INDIA NEWS GUJARAT : મહારાષ્ટ્ર બિહાર,રાજસ્થાન યુપી, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના ઘોડેસ્વારો અને પાલકો દ્વારા હરીફાઈમાં ભાગ લેવામાં આવ્યો હતો. ઘોડાઓની છ હરીફાઈઓમાં અંદાજે 150 થી વધુ ઘોડે સવારો એ ભાગ લીધો. રણમાં ઘોડા દોડ યોજાઈ, જી હા તમે સાચું સાંભળ્યું, રણમાં ઘોડા દોડ્યા. કચ્છી સિંધી ઘોડાની માન્યતા પછી અશ્વ હરીફાઇ રણમાં યોજાતી હોય છે આજે ભારત ભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ઘોડા હરીફાઈમાં જોડાયા હતા. મહારાષ્ટ્ર બિહાર,રાજસ્થાન યુપી, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના લોકો ભાગ લેવા આવે છે.
ભારતમાં ઘોડાની માન્યતા પ્રાપ્ત 7 નસલ છે જેમાં 7મી નસલ તરીકે માન્યતા પ્રાપ્ત કચ્છી સિંધી ઘોડાનો નસલ છે.આ ઘોડાઓ અલગ અલગ રાજ્યમાં જઈ અને ત્યાં ટ્રેનિંગ લેતા હોય છે.
વેકરિયાના રણમાં ભુજ અશ્વપાલક ગ્રુપ દ્વારા આયોજિત આ હરીફાઈમાં ઘણા રાજ્યો નાં લોકો ભાગ લેતા હોય છે. જેમાં કચ્છ ઉપરાંત અન્ય વિસ્તારના કચ્છી સિંધી અશ્વપાલકો વિવિધ હરીફાઇઓમાં ભાગ લીધો હતો કચ્છી સિંધી નસલના ઘોડા કચ્છ ઉપરાંત રાજસ્થાનના બાડમેરમાં મુખ્યત્વે જોવા મળે છે. અહીં 400 થી 500 લોકો ઘોડાઓ લઈને આવેલા હતા તો હરીફાઈ જોવા માટે હજારોની સંખ્યામાં પણ લોકો ઉમટયા હતા.
અશ્વપાલનમાં જાગૃતિ આવે તે માટે કચ્છમાં વિવિધ સ્થળોએ હરીફાઇઓના આયોજનો માં રેવાલ ચાલના કારણે કચ્છી સિંધી નસલના ઘોડાનું મહત્ત્વ વધ્યું. આ ઘોડો જ્યારે રેવાલ ચાલ ચાલે ત્યારે એમ કહેવામાં આવે છે કે અસવાર કોઇ ખુલ્લા વાસણમાં પ્રવાહી લઇ જાય તોય એ હલતું નથી એ અન્ય ઘોડાની સરખામણીએ એની વિશેષતા છે. અહીં 6 જાતની હરીફાઈ યોજાઈ હતી જેમાં નેની, મોટી રેવલ અને નાની- મોટી સેરડો , અડાત, બેદાંત, આ પ્રકાર ની હરીફાઈ યોજાઈ હતી. અહીં કોમી એકતાના ભાવથી આ હરીફાઈ યોજાતી હોય છે અને જેની અંદર હિંદુ મુસ્લિમ સરદાર સહિતના લોકો ભાગ પણ લેતા હોય છે અને રેફરી તરીકે પણ ફરજ બજાવતા હોય છે.
વેકરીયા ના ખુલ્લા રણ મેદાનમાં આ હરીફાઈ કરવામાં આવે છે જેની અંદર લાખોના ઇનામો પણ અપાય છે મોટી રેવાલ હરિફાઈ માં પ્રથમ ઇનામ hero બાઇક રાખવામાં આવેલી છે અને બાકીના હજારોના ઇનામો પણ રાખવામાં આવેલા છે.
અલગ અલગ રાજ્યના લોકો અહીં હરીફાઈમાં ભાગ લેવા માટે અને જોવા માટે પણ આવતા હોય છે.