આ વર્ષે iPhone ના 4 નવા મોડલ રજૂ થવાની શક્યતા
- iPhone 14: આ વર્ષે iPhone ના 4 નવા મોડલ રજૂ થવાની શક્યતા છે.
- Apple દ્વારા આ વર્ષે લોન્ચ થનારા iPhone મોડલમાં iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro અને iPhone 14 Pro Max નો સમાવેશ થઈ શકે છે.
નવા Apple iPhone ને લઇને લોકોમાં ઘણો ક્રેઝ છે. અને હજુ પણ લોન્ચિંગમાં અમુક મહિના બાકી છે. જો કે, આઇફોન 14 સિરીઝ વિશે કંપનીએ કોઈ પ્રકારની જાણકારી આપી નથી, પણ તેને લઇને અફવાઓ અને લીક ડિટેલથી તેની નવી ડિઝાઇન, કિંમતમાં બદલાવ, કેમેરામાં બદલાવ અને નવી બેટરી વિશે માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે એપલ દર વર્ષે સપ્ટેમ્બરમાં પોતાનો નવો ફોન લોન્ચ કરે છે, અને આ વખતે પણ આશા છે કે આઇફોન 14 સિરીઝને પણ આ જ મહિનામાં લોન્ચ કરવામાં આવશે.-India News Gujarat
iPhone 14 સિરીઝની ડિટેલ પહેલાંથી જ ઓનલાઇન લીક
iPhone 14 સિરીઝ વિશે ઘણી ડિટેલ પહેલાંથી જ ઓનલાઇન લીક થઈ ગઈ છે. લીક અને રિપોર્ટથી આગામી iPhone 14 પ્રો મોડલ વિશે અમુક નવી ડિટેલ સામે આવી છે. Apple છેલ્લા ઘણાં વર્ષોથી iPhones માટે ફંકી કલર લઈને આવે છે. એક નવી રિપોર્ટ અનુસાર, આઇફોન 14 પ્રો મોડલ, જેમાં પ્રો અને પ્રો મેક્સ સામેલ છે, તે એક નવા ગોલ્ડન કલરમાં આવવાના છે.
આ ઉપરાંત કેટલીક લેટેસ્ટ લીકથી એ પણ જાણવા મળ્યું છે કે iPhone 14 પ્રો એક પિલ અને હોલ ડિઝાઇન સાથે પેક કરવામાં આવશે. ફોનમાં એક પિલના આકારનું કટઆઉટ અને ફેસઆઈડી સેન્સર અને સેલ્ફી કેમેરા માટે હોલ સામેલ કરવાની વાત કરવામાં આવી છે.-India News Gujarat
કહેવાય છે કે iPhone પ્રો મોડલમાં પાછલા મોડલની સરખામણીએ પાતળા બેઝલની સુવિધા છે. તો iPhone 14 અને iPhone Pro Max માં પાછલા ફોનની જેમ વાઇડ નોચ હોવાની શક્યતા છે.
જાણો શું હશે કીમત
બ્લૂમબર્ગના એપલ ગુરુ માર્ક ગુરમનન દાવો છે કે એપલ તેના આવનારા સૌથી મોટી સાઇઝ ધરાવતા આઇફોનને પહેલા કરતાં 200 ડોલર ઓછા ભાવે વેચશે. કહેવાય છે કે પ્રો અને નોન-પ્રો iPhones માં તફાવત કરવા માટે Apple iPhone 14 Pro અને iPhone 14 Pro Max ની કિંમત ક્રમશઃ 1099 ડોલર અને 1199 ડોલર સુધી વધશે.
આ ઉપરાંત ફોનને લઈને એવી અટકળ પણ છે કે એપલ તેના આઇફોન 13 મિનીને તેના મેક્સ વર્ઝનથી રિપ્લેસ કરશે, જેની કિંમતમાં લગભગ 300 ડોલરનો વધારો થઈ શકે છે.-India News Gujarat
તમે પણ આ વાંચી શકો છો: Apple iPhone 13 ફેન્સ માટે ગુડ ન્યુઝ