SHARE
HomeToday Gujarati NewsInternational Nurses Day : સુરત સિવિલ હોસ્પિટલમાં નર્સીગ બહેનોનું કરાયું સન્માન

International Nurses Day : સુરત સિવિલ હોસ્પિટલમાં નર્સીગ બહેનોનું કરાયું સન્માન

Date:

કોરોનાકાળમાં કામને પ્રાધાન્ય આપતી નર્સોને ફુલોથી વધાવી સન્માન કરાયું

International Nurses Day:સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા ૧૨મી મે ‘International Nurses Day’ ની ઉજવણીના ભાગરૂપે નર્સીગ બહેનોનું સન્માન કરીને ઉજવણી કરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના કપરા સમયગાળા દરમિયાન રાતદિન ખડેપગે ફરજ બજાવીને પોતાના કામને પ્રાધાન્ય આપતી નર્સોને ફુલોથી વધાવી સન્માન કરાયું હતું.

કોણ હતાં ફ્લોરેન્સ નાટીંન્ગેલ, જેમની યાદમાં દર વર્ષે 12 મેના રોજ ઉજવાય છે ‘નર્સ ડે’

નર્સિંગ સ્ટાફ દ્વારા વિશ્વની પ્રથમ નર્સ ફલોરેન્સ નાઇટિંગલના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે તરીકે એટલે ઈન્ટરનેશનલ નર્સ ડે. જેનો સબંધ ૨૦૦ વર્ષ પૂર્વે ૧૨ મે,૧૮૨૦માં જન્મ લેનારી ફ્લોરેન્સ નાઈટિંગેલ સાથે સંકળાયેલો છે. જેમણે માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી. ફ્લોરેન્સને ‘લેડી વિથ લેમ્પ‘ કહેવામાં આવે છે. નર્સિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર નર્સોને નાઈટિંગેલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦માં ઈન્ટરનેશનલ યર ઓફ નર્સ એન્ડ મિડવાઈફ તરીકે મનાવવામાં આવ્યું હતું.

‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ દર વર્ષે ૧૨ મેના રોજ ઉજવણી કરવામાં આવે છે. ઈ.સ. ૧૮૨૦માં ક્લોરેન્સ નાઇટિંગલના જન્મની યાદમાં ઉજવણી થાય છે. જેને આધુનિક નર્સિગના પાયા તરીકે લેડી વિથ ધ લેમ્પ’ તરીકે ઓળખવામાં આવે છે. નર્સ એ કોઈ પણ હોસ્પિટલનું હદય છે અને કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર તેમની હાજરી વિના સફળતાપૂર્વક કાર્ય કરી શકતા નથી. કોરોનાની પરિસ્થિતિમાં નર્સિગ સ્ટાફ સેવાપરાયણતાના ભાવ સાથે પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ફરજ બજાવી હતી. આવી કોરોના વોરિયર્સ નર્સ બહેનોનો ઉત્સાહ વધારવા માટે સિવિલ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે સિવિલની નર્સીગ સ્ટાફગણે કેક કાપી ફુગ્ગાઓ ઉડાડી શાંતિ સંદેશ આપ્યો હતો. ઉપરાંત માતા અને બાળકોના મૃત્યુ દર ઘટાડવા બાળકોના વોર્ડમાં ગાયનેક વોર્ડમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતી નર્સ બહેનોને સન્માનિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશભાઇ પટેલ, મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ.ડો. કેતન નાયક તથા ડો.ઓમકાર ચૌધરી, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી લીલાબેન ગામીત, સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસોસિએશનના સેક્રેટરી કિરણભાઇ દોમડીયા, અશ્વિનભાઇ પંડ્યા તેમજ હેડનર્સ, સ્ટાફનર્સ સહિત સ્થાનિક નર્સિંગ એસો. ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Latest stories