HomeEntertainmentIPL 2022 :Dhoni Used a 12 Year Old Trick : ધોનીએ 12...

IPL 2022 :Dhoni Used a 12 Year Old Trick : ધોનીએ 12 વર્ષ જૂની એવી ટ્રિક વાપરી-India News Gujarat

Date:

IPL 2022 : Dhoni Used a 12 Year Old Trick : ધોનીએ 12 વર્ષ જૂની એવી ટ્રિક વાપરી-India News Gujarat

ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચમાં ધોનીએ (Dhoni)કાયરન પોલાર્ડને આઉટ કરવા માટે ફિલ્ડીંગ સેટ કરી હતી અને તેઓ પોલાર્ડને પવેલિયન મોકલવામાં સફળ રહ્યા હતા.

  • માહીએ(Dhoni) ફરી અપનાવી 12 વર્ષ જૂની ટ્રીક 
  • કાયરન પોલાર્ડને આઉટ કરવા માટે સેટ કરી ફિલ્ડીંગ 
  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 

માહીએ(Dhoni) ફરી અપનાવી 12 વર્ષ જૂની ટ્રીક 

  • ચેન્નાઈ સુપર કિંગ્સનાં પૂર્વ કપ્તાન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીને(Dhoni) માસ્ટર માઈન્ડનાં નામથી પણ ઓળખવામાં આવે છે.
  • ધોની (Dhoni)હંમેશા સામેની ટીમનાં ખેલાડીઓ કરતા એક ડગલું આગળ વિચારે છે. આવું જ કંઈક મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલી રહેલા મુકાબલામાં પણ જોવામાં આવ્યું હતું.
  • જ્યારે મુંબઈ ઇન્ડિયન્સનાં વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન કાયરન પોલાર્ડ પિચ પર બેટિંગ કરવા આવ્યા હતા.

ધોનીએ (Dhoni)ચાલાકીથી પોલાર્ડને મોકલ્યા પવેલિયન 

  • ચેન્નાઈ સુપર કિંગ્સ સામે વેસ્ટઇન્ડીઝનાં અનુભવી ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડ સારા ફોર્મમાં જોવા મળી રહ્યા હતા. તેમણે 8 બોલ્સમાં 1 ચોક્કો અને એક શાનદાર સિક્સરની મદદથી 14 રન બનાવ્યા હતા.
  • પરંતુ ત્યાર બાદ માહીએ(Dhoni) પોલાર્ડને આઉટ કરવા માટે એવો માસ્ટર સ્ટ્રોક રમ્યો, કે બધા જોતા જ રહી ગયા.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ (Dhoni)

  • આ ઘટના છે મુંબઈન બેટિંગ દરમિયાનની 17મી ઓવરની, જેમાં ધોનીએ (Dhoni)પોલાર્ડને આઉટ કરવા માટે ખાસ ફિલ્ડીંગ સેટ કરી હતી. જેને કારણે પોલાર્ડ પોતાની વિકેટ ખોઈ બેસ્યા. તે ઓવર શ્રીલંકાનાં યુવા ઓફ સ્પિનર મહેશ થીક્ષણા નાંખી રહ્યા હતા.
  • ધોનીએ(Dhoni) પહેલા બોલ બાદ વિશેષ રૂપથી પોલાર્ડ માટે ઠીક લોંગ ઓન લોંગ ઓફ વચ્ચે એટલે કે એમ્પાયરની પાછળ બાઉન્ડ્રી પર શિવમ દુબેને ઉભા રાખી દીધા હતા.
  • આવામાં પોલાર્ડ પછીના બોલ પર જ એમ્પાયરનાં માથા પરથી મોટો શોટ મારવા ગયા અને તે શોટ માટે માહી(Dhoni) દ્વારા સેટ કરવામાં આવેલ ફિલ્ડર શીવમ દુબેએ કેચ પકડી પડ્યો.
  • આ પ્રકારે ધોનીએ (Dhoni)પોતાના ચક્રવ્યૂહમાં પોલાર્ડને ફસાવ્યો હતો. વર્ષ 2010નાં IPL ફાઈનલમાં પણ ધોનીએ(Dhoni) પોલાર્ડને આ પ્રકારે જ ફસાવ્યો હતો.

તમે આ પણ વાંચી શકો છો –Akshay Kumar apologizes to fans- અક્ષય કુમારે ચાહકોની માફી માંગી

તમે આ પણ વાંચી શકો છો –Opening Bell :કારોબાર લાલ નિશાન નીચે સરક્યો

SHARE

Related stories

Latest stories