HomePoliticsLack of cleaning in Dhoraji : ભાજપ અને કોંગ્રેસનો એક બીજા પર...

Lack of cleaning in Dhoraji : ભાજપ અને કોંગ્રેસનો એક બીજા પર આક્ષેપો, પ્રજા ભયંકર રોગચાળાના ખતરા વચ્ચે, સફાઈનો અભાવ

Date:

INDIA NEWS GUJARAT : રાજકોટ જીલ્લા ના ધોરાજી માં સફાઈ નો અભાવ જોવા મળી રહ્યો છે શહેર ભર માં ગંદકી ના ગંજ ખડકાયા છે ત્યારે ભાજપ કોંગ્રેસ એક બીજા પર આક્ષેપ બાજી નો મારો ચલાવી રહ્યા છે અને પ્રજા ભયંકર રોગચાળા ના ખતરા વચ્ચે જીવી રહી છે.

ધોરાજી શહેર માં બે વર્ષ થી વહીવટદાર નું શાશન છે નગર પાલિકા ના વહીવટદાર ના શાશન માં શહેર ની સ્થિતિ કફોડી બની છે શહેર ભર માં ગંદકી ના ઢગ ખડકાયા છે જે દ્ર્શ્યો જોતા એવું લાગે કે ધોરાજી ના રસ્તાઓ પર નર્ગા કાર બની ગયા છે અહીંયા ના સ્થાનિકો નું આક્ષેપ છે કે જો ધોરાજી ના રસ્તાઓ પર થી પસાર થવું જ હોઈ તો મોઢે ડૂચો દઈ ને પસાર થવું પડે છે નગર પાલિકા ના અધિકારીઓ સ્થાનિકો ની રજૂઆત સાંભળતાજ નથી.

ધોરાજી માં રસ્તાઓ પર પથરાયેલ
ગંદકી અને ઠેર ઠેર ઉભરાતી ગટરના ગંદા પાણી રસ્તા પર આવી જાય છે ત્યારે લોકોને રસ્તાઓ પર થી પસાર થવું પણ મુશ્કેલ બને છે લોકો ને રસ્તા પર ગંદા પાણી માંથી પસાર થવા મજબૂર બનવું પડે છે નગર પાલિકા એ ફરિયાદ કરવા જઈ પરંતુ કોઈ પણ નિરાકરણ ના આવતું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.


ધોરાજી માં પથરાયેલ ગંદકી બાબત એ રાજકારણ ગરમાયું છે ગંદકી બાબત એ કોંગ્રેસ દ્વારા નગર પાલિકા ના અધિકારી અને ભાજપ પર આક્ષેપ કર્યા કોંગ્રેસ ના શહેર પ્રમુખ દિનેશ વોરા એ કહ્યું કે શહેર માં સફાઈ ની સ્થિતિ ખડે ગઈ છે અધિકારીઓ ના શાશન માં પ્રજા હેરાન છે અને ખાતર ઉપાડવાનો અને સફાઈ નો કોન્ટ્રાક્ટ જેને આપેલો છે તે કોન્ટ્રાક્ટરો ભાજપ સાથે સંકળાયેલા છે અને જેના કારણે પૂરતા પ્રમાણમાં કચરો ઉપડતો નથી સફાઈ માત્ર કાગળ ઉપર થાય છે અને સફાઈ કામગીરીની અંદરમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભયંકર પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભાજપના નેતાઓ આવા સ્પષ્ટ કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ દ્વારા કરાયેલ આક્ષેપોને શહેર ભાજપના મહામંત્રી એ પાયા વિહોણા ગણાવ્યા શહેર ભાજપના મહામંત્રીએ કોંગ્રેસ દ્વારા કરાયેલ આક્ષેપ અંગે નિવેદન કરતા જણાવ્યું કે કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા છે શહેરભરની અંદરમાં સફાઈ નિયમિત થાય છે અને ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ભાજપ ના કોઈપણ વ્યક્તિ ના અથવા લાગતા વળગતા કોઈપણ વ્યક્તિનો કોન્ટ્રાક્ટ નથી જો ફરિયાદ હશે તો તાત્કાલિક ધોરણે નગરપાલિકાને જાણ કરવામાં આવશે.

એક તરફ છે તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના લોકો ગંદકી બાબતે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે અને કોંગ્રેસના જે આક્ષેપો છે જેને લઇ અને ભાજપે પલટવાર કર્યો પરંતુ શહેરભરમાં ખડકાયેલ ગંદકી જે એક વાતની સાબિતી આપે છે કે ધોરાજીમાં સફાઈ ના નામે છે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી અને શહેર ગંદકીથી ખદ બધી રહ્યું છે.

Jamnagar Air Show 2025: જામનગર ખાતે ૨૫, ૨૬ જાન્યુઆરી દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક ટીમનો અદ્ભુત એર શો યોજાશે

SHARE

Related stories

Latest stories