HomeToday Gujarati NewsMoodys ઘટાડ્યો ભારતીય અર્થતંત્ર દર - India News Gujarat

Moodys ઘટાડ્યો ભારતીય અર્થતંત્ર દર – India News Gujarat

Date:

Moodys ઘટાડ્યો ભારતીય અર્થતંત્ર દર, જાણો કેટલો છે અંદાજ

રશિયા અને યુક્રેન વચ્ચે 22 દિવસના યુદ્ધને કારણે વેપાર ખોરવાઈ ગયો છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલના ભાવ અને ખાતરના આયાત બિલમાં વધારાને કારણે સરકાર મૂડી ખર્ચમાં ઘટાડો કરી શકે છે. બોન્ડ ક્રેડિટ રેટિંગ કંપની Moodys ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતીય અર્થવ્યવસ્થા માટે તેના વિકાસના અનુમાનમાં ઘટાડો કર્યો છે. – Moodys – Latest Gujarati News

શું કહ્યું Moodysએ ?

Moodys કહ્યું છે કે આ વર્ષે ભારતીય અર્થતંત્ર દર 9.1 ટકા રહી શકે છે. જ્યારે અગાઉ Moodys અર્થવ્યવસ્થાનો વિકાસ 9.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. ગ્લોબલ મેક્રો આઉટલુક 2022-23માં મૂડીઝે કહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષની આર્થિક વૃદ્ધિ પર નકારાત્મક અસર પડશે. – Moodys – Latest Gujarati News

વૈશ્વિક અસર જોવા મળી

હુમલા પહેલા માત્ર ભારત જ નહીં, રશિયાની અર્થવ્યવસ્થામાં પણ વધારો થવાની આશા હતી, પરંતુ હવે તેમાં તીવ્ર ઘટાડો થવાની સંભાવના છે. Moodysના જણાવ્યા અનુસાર, કોરોનાની આગામી લહેર, ખોટી નાણાકીય નીતિઓ અને ઉચ્ચ ફુગાવાના કારણે સામાજિક જોખમને કારણે વૈશ્વિક વૃદ્ધિના અંદાજને અસર થઈ શકે છે. – Moodys – Latest Gujarati News

યુધ્ધ ક્યારે વિકલ્પ ન હોવો જોઈએ

આપણે સૌ જાણીએ છીએ કે યુધ્ધથી કયારેય કોઈને ફાયદો થયો નથી. ક્યાંક જાનમાલનું નુકશાન તો વળી ક્યાંક આર્થિક ફટકો પડતો હોય છે તેવામાં છેલ્લા એક વર્ષની અંદર આપણે જોયું કે સૌ પ્રથમ તો અફઘાનિસ્તાન પર તાલીબનોએ કરેલો હુમલો અને ત્યારબાદ રશિયા યુક્રેન વચ્ચે જે રીતે હુમલો થયો છે તેની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. ત્યારે હજી પણ જો આગળના સમયમાં જો હુમલો ન અટક્યો તો બંને દેશોને ભારે માત્રામાં નુકશાન ઉઠાવવું પડી શકે છે ત્યારે હાલ તો આ સ્થિતીને કારણે ભારતીય અર્થતંત્ર દર પર સીધી જ અસર પડી રહી છે અને મુડીઝે ભારતીય અર્થતંત્ર દર ઘટાડી દીધો છે. – Moodys – Latest Gujarati News

તમે આ પણ વાંચી શકો છો – Once again Oil Price Hiked : લગભગ 3 ટકા દર વધ્યો – India News Gujarat

SHARE

Related stories

Latest stories