HomeToday Gujarati Newsરોકેટની ઝડપે વધી રહી છે Gautam Adaniની સંપત્તિ, કમાણી મામલે મુકેશ અંબાણી...

રોકેટની ઝડપે વધી રહી છે Gautam Adaniની સંપત્તિ, કમાણી મામલે મુકેશ અંબાણી ઘણા પાછળ-India News Gujarat

Date:

રોકેટની ઝડપે વધી રહી છે Gautam Adaniની સંપત્તિ

રોકેટની ઝડપે વધી રહી છે Gautam Adaniની સંપત્તિ, કમાણી મામલે મુકેશ અંબાણી ઘણા પાછળ-India News Gujarat

Gautam Adani Vs મુકેશ અંબાણી નેટ વર્થ

ગૌતમ અદાણીએ કમાણીની બાબતમાં મુકેશ અંબાણીને ખૂબ પાછળ છોડી દીધા છે. હવે ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 59 વર્ષીય અદાણીની સંપત્તિ $110 બિલિયન સુધી પહોંચી ગઈ છે, જ્યારે અંબાણીની સંપત્તિ $97.5 બિલિયન છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, છેલ્લા એક દિવસમાં અદાણીની સંપત્તિમાં $3.90 બિલિયનનો વધારો થયો છે, જ્યારે અંબાણીની સંપત્તિમાં માત્ર $1.54 બિલિયનનો વધારો થયો છે.

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિમાં નંબર વન છે . એલોન મસ્કની કુલ સંપત્તિ $260 બિલિયન છે. આ પછી, એમેઝોનના જેફ બેઝોસ બીજા નંબરે છે, તેમની કુલ નેટવર્થ $179 બિલિયન છે. ત્રીજા નંબરે બર્નાર્ડ આર્નોલ્ટ, ચોથા નંબરે બિલ ગેટ્સ, પાંચમા નંબરે વોરેન બફેટ, છઠ્ઠા નંબરે લેરી પેજ અને સાતમા નંબરે સર્ગેઈ બ્રિન.

2022 માં અદાણીની સંપત્તિમાં $33.0 બિલિયનનો વધારો થયો

બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર, આ વર્ષ 2022ની વાત કરીએ તો ગૌતમ અદાણીની સંપત્તિમાં $33.0 બિલિયનનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં $7.50 બિલિયનનો વધારો થયો છે. આ યાદીમાં ગૌતમ અદાણી નંબર વન પર છે. ગૌતમ અદાણી પછી બીજા નંબર પર વોરેન બફેટ છે. બફેટની સંપત્તિમાં $18.7 બિલિયનનો વધારો થયો છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ગુઈલેમ પોસાઝ છે, તેમની સંપત્તિમાં આ વર્ષે 11.7 બિલિયન ડોલરનો વધારો થયો છે.

આ પણ વાંચો : ચેમ્બર દ્વારા health conference યોજાશે- India News Gujarat

આ પણ વાંચો :  Corona Update: કોરોનાની ચોથી લહેરનો ડર? – India News Gujarat

 

SHARE

Related stories

Latest stories