જીવન અભ્યારણ આવેલ છે.

આ હિલ સ્ટેશનની એવરેજ ઊંચાઇ ૭૫૦મી (૨૫૦૦ ફૂટ) છે. આ સ્ટેશન ધરમપુર તાલુકાથી ૨૭ કિમી દુર છે. આ સ્થળ આંનદ ઉલ્લાસ તેમજ આજુબાજુના રંગબેરંગી કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. જે લોકો ને ટ્રેકિંગ જેવી પ્રવૃત્તીઓમાં રસ હોય તેમના માટે આ શ્રેષ્ઠ પૈકીનું એક સ્થળ છે.-India News Gujarat

Wilson Hill નજીક અન્ય જોવાલાયક સ્થળો

ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા આ સ્થળના વિકાસ માટે ઈ.સ. ૧૯ર૮ના વર્ષમાં તત્કાલિન અંગ્રેજ ગવર્નર સર લેસ્લી વિલ્સનને, ધરમપુરના તત્કાલિન રાજવી મહારાજા વિજયદેવજીએ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા આ પ્રદેશને ગિરિમથક તરીકે વિકસાવવા માટે તેમ જ તેના ઉદ્‌ઘાટન માટે આમંત્ર્યા હતા. ત્યારથી આ સ્થળને વિલ્સન હીલ તરીકે ઓળખાય છે.[૨] આ સ્થળ ધરમપુરથી પૂર્વ દિશામાં આશરે ૩૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

અહીં નજીકમાં વાઘવળ ગામ ખાતે દત્ત મંદિર તથા શંકર ધોધ, વરસાદી દેવ સહિતના દેવસ્થાનો તેમ જ રજવાડાંના સમયમાં ગુનેગારોને સજા આપવા માટે બનાવાયેલ વધસ્તંભ જોવાલાયક છે.-India News Gujarat

SHARE

Related stories

Latest stories