HomeToday Gujarati NewsFraud With Transporters: વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે સાયબર ક્રાઈમ હેઠળ લાખોની...

Fraud With Transporters: વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે સાયબર ક્રાઈમ હેઠળ લાખોની છેતરપિંડી – INDIA NEWS GUJARA

Date:

Fraud With Transporters: વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે સાયબર ક્રિમિનલ શખ્સે ટ્રક ભાડાના પૈસા બાબતે 30 લાખ જેટલી માતબર રકમની ઓનલાઈન છેતરપીંડી કરી છે. ઓનલાઈ ફ્રોડ કરનાર શખ્સે ડ્રાઇવર કે ટ્રાન્સપોર્ટરોના એકાઉન્ટ નંબર મંગાવી આ છેતરપિંડી કરી છે.

30 જેટલા ટ્રાન્સપોર્ટરો ચીટિંગ થતા મચ્યો ખળભળાટ

વાપી GIDC અને દમણ, સેલવાસમાં મોટી માત્રામાં ઉદ્યોગો ધમધમતા હોય. અહીં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ મહત્વનો ઉદ્યોગ ગણાય છે. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હેઠળ આ ટ્રાન્સપોર્ટરો તેઓની ટ્રકમાં વિવિધ પ્રકારની માલસમાનની હેરફેર કરે છે. જોકે, એક શખ્સે હાલ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો, ટ્રક ડ્રાઈવરને ટાર્ગેટ કરી તેમના બેન્ક એકાઉન્ટ ખાલી કરવાની તરકીબ શીખી લીધી છે. ઓનલાઈન પૈસા ખંખેરવાની આ તરકીબમાં વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે લગભગ 30 લાખ રૂપિયાની છેતરપિંડી છેલ્લાં એક મહિનામાં થઈ ચૂકી છે. આ અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરત ઠક્કરે જણાવ્યું હતું કે, તેમને ટ્રાન્સપોર્ટરોએ આ ફ્રોડ અંગે જણાવ્યા મુજબ અમિત કુમાર નામનો કોઈ શખ્સ છે.

Fraud With Transporters: સાયબર ક્રાઈમ હેઠળ લાખોની ઓનલાઈન છેતરપિંડી

ટ્રાન્સપોર્ટરોને ફોન કરી આર્મીના કોઈ અધિકારીનું નામ બોલી તેમનો ઘરસમાન લઈ જવા ટ્રક ભાડે માંગે છે. સાથે જ ટ્રક ડ્રાઈવરનો નંબર લઈ તેને નજીકના કોઈ એકાદ સ્થળે બોલાવવા વાતચીત કરે છે. તેમજ એડવાન્સ પૈસા જમા કરવા એકાઇન્ટ ડિટેઇલ્સ મંગાવે છે. ટ્રક ડ્રાઇવર પોતાના એકાઉન્ટની કે ટ્રાન્સપોર્ટ માલિકની એકાઉન્ટ ડિટેઇલ્સ મોકલે છે. જે બાદ આ શખ્સ એક બારકોડ મોકલે છે. અને તરત જ એકાઉન્ટમાંથી તમામ રકમ ઉપડી જાય છે. આ ઓનલાઈન સાયબર ક્રાઈમ છેલ્લા એક મહિનાથી થઈ રહ્યું છે. જે બાદ એ પૈસાથી જ દેશ વિદેશમાં ઓનલાઈન ખરીદી થાય છે. આ કોઈ મોટી ગેંગ છે જે ટ્રાન્સપોર્ટરો સાથે આ ઓનલાઈન છેતરપીંડી કરી રહી છે.

આરોપી અમિત કુમાર વાપીના અલગ અલગ ટ્રાન્સપોર્ટરોના વિઝિટિંગ કાર્ડ પર પોતાના નામ અને નંબર લખીને એનો પણ ફ્રોડમાં ઉપયોગ કરે છે. આ શખ્સ ટ્રાન્સપોર્ટ લાઈનનો જાણકાર હોય તે રીતે વાતચીત કરે છે. જે બાદ એકાઉન્ટ નંબર મેળવી ઓનલાઈન તમામ પૈસા ઉપાડી લે છે. હાલ આ અંગે વાપી GIDC પોલીસ ને રજુઆત કરી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ ભોગ બનનાર ટ્રાન્સપોર્ટરો દ્વારા હાથ ધરાય છે.

તમે આ પણ વાંચી શકો છો:

Kamal Nath News: કમલનાથના ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે જયરામ રમેશની પ્રતિક્રિયા આવી-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

IND vs ENG: ઈંગ્લેન્ડની 85 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી હાર, ભારતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત હાંસલ કરી

SHARE

Related stories

CHILD OBESITY : આ રીતે બાળકોના આહાર પર નિયંત્રણ રાખો

INDIA NEWS GUJARAT : નાની ઉંમરે બાળકોમાં સ્થૂળતાની સમસ્યા...

SWEET TOOTH : જાણો ગડ્યું ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું

INDIA NEWS GUJARAT : મીઠો ખોરાક દરેકને પસંદ હોય...

STRESS CAUSE PAIN : તણાવ બની શકે છે તમારી ગરદનના દુખાવાનું કારણ

INDIA NEWS GUJARAT : આધુનિક જીવનશૈલીમાં ગરદનનો દુખાવો એક...

Latest stories