Highway Problems: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આસ્થા ગામે પડતર પ્રશ્ને રહીશોએ એક દિવસ આગાઉ હાઈવેની કામગીરી અટકાવી હલ્લાબોલ કર્યો હતો. જેને લઈને આજરોજ હાઇવે ઓથોરિટીના કર્મચારીઓએ ગ્રામજનો સાથે મિટિંગ યોજી માંગણીઓ પુરી કરવાની બાહેદરી આપી હતી.
એક્સપ્રેસ હાઈવેની કામગીરીને લઇ વિરોધ વધ્યો
સુરત જિલ્લામાં જમીન સંપાદન અને એક્સપ્રેસ હાઈવેની કામગીરીને લઇ વિરોધ વધ્યો હતો. જેમાં વડોદરા મુંબઈ એકસ્પ્રેસ હાઈવેની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે કામરેજ તાલુકાના આસ્તા ગામે આસ્થા ગામેથી એક્સપ્રેસ હાઈવેની કામગીરી અહીંથી ચાલી રહી છે જેથી પાણીનો ભરાવો અને વાહનોને આવાની જવા ને માટે અનેકવાર મુશ્કેલી ઊભી થતી હોવાને કારણે એક દિવસ અગાઉ ગ્રામજનોએ હાઇવે ની કામગીરી બંધ કરાવી હલ્લાબોલ કર્યો હતો. જેથી આજરોજ એક્સપ્રેસ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ગ્રામજનો સાથે સાથળ પર પહોંચીને મિટિંગ યોજી ચર્ચા વિચરણા કરી હતી.
Highway Problems: નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા આશ્વાસન આપાયું
મિટિંગ દરમિયાન ગ્રામજનોએ એક્સપ્રેસ હાઈવેની બંને તરફ લિંકરોડ, મોટું ગરનાળું તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવી આપવાની માંગ કરી હતી. જે મામલે એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીના અધિકારીએ ગ્રામજનોને ખાત્રી આપી હતી કે એક મહિનામાં ગરનાળુ તેમજ બંને તરફ લિંક રોડ, તેમજ લિંક રોડની બંને તરફ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવી આપવાની બાહેદરી આપી હતી. આ મિટિંગ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે ગામની મહિલાઓ પણ મિટિંગમાં જોડાઈ હતી.
તો બીજી તરફ સને 2022 માં આસ્થા ગામના રહીશો લડત લડતા આવ્યા છે પરંતુ આજ દિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. પરંતુ હાલતો એક્સપ્રેસ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ માંગ પુરી કરવાનું આશ્વાસનતો આપ્યું છે પરંતુ ક્યાં સુધીમાં ગ્રામજનોની માંગણીની કામગીરી પુરી થશે તે જોવું રહ્યું જોકે માંગ સંતોષાય નહિ તો ગ્રામજનો હવે આગામી દિવસોમાં પણ આંદોલનનો માર્ગ અપનાવે તો નવાઈ નથી.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: