HomeToday Gujarati NewsGrishma murder case ફરી ટળી ગઈ સજાની સુનાવણી-India News Gujarat

Grishma murder case ફરી ટળી ગઈ સજાની સુનાવણી-India News Gujarat

Date:

Grishma murder caseમાં કોર્ટ 5 મેના રોજ સજા સંભળાવશે-India News Gujarat

સુરતની ચકચારી Grishma murder case મામલે ફરી એકવાર સજાની સુનાવણી ટળી છે. હવે આ કેસમાં કોર્ટ 5 મેના રોજ સજા સંભળાવશે.પરંતુ મુખ્ય સરકારી વકીલ નયનભાઇ સુખડવાલા કોર્ટમાં હાજર ન હોવાથી મુદત પડી છે.  મહત્વનું છે કે Grishma murder case માં દોષિત જાહેર થયેલા ફેનિલ ગાયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ફેનીલને સુનાવણી દરમિયાન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જેમાં 188 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ કેસની તપાસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી.

પોલીસે માત્ર 7 દિવસમાં આ ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી

પોલીસે માત્ર 7 દિવસમાં આ ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી.સરકાર પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે, વેબસિરિઝ જોઈને હત્યા કરાઈ છે. તો બચાવ પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે વેબસિરીઝ જોતો એટલે લટકાવી દશો? આજે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આગામી તારીખ 26 એપ્રિલ આપી હતી.-India News Gujarat

આ હતી ઘટના 

  • હત્યારો ફેનિલ ઘણા દિવસથી કરી રહ્યો હતો પીછો
  • યુવતીએ આ અંગે પોતાના પરિવારજનોને કરી હતી જાણ
  • બદનામીના ડરે પરિવારે પોલીસ ફરિયાદ કરવાનુ ટાળ્યુ હતુ
  • હત્યારા ફેનિલે યુવતીને હેરાન કરવાનુ ચાલુ રાખ્યુ હતુ
  • 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્માએ ફરીવાર પોતાની કાકીને આ અંગે જણાવ્યુ
  • ગ્રીષ્માના ભાઈ અને તેના મોટાબાપાએ ફેનિલને આપ્યો હતો ઠપકો
  • ફેનિલે ક્રોધમાં ગ્રીષ્માના મોટા બાપાને માર્યો હતો માર
  • ગ્રીષ્માના મોટાબાપાને બચાવવા જતાં તેનો ભાઈ પણ થયો ઘાયલ
  • ગ્રીષ્મા તેના મોટા બાપા અને ભાઈને બચાવવા બહાર દોડી આવી
  • ગ્રીષ્મા કઈ કરે તે પહેલા જ ફેનિલે તેને પકડી લીધી હતી
  • ફેનિલે ગ્રીષ્માને પકડી પરિવારની સામેજ છરી વડે રહેંસી નાખી હતી
  • ગ્રીષ્માનું મોત થયું ત્યાં સુધી હત્યારો તેની પાસે ઉભો રહ્યો હતો

સુરતમાં પાસોદરામાં ગત 13 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર મળતા તે બચી ગયો. પરંતુ હવે ન્યાયની કચેરીમાં તે નહીં બચી શકે. ત્યારે આશા રાખીએ કે, આવા ક્રૂર હત્યારાને ફાંસીની સજા કરી. સમાજમાં આવા તત્વોને કડક ઉદાહરણ પુરુ પાડે.તેવી ગ્રીષ્મના પરિવારે માંગ કરી છે.

સુરત Grishma murder case માં ગુરુવારે હત્યારા ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. કારણ કે, આ હત્યાકેસમાં કુદરત યોગ્ય ઈન્સાફ ઈચ્છતી હોય એમ અનાયાસે ઉતરેલો વીડિયો આજે ન્યાયની દીશામાં મહત્વનો પુરાવો બની ગયો. આ કેસમાં કોર્ટે પણ ન્યાય માટે હચમચાવતા આ વીડિયોને 35 વાર જોયો. આ કેસના તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા સત્ય પુરવાર થયાં છે. આ સત્ય પુરાવાઓના આધારે જ કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યો હતો.-India News Gujarat

કોર્ટે 69 દિવસમાં જ દોષિત જાહેર કર્યો

12 ફેબ્રુઆરીએ પાસોદરામાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટ દ્વારા માત્ર 69 દિવસમાં જ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકાર પક્ષ દ્વારા ત્રણ દિવસ સુધી દલીલ કરવામાં આવી હતી. જેમાં આરોપી દ્વારા ઉશ્કેરાટમાં હત્યા કરવામાં આવી હોવાનો ઈનકાર કર્યો હતો. આ સિવાય કોર્ટ દ્વારા 190 પૈકી 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 85 સાક્ષીઓને ડ્રોપ કરાયા હતા.-India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો: dumas gangrape case માં વધુ 2 ને આજીવન કેદ

તમે આ પણ વાંચી શકો છો: Elon Musk દ્વારા Twitter: ખરીદવાથી CEO Parag Agrawal નારાજ, ટ્વિટ દ્વારા નારાજગી વ્યક્ત કરી

SHARE

Related stories

Latest stories