Manipur violence: પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બપોરે 12 વાગ્યાથી લોકસભામાં ચર્ચા શરૂ થઈ હતી. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ તેમના અવિશ્વાસ પ્રસ્તાવ પર 35 મિનિટનું ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે મણિપુરથી લઈને વિદેશ નીતિ સુધી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાને સ્વીકારવું પડશે કે તેમની ડબલ એન્જિન સરકાર, મણિપુરમાં નિષ્ફળ ગઈ છે. તેથી, મણિપુરમાં 150 થી વધુ લોકોના મોત થયા છે. ગોગોઈએ કહ્યું, ‘રાજ્યના મુખ્યમંત્રી, જેમણે વાતચીત, શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનાવવું જોઈતું હતું. તેઓએ છેલ્લા 2-3 દિવસમાં ઉશ્કેરણીજનક પગલાં લીધા છે જેનાથી સમાજમાં તંગદિલી સર્જાઈ છે. ગોગોઈએ 12.10 વાગ્યે ભાષણ શરૂ કર્યું અને 12.45 વાગ્યે પૂરું કર્યું હતું.
પીએમ મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી શકે છે. ભાજપના સાંસદોએ કહ્યું- સવારે સેક્રેટરી જનરલને પત્ર આવ્યો હતો કે રાહુલ ગાંધી બોલશે. અમે તેમના ભાષણની રાહ જોઈ રહ્યા છીએ. ગૌરવ ગોગોઈ બોલી રહ્યા છે. 5 મિનિટમાં શું થયું? આ પહેલા સવારે 11 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ તેને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. સંસદના ચોમાસુ સત્રનો 14મો દિવસ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. હોબાળાને કારણે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. 12 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરીથી શરુ થઈ હતી. સ્પીકર ઓમ બિરલા પોતાની સીટ પર બેઠા કે તરત જ હોબાળો શરૂ થયો હતો. રાજ્યસભામાં પણ વિપક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. TMCના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયન સ્પીકર જગદીપ ધનખડની સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેમને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.