HomeGujaratLack of fire station in Palej/INDIA NEWS GUJARAT

Lack of fire station in Palej/INDIA NEWS GUJARAT

Date:

આગ લાગતાં ભારે અફરાતફરી મચી
પાલેજમાં ફાયર સ્ટેસનનો અભાવ
આગ લાગવાની ઘટનામાં મોટું નુકશાન

Lack of fire station in Palej
ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત જી.આઈ.ડી.સી માં વેસ્ટમાંથી પ્લાસ્ટિકનાં દાણ બનાવતી ભવાની પ્લાસ્ટિક કંપનીમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. લાગેલી ભીષણ આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતા. કાળા ધુમાડાના ગોટે ગોટા પાલેજ ટાઉન સુધી નજરે પડ્યાં હતાં.

પાલેજ ખાતે આવેલ પ્લાસ્ટિકના દાણા બંવતી કંપનીં માં આગની ઘટના બની હતી આગની જાણ ફાયર વિભાગને કરાતા જનોર એન ટી પી સી કંપની તેમજ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડના ટેન્કરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવી લીધો હતો. કંપનીમાં લાખોનું નુકશાન થયાનું અનુમાન થઈ રહ્યું છે. કંપનીમાં ગોડાઉનમાં તેમજ બહાર વેસ્ટ પ્લાસ્ટિક સ્ક્રેપનો મોટો જથ્થો સળગી ગયો હતો. ઘટના સબંધે એસ ડી એમ /ભરૂચ ગ્રામ્ય મામલતદાર/ ફાયર ફાઇટર અધિકારી પાલેજ દોડી આવ્યા હતાં. પાલેજ ખાતે જી આઈ ડી સી ઉપરાંત જીનીગ પ્રેસિંગ તેમજ આસપાસનો વિસ્તારમાં ફાયર બ્રિગેડની સુવિધા માટે સ્વાગત ઓન લાઈન એપ્લિકેશન પણ પાલેજ પંચાયત દ્વારા સી એમ ને કરવામાં આવી છે. જેમાં ફાયર ફાઇટર સહિત ફાયર સેફટી સુવિધાઓની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાલેજ જી.આઈ.ડી.સી માં જાણીતી ફિલિપ્સ કાર્બન બ્લેક કંપનીએ ગઈકાલે ફાયરબ્રિગેડનાં ટેન્કરોમાં અંદાજે ૪૮ હજાર લીટર પાણી પોતાની કંપનીમાં રહેતાં સ્ટોરેજ પાણીમાંથી પૂરું પાડ્યું હતું. દર દસ મિનિટે એક એવાં ચાર ટેન્કરોમાં પાણી પૂરું પાડતાં ફાયરબ્રિગેડને પણ આગને ઝડપથી કન્ટ્રોલ કરવામાં સુવિધા પ્રાપ્ત થઈ હતી. પાલેજ ખાતે જીઆઇડીસી માં કેમિકલ, રબર અને અન્ય કંપનીઓ આવેલી હોઇ અવારનવાર આગની અને આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે. પાલેજ ખાતે ફાયર ટેન્ક સુવિધાના અભાવને કારણે આગની ઘટનાઓમાં મોટું નુક્સાન વાવ છે. તો પાલેજ જેવા વિકસિત નગરને તાત્કાલિક ફાયર ટેન્કર મા ફાયર સ્ટેશન બનવાની લોકમાગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો : In Surat Demolish Temple : મંદિર અને દરગાહનું કરાયુ ડિમોલેશન

https://indianewsgujarat.com/gujarati-news/demolish/

આ પણ વાંચો : Surat Police Drive – પોલીસની સરપ્રાઈઝ વ્હીકલ કોમ્બિંગ ડ્રાઇવ

https://indianewsgujarat.com/gujarati-news/surat-police-drive/

SHARE

Related stories

Latest stories