HomeGujaratHarsh Sanghvi On Gopal Italia : મંદિરો, કથાઓ માટે આ પ્રકારના શબ્દનો...

Harsh Sanghvi On Gopal Italia : મંદિરો, કથાઓ માટે આ પ્રકારના શબ્દનો પ્રયોગ કરે – India News Gujarat

Date:

Harsh Sanghvi On Gopal Italia : મંદિરો, કથાઓ માટે આ પ્રકારના શબ્દનો પ્રયોગ કરે – India News Gujarat

  • Harsh Sanghvi On Gopal Italia : આ ગુજરાત રાજ્ય છે.એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગણપતિ નો તહેવાર હોય કે નવરાત્રિનો ગણપતિનું તહેવાર ખૂબ જ સારી રીતે ઉજવી શકે
  • નવરાત્રિનો તહેવાર અને પરિવાર જોડે મોટી રાત સુધી સારી રીતે ઉજવી શકે આ તમામ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.
  • પરંતુ ત્યારબાદ આમઆદમી પાર્ટીનાં નેતા ગોપાલ ઇટાલિયા નો વિડીયો વાયરલ થતાં ગુજરાત ભર માં એના ગહેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે ત્યારે ગૃહરાજ્ય મંત્રી એ નિવેદન આપ્યું છે.

 

કથા અને મંદિર મહિલાઓના શોષણ નો અડ્ડો – ગોપાલ ઈટાલીયા

  • ગોપાલ ઇટાલિયા ગુજરાત ની માતા બહેનો ને સંબોધીને મંદિરો કથા જેવા પ્રસંગો માં જાવા બાબતે નિવેદન કરતો વિડોયો વાયરલ થઈ રહો છે
  • ઇટાલિયા નાં નિવેદન મુજબ મંદિરોમાં અને કથાઓ માં મહિલાઓનું શોષણ થાય છે અને ત્યાં જવાનું બહેનોએ ટાળવું જોઈએ એવી આપીલ કરતાં હોવાનું જણાઈ આવે છે
  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું મને ખૂબ જ દુઃખ થયું છેકે,
  • એક ગુજરાતનો નાગરિક આ મંદિરો, કથાઓ માટે આ પ્રકારના શબ્દનો પ્રયોગ કરે. આપણા દેશના નાગરિકો આપણા સંસ્કૃતિ જોડે જોડાઈ રહે તે માટે ધર્મ ખૂબ જ મોટું કારણ બન્યું છે.
  • ત્યારે આ મામલે ગુજરાતભર માં વિરોધ થઈ રહ્યો છે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે તમે પહેલા જોવો

હર્ષ સંઘવીએ ઇટલીયાનો વિડીયો ગુજરાતી માટે શર્મનાક ગણાવ્યો

  • ઇટાલિયા નાં આવા વાણીવિલાશ સામે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે,,,
  • આ પ્રકારના સંસ્કાર અમારા ગુજરાતના નાગરિકોમાં ક્યારે હોતા નથી.
  • ગુજરાતના નાગરિકોને એવો અપીલ કરવામાં આવે છેકે, મંદિરમાં ના જશો મંદિરમાં શોષણ થશે.
  • આ પ્રકારનો વિડીયો જ્યારે મેં જોયો ત્યારે મને ખૂબ જ દુઃખ થયું. ભલે બીજી પાર્ટીમાં હોય પરંતુ તેમની આ પ્રકારની વિચારધારા કેવી રીતે હોઈ શકે?
  • આ પ્રકારની વાતો જ્યારે લોકો સમક્ષ જઈ રહી છે ત્યારે લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મને મંદિરમાં, કથામાં આસ્થા છે. એ જ આસ્થાને ઠેશ પહોચાવાનો કોઈનો અધિકાર નથી.
  • મંદિરની પૂજાઓ આ આપણી સંસ્કારો છે. આપણા દેશના નાગરિકો આપણા સંસ્કૃતિ જોડે જોડાઈ રહે તે માટે ધર્મ ખૂબ જ મોટું કારણ બન્યું છે. અને જ્યારે મંદિરના કથાઓમાં નાના બાળકો બેસે છે ત્યારે તેમના વિચારોમાં ખૂબ જ મોટું પરિવર્તન આવતું હોય છે.
  • લોકોને મંદિરમાં જતા અટકાવવા શું આ યોગ્ય છે. આ વિડીયોથી ભૂલથી વાયરલ થઈ ગયો છે. આ વીડિયોને કારણે ગુજરાતના ખૂણે ખૂણે થી ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે.

પાર્ટી માટે પણ હવે ગોપાલ ઇટલીયા બન્યા સરદર્દ

  • ચારે તરફ જ્યારે આપ નેતા ગોપાલ ઇટાલિયા નાં વિડીયો ને લઈને વિરોધ નાં શૂર ઉઠી રહ્યા છે ત્યારે તેમની જ પાર્ટીના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં લખે છેકે,
  • આ એમનો પર્શનલ વિચાર છે. એ જોઈને લોકો હાથ ઊંચા કરવા માંડ્યા છે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ પાર્ટીમાં ઊભી થઈ છે.
  • એટલેકે ગઈકાલ રાતથી જ પાર્ટીમાં મિટિંગ ચાલી રહી છે. એટલે એમની જ પાર્ટીએ એમની આવા વાણીવિલાશ થકી પાર્ટીને નુકશાન થતું હોવાનું માની રહી હોય એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો

harsh sanghvi ગ્રીષ્માના પરિવારની મુલાકાતે પહોચ્યા-India News Gujarat

આ પણ વાંચો

High Court Against Delhi LG: હાઈકોર્ટે AAPને દિલ્હી એલજી વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ દૂર કરવાનો નિર્દેશ આપ્યો

SHARE

Related stories

Latest stories