HomeToday Gujarati NewsMonkey Harasses Fruit Vendors: રોષે ભરાયેલા કપિરાજ કરેછે લોકો પર હુમલો -...

Monkey Harasses Fruit Vendors: રોષે ભરાયેલા કપિરાજ કરેછે લોકો પર હુમલો – INDIA NEWS GUJARAT

Date:

Monkey Harasses Fruit Vendors: માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં કપિરાજ઼નાં ત્રાસ વધી જતા પરેશાન થતા ગામજનો મુશ્કેલીમાં મુકાયા છે વાકલમાં કપિરાજ઼નાં ઝુંડ ઘરમાં ઘૂસી જઈ નુકસાન કરે છે તો રસ્તા પર ચાલતા જતા હોય બજારમાં ખરીદી માટે આવતા હોય અને સાઈકલ, બાઇક જતા લોકોને હાથ અને પગ પર બચકા ભરી એકાએક હુમલો કરતા હોય છે જેથી લોકો ભયનો માહોલ ઊભો થયો છે.

લોકોમાં કપિરાજને લઈને ભારે ભયનો માહોલ

આમતો કપિરાજ ક્યારેય કોઈને નુકશાન પહોંચાડતા નથી પરંતુ જ્યારે એને કોઈ ઉશ્કેરે કે છેડે ત્યારે કપિરાજ નો ગુસ્સો વધી જાય છે એવામાં કોઈક કારણસર ગુસ્સે ભરાયેલા કપિરાજે એક આખું ગામ માંથી લીધું છે અને છેલ્લા ત્રણ ચાર દિવસમાં અનેક લોકો એનો ભોગ બન્યા છે. કપિરાજ વાંકલ બજારમાં ફ્રુટ, અને શાકભાજીની લારી પર બેસી જાય છે અને દ્રાક્ષ કેળા શાકભાજી આરોગી જાય છે. જેમાં મોટા એક બે કપિરાજ઼ જગ્યા પરથી દૂર જતા નથી જેથી ફ્રુટ, શાકભાજી વેચાણ કરવાનું મુશ્કેલ બને છે. જો તેને હટાવવાનો પ્રયાસ કરાય તો હુમલા કરે છે. હમણાં થોડા સમય પહેલા લારીવાળા યુવાન પર પણ હુમલો કરી હાથમાં ઇજાઓ પહોંચાડતા યુવાનને લોહી લુહાણ કરી નાખ્યો હતો.

Monkey Harasses Fruit Vendors: વનવિભાગ કપિરાજને કાબૂ કરવામાં નિષ્ફળ

ત્યારે ફરી એક વખત કપીરાજે મથુરાથી વાંકલ આવેલા મહારાજ પર હુમલો કર્યો હતો. કપિરાજના હુમલામાં મહારાજને પગે ઇજા થઇ હતી. ત્યારે ત્રણ દિવસમાં છવ્વીસથી વધુને કપિરાજે ભર્યા બચકા ભર્યા હોવાનું જાણવા મળે છે ત્યારે વનવિભાગ બે દિવસથી કપિરાજને પકડવા ચક્રો ગતિમાન કર્યો છે પરંતુ કપિરાજ વન વિભાગની ટીમને ચકમો આપી રોજ નિર્દોષ લોકો પર હુમલા ત્યારે સ્થાનિક ગ્રામજનો વહેલી તકે કપિરાજ પકડાય જાય તેવી વન વિભાગ પાસે આશા રાખી રહ્યા છે.

કપિરાજને જાણે અજાણે કોઇકે છેડી દીધા હોવાનું હાલ લાગી રહું છે જેને કારણે હાલ ગુસ્સે ભરાયેલા કપિરાજ લોકો પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને એમનો સાથ આપી રહ્યા છે અન્ય કપિરાજના સમાજના અન્ય કપિરાજો. હવે જોવાનું એ રહ્યું કે વનવિભાગ કપિરાજનો ગુસ્સો કેવી રીતે શાંત કરે છે.

તમે આ પણ વાંચી શકો છો:

Rakul-Jackky Wedding: 1 નહીં પરંતુ 5 ડિઝાઈનરો મળીને રકુલ-જેક્કીના વેડિંગ આઉટફિટ બનાવશે-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Benefits of Kinnow: કિન્નો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, જાણો તેને ખાવાના 5 મોટા ફાયદા

SHARE

Related stories

Latest stories