1. ડિસે અને 5 ડિસે. ગુજરાતની ચૂંટણી, 8 ડિસે. પરિણામ, 4 કરોડ 90 લાખ મતદારો, 182 ધારાસભ્યોને ચૂંટશે
Gujarat Election 2022 : ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ચૂંટણીપંચની પ્રેસ કેન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. હવે જોવાનું એ રહેશે કે ગુજરાતની જનતા કોને પસંદ કરે છે અને કોને જાકારો આપે છે. Gujarat Election 2022, Latest Gujarat News
નવા મતદારો ઉમેરાયા છે : EC
રાજીવ કુમારે કહ્યું કે મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે. નવા મતદારો ઉમેરાયા છે. ભૂલો સુધારવામાં આવી છે. શહેરોમાં મતદાન વધારવા માટે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 3.24 લાખ જેટલા નવા મતદારો ઉમેરાયા છે. ગુજરાતમાં 2022 બૂથ એવા શોધવામાં આવ્યા છે જ્યાં સૌથી ઓછું મતદાન થાય છે. આ બૂથ પર મતદાન વધે તે માટે પંચ દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે. Gujarat Election 2022, Latest Gujarat News
ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે
ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. તેમાં 40 બેઠકો અનામત છે. 13 બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે રિઝર્વ છે. 2017માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે વિજય મેળવીને સરકાર બનાવી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા. Gujarat Election 2022, Latest Gujarat News
કુલ 13,06,315 મતદાઓને થશે ફાયદો
આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો રાજ્યની 182 વિધાનસભા બેઠકમાં 80 વર્ષથી વધુ ઉંમરના કુલ 9,01,513 મતદારો છે, જ્યારે જ્યારે દિવ્યાંગ મતદાર 4,04,802 છે. આમ કુલ 13,06,315 મતદારો ઘરે બેઠા પોસ્ટલ પેપરથી મતદાન કરી શકશે. જે માટેનું આયોજન ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવાયું છે. Gujarat Election 2022, Latest Gujarat News
તમે આ પણ વાંચી શકો છો – Invest Karnataka 2022 : સમગ્ર વિશ્વ ભારત તરફ આશા સાથે જોઈ રહ્યું છે: મોદી –