HomeToday Gujarati NewsGir Forest: વન વિભાગ દ્વારા 500 જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા -INDIA...

Gir Forest: વન વિભાગ દ્વારા 500 જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા -INDIA NEWS GUJARAT

Date:

Gir Forest: ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઇ ગીર જંગલમાં વન્યજીવો તરસ્યા ન રહે તે માટે વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઇન્ટ ઊભા કરી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વનવિભાગ દ્વારા 500 જેટલા કૃત્રિમ પાણીના સ્ત્રોત બનાવી વન્યપ્રાણી માટે વ્યવસ્થા ઊભી કરી છે.

Gir Forest: ગરમીમાં વન્ય પ્રાણિયો માટે પાણી ની સુવિધા

હાલમાં અંગ દઝાતી ગરમી પડી રહી છે ત્યારે કાળઝાળ ગરમીના કારણે પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. ગરમીથી વન્યજીવોને પડી રહેલી પાણીની મુશ્કેલીને કારણે વનવિભાગ દ્વારા હાલમાં 500 જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવી તેમાં ઈલેક્ટ્રીક સપ્લાય, પવન ચક્કી, સોલાર દ્વારા તેમજ જરૂર પડયે ટેન્કરની મદદથી પણ પાણી ભરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સિંહને ગરમીનું પ્રમાણ વધારે અસર કરે છે. ત્યારે આ ખાસ પોઇન્ટ બનાવી પાણી ભરવામાં આવે છે.

આહી સિંહ, દીપડા, હરણ જેવા વન્યપ્રાણીઓ તેમજ વન્યજીવો આ પાણીના પોઇન્ટ માંથી પાણી પીવા, ઉપરાંત આ પોઇન્ટની બાજુમાં આવેલા વૃક્ષની નીચે બેસી ગરમીમાં ઠંડક મેળવે છે. હાલ ગીરજંગલ સુકુ તેમજ પાનખર જંગલ હોય સખત તાપથી વન્યજીવન પર વધુ અસર થતી હોય તેમજ કુદરતી પાણીના સ્ત્રોત પણ સુકાઈ જતા હોય ત્યારે આ કૃત્રિમ પાણીના પોઇન્ટ ઊભા કરી વન્યજીવોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ગરમી વચ્ચે વનવિભાગ દ્વારા પીવાના પાણીની સમસ્યા નિવારવા ગંભીરતાથી લઈ પાણીની વિશેષ સુવિધા શરૂ કરતાં સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આ કામને આવકારી પ્રશંસા કરી રહ્યાં છે.

તમે આ પણ વાંચી સકો છો :

Lok Sabha Election 2024: ત્રીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ, 7 મેના રોજ થશે મતદાન

તમે આ પણ વાંચી સકો છો :

Rameshwaram Cafe Blast કેસમાં NIAને મળી મોટી સફળતા, માસ્ટરમાઇન્ડ સહિત બે આરોપીની ધરપકડ

SHARE

Related stories

Latest stories