HomeGujaratInflammation of sugarcane juice-શેરડીના રસમાં મોંઘવારીની ખારાશ-INDIA NEWS GUJARAT

Inflammation of sugarcane juice-શેરડીના રસમાં મોંઘવારીની ખારાશ-INDIA NEWS GUJARAT

Date:

Inflammation of sugarcane juice

Inflammation of sugarcane juice : નાના વેપારીઓને મોંધવારી અને કાળ ઉનાળાની સિઝન અને ગરમીના દિવસોમાં શેરડી રસના સંચા અને મશીનો ઠેક-ઠેકાણે જોવા મળે છે. બસ સ્ટેન્ડ હોય કે સીનેમાઘર શેરડીનો રસ તો મળતો જ હોય છે.મધ્યમ વર્ગના લોકો આ સિઝનમાં શેરડી રસનો ધંધો કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે આમ લોકો પણ રસ્તા પર વેંચાતા શેરડીના રસનું રસપાન કરી કાળઝાળ ગરમીથી રાહત મેળવતા હોય છે.મધ્યમ વર્ગના લોકો પી શકે તેવો આ રસ ઉનાળાની કાળજાળ ગરમીથી અને લૂ થી રાહત આપનારું છે.પણ વધતા જતા આ ભાવ વધારાને કારણે શેરડીના આ ઠંડા મધુર રસને ભાવ વધારાની કડવાસ નડી રહી છે.ઈ India News Gujarat

 

શેરડીનો રસ કાઢવામાં વપરાતાં મશીનોના ભાવોમાં
20 થી 30 ટકા જેટલો તોતીંગ ભાવ વધારો થયો છે

Inflammation of sugarcane juice : શેરડીના સંચા (જ્યુસ મશીન) ના ઉત્પાદન માં ગુજરાત નું રાજકોટ શહેર મોખરે રહ્યું છે.અહીં બનતા મશીનો અન્ય રાજ્યો જેવા કે તમિલનાડુ,આંધ્ર પ્રદેશ , મહારાષ્ટ્ર, રાજેસ્થાન અને દક્ષિણના રાજ્યો પણ ગુજરાતથી ખરીદી કરતા હોય છે. ગુજરાતનું રાજકોટ શહેર શેરડી રસના મશીન બનાવવા માટે ખુબજ ખ્યાતિ પામી ચૂક્યું છે.કોરોના બાદ હવે આ મશીનમાં પણ ભાવ વધારા આવતાં મધ્યમ તેમજ નાના વેપારીઓ ને વધુ રોકાણ કરવા વિવશ કરી દીધા છે.15 હજાર ની કિંમત સુધી મળી જતું આ મશીન ભાવ વધારા બાદ 19 થી 20 હજારના ભાવે બજારમાં વહેંચાતું મળે છે. -India News Gujarat

લીંબુના ભાવમાં પણ વધારો

Inflammation of sugarcane juice : જેની સાથે હાલના સંજોગોમાં શેરડીના રસ સાથે વપરાતા લીંબુને પણ ભાવ વધારો નડ્યો છે મધ્યમ વર્ગના શેરડી રસના વ્યાપારીઓ પણ મુંજવણ અનુભવી રહ્યાછે ત્યારે તેઓ ઉનાળા ની સિઝનમાં આ શેરડીના રસનો નાનકડો વ્યવસાય કરી રોજી રોટી મેળવતાં હોય છે.
શેરડીના રસમાં લીંબુ મહત્વ નો ભાગ ભજવે છે. એક સમય એવો હતો ડબલ લીંબુ સાથે તો વધુ લીંબુ નાંખજો કહીને રસ પીતા ગ્રાહકો ને વ્યાપારીઓ હોશે હોશે લીંબુ નીચોવી આપતાં હતા.
પણ હાલે જે સંજોગો ઉભા થયા છે ત્યારે 30 થી 50 રૂપિયે કિલો વેચાતા લીબું અત્યારે 200 થી 400 રૂપિયા ના ભાવે વહેચાય છે. જેના લીધે શેરડીનો રસ લીબું વગર જ ગ્રાહકોને આપવાનો વારો આવ્યો છે.
આમ હવે ગ્રાહકો પણ લીબું વગરનો રસ પીવા માટે મજબુર થઇ ગયા છે. આ જોતા મધ્યમ અને નાનકડા વ્યાપારીઓ જે શેરડીના રસના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવા વ્યાપારીઓમાં ચિંતા પ્રસરી રહી છે.– India News Gujarat

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો 

Inflammation of sugarcane juice : પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધારાને કારણે જે ટ્રાન્સ્પોર્ટ્રેશનમાં શેરડી લઈને વાહનો આવતાં વાહન માલિકોએ ભાડાના દરમાં વધારો કરતાં તમામ ઉધોગોને ભાવ વધારા ની માર ખમવી પડી રહી છે.એવામાં શેરડી રસના સંચા ચલાવતા વ્યાપારીઓનું તો જાણે આવીજ બન્યું છે.નાનકડો વ્યાપાર અને લોકો ને ફ્રેશ શેરડી જ્યુસ પીવડાવાનું  કામ કરતા આ મધ્યમ વર્ગીય ધંધાર્થીઓનું તો જાણે બજેટ જ ખોરવાઈ ગયુ છે.
પહેલા જે માલવાહક ખર્ચ 7 થી 8 હજાર આવતો એ ખર્ચ હાલે 10 થી 11 હજારે સુધી પહોંચ્યો છે.આટલું જ    નહિ ડીઝલ અને પેટ્રોલથી જે મશીનો સતત 8 કલાક સુધી ચાલુ રખાતા તે હવે ગ્રાહક જોઇને ચાલુ અને બંધ કરવાની ફરજ પડી રહી છે. સતત ભાવ વધારાના કારણે રૂપિયા 10 ના ભાવનો એક ગ્લાસ હવે 15 અને 20 રૂપીયા નો ભાવ કરવા માટે આ નાના ધંધાર્થીઓ મજબુર બન્યા છે -India News Gujarat


શેરડીનો રસ માનવ શરીર માટે ફાયદામંદ 

Inflammation of sugarcane juice : 

  • માનવશરીરમાં ચરબી બાળવાની પ્રોસેસને શેરડીનો રસ પીવાથી ઝડપ મળે છે.
  • દાંતના પેઢાની તકલીફોમાં શેરડીનો રસ પીવાથી ફોસ્ફરસ હોવાથી તકલીફોથી બચી શકાય છે.
  • આમ શેરડીના  રસમાં ફોસ્ફરસ,મેગ્નેશિયમ,એન્ટી કાર્સીનોજેનીક એલીમેન્ટ્સ,કેલ્શિયમ,

સુક્રોઝ ગ્લુકોઝ જેવા અનેકોનું મિશ્રણ હોવાથી  માનવ-શરીર માટે એક એનર્જી ડ્રિંક્સની અને આરોગ્યપ્રદ પીણું          સાબિત થયું છે.-India News Gujarat

આ પણ વાંચી શકો છો : Ambedkar Jayanti 2022: બંધારણના રચયિતા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિએ આજે ​​લાખો યુવાનોને પ્રેરણા આપી-India News Gujarat

આ પણ વાંચી શકો છો : 2036 Olympic :IOCના પ્રતિનિધિઓ 2025માં ભારતની મુલાકાત લેશે-India News Gujarat

SHARE

Related stories

Latest stories